Breaking News

1100 ફૂટની ઊંચાઇએ આવેલ છે આ હિંગોળગઢ કિલ્લો,હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ પડ્યું,જોવો ત્યાંનું પ્રાકૃતિક સૌદર્ય….

આપણા ગુજરાતમાં ઘણાં જોવાલાયક સ્થળો જાણીતાં છે. એ ઉપરાંત, ઓછાં જાણીતાં હોય એવાં સ્થળો જોવાની મજા પણ કંઇ ઓર છે. આવાં થોડાં નામ ગણાવું? વેળાવદરનો કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ઘેલા સોમનાથ મહાદેવ, હિંગોળગઢનો કિલ્લો, ગોંડલના ઓર્ચાર્ડ અને નવલખા પેલેસ, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ, નરારાની દરિયાઈ જીવસૃષ્ટિ, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, ઝરીયા મહાદેવ વગેરે. આવી જગાઓને પોતાની આગવી વિશેષતા છે. આવું બધું જોવા નીકળીએ ત્યારે એમ લાગે કે ઓ હો ! ગુજરાતમાં કેટલું બધું છે ! ચાલો ત્યારે, આ પ્રવાસની વિગતે વાત કરું.

જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે ‘હિંગોળગઢ’ની રચના કરેલી તે ખરેખર જોવા લાયક છે.રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી.

સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણ અને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.

ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશ સાથે વાતો કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી 335 મીટર(1100) ફૂટ ઊંચો છે. ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. હિંગરાળ માતાના નામ પરથી આ ગઢનું નામ હિંગોળગઢ પડ્યું છે.ઉંચા ડુંગરની ટોચ પર બનાવેલો ગઢ આજે પણ બેનમૂન છે.

હિંગોળગઢની સ્થાપના 1801ની સાલમાં થઈ હતી.

હિંગોળગઢ રાજકોટથી 78 કિલોમીટર દૂર અને જસદણથી 18 કિલોમીટરે આવેલા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સાથે હિંગોળગઢ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન છે. ઉંચા ડુંગરની ટોચ પર બનાવેલો ગઢ આજે પણ બેનમૂન છે. આ ગઢની સ્થાપના 1801ની સાલમાં જસદણના રાજવી વાજસૂર ખાચરે કરી હતી. વાજસૂર ખાચર માતા હિગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું.

ગઢની સામે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આવેલું છે.

સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. ગઢની સામેની બાજુ નીચે હિંગોળગઢનું પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આવેલું છે. આ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર વિશાળ વિસ્તારમા ફેલાયેલું છે. અહી દૂર દૂરથી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક શિક્ષણ મેળવવા આવે છે. કેન્દ્રમાં જુદી જુદી પ્રજાતીના સાપ રાખવામાં આવે છે. તેમજ એક અજગર પણ છે.પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની અંદર રાત્રે રહી શકાય તેવી વ્યવસ્થા આજુબાજના વિસ્તારમાં પહાડી જંગલ વિસ્તાર હોવાથી રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની અંદર રાત્રે રહી શકાય તે માટે ટેન્કો બનાવામાં આવી છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રમાં ભીમકૂઇ આવેલી છે. એવી લોકવાયકા છે કે પાંડવો વનવાસ કરી રહ્યા હતા તે દરમિયાન તરસ લાગતા ભીમે પાટુ મારી કૂવો ખોદ્યો હતો અને બાજુમાં શિવલિંગની સ્થાપના કરી તેમનું પૂજન કર્યું હતું.કેવી રીતે જઇ શકાય?રાજકોટથી સીધી બસ સેવા પણ છે તેમજ પ્રાઇવેટ વાહન લઇને જવું હોય તો નેશનલ હાઇવે 8 લાગે છે. એટલે રસ્તો છેક સુધી સારો છે.

About Admin

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *