કોરોના વાયરસ ના કેસ ઘટતા રાજ્યમાં ધોરણ 1 થી 9 ની ઓફ્લાઈન શાળાઓ ખોલવાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

0
31

રાજ્ય માં દિવાળી પછી કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ઉત્તરાયણના તહેવાર બાદ 24 હજાર કરતાં પણ વધારે પોઝિટિવ કેસો 24 કલાક માં સામે આવતા હતા પરંતુ હાલ કેસો ની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

હાલ પ્રતિદિન જે કેસ નોંધાઈ રહા છે તે 5000 થી 6000 જેટલા કેસ 24 કલાક માં સામે આવી રહ્યા છે.બીજી તરફ જે લોકોએ કોરોના ની વેક્સિન ના બને ડોઝ લીધા છે તેવા લોકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

શાળા અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો હતો ત્યારે રાજય સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં એટલે કે 7 જાન્યુઆરીના રોજ નિર્ણય કરાયો હતો કે 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવે.

વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઇન માધ્યમથી અભ્યાસ કરવામાં આવે ત્યારે 31 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ એક થી નવ ની શાળાઓ શરૂ કરવી કે નહીં તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કોર કમિટીની બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને બાળકોના આરોગ્યની હિતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે એટલે કે વિદ્યાર્થીઓએ હજુ 5 ફેબ્રુઆરી સુધી તેમના ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું રહેશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.