Breaking News

14 ફૂટ ઊંચા શિખર પર 6,000 કિલોનો સોનાનો કળશ મુકેલો છે ખોડલધામમાં,જાણો મંદિર અન્ય રહસ્યમય વાતો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.

કાગવડ ખાતે 100 એકરની વિશાળ ભૂમિ પર નિર્માણ પામેલા ખોડલધામ મંદિર શિલ્પ-સ્થાપત્ય ઉપરાંત અનેક મુદ્દે વિશેષતાથી ભરપૂર છે. મંદિર-દેવાલય નિર્માણનું દિશા સૂચન કરતાં શાસ્ત્રોમાં મંદિરનું બંધારણ માનવ શરીર સાથે સરખાવવામાં આવ્યું છે. એ પ્રમાણે જે રીતે માનવ શરીરમાં ટોચનું સ્થાન મસ્તિષ્કનું છે, મંદિરમાં તે સ્થાન શિખર અને તેના પરનો કળશનું હોય છે.

ખોડલધામ મંદિરના શિખર પર 14 ફુટની ઉંચાઈ અને 6 ટન સોને મઢેલો કળશ સૂર્યના કિરણોમાં સોનેરી તેજોવલયથી ઝગમગી ઊઠે છે. તેમજ પૂર્ણિમાની શીતળ રાત્રે ચંદેરી આભાથી દીપી ઊઠે છે.ભારતની ભૂમિ પર સનાતન ધર્મના મંદિરોના ઈતિહાસ પર નજર ફેરવીએ તો એકથી એક ચડીયાતા મંદિરો નજર સમક્ષ તરી આવે છે. જ્યારે આ મંદિર 21મી સદીના આધૂનિક ગુજરાતમાં વર્તમાન પેઢીની નજર સામે જ નિર્માણ પામી સ્વયં ઈતિહાસ રાચાવ્યું છે.

ખોડલધામની રચનામાં શાસ્ત્રોમાં કરાયેલા સૂચનોને જ કેન્દ્રમાં રાખ્યા હોવાથી તે નિર્માણની દ્રષ્ટિએ ભારતના પુરાતન કાળના સ્થાપત્યના વૈભવી વારસાને પ્રસ્તુત કરી છે.ચાર માળની ઈમારત જેવડો ધ્વજ દંડ.મંદિરના શિખરથી પણ વધુ ઉંચાઈએ ધ્વજદંડ અને તેની ટોચ પર ફરકતી ધ્વજા છે. ખોડલધામ મંદિરના શિખર પર ચાર માળની ઈમારત જેટલી 40 ફૂટની ઉંચાઈ અને 9 ઈંચનો પરિઘ ધરાવતા 1500 કિલો વજનનો પંચધાતુથી નિર્મિત તેમજ તેના પર સોના મઢેલો ધ્વજદંડ છે.

જેના પર લાલ રેશમી કાપડમાં ‘જય ખોડીયાર’ લખેલી બાવન ગજની ધજા ફરકે છે. જે દૂર દૂરથી ભાવિકોને ખોડલધામનો દિશાનિર્દેશ કરે છે. ધ્વજદંડ ચડાવવા પવન ચક્કી માટે વપરાતી ખાસ ક્રેન ખંભાળિયાથી મંગાવવામાં આવે છે.ધજા બદલાવવા શિખર પર ચડવું પડતું નથી.મંદિર પર ધજા ચડાવવાનું પૂણ્ય છે. ધજા ચડાવવા મોટા મહોત્સવ થાય છે.

ઘણી વખત શિખર પર ધજા ચડાવવા જતી વખતે પડી જવા જેવી ઘટના બનતી હતી. જે ઉત્સવને ગમગીનીમાં ફેરવી નાખતી હતી. ખોડલધામ મંદિરમાં આ પ્રકારના અકસ્માતો ટાળવા આગોતરું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ધજા ચડાવવા માટે ભાવિકો કે મંદિરના સ્વયં સેવકોએ મંદિરના શિખર પર ચડવાની જરૂર પડતી નથી. અને મંદિરમાંથી નીચેથી જ ખાસ વ્યવસ્થા દ્વારા નવી ધજા ચઢાવે છે.

સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે આ ખોડલધામ. ખોડિયાર દરેક કુળમાં પૂજાય છે, પણ ખોડલધામમાં લેઉવા પટેલ સમાજની કુળદેવી સ્વરૂપે તેઓ બીરાજમાન થયા છે. સમસ્ત લેઉવા પટેલ સમાજની ઈચ્છા અને યોગદાનથી કાગવડ ખાતે માઁ ખોડિયારનું આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે કાગવડ ખાતે માઁ ખોડિયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં 21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રાજસ્થાનના બયાના પાસેના બંસી પહાડપુર વિસ્તારમાં નીકળતા કુદરતી ગુલાબી પથ્થરમાંથી ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે. ખોડલધામનું નિર્માણ કાર્ય સતત 5 વર્ષ ચાલ્યું હતું.

મંદિર બાંધકામમાં અંદાજે 2 લાખ 30 હજાર ધનફૂટ પથ્થર વાપરવામાં આવ્યો છે. અહી રાજસ્થાન અને ઓરિસ્સાના કારીગરોએ અલગ અલગ કોતરકામ કર્યું છે. જેમાં પિલર, છત, તોરણ, ઘુમ્મટની ડિઝાઈન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે. જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે ૬૫૦ મૂર્તિઓ મુકવામાં આવી છે, જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે. મંદિરના શિખર પર સોનાથી મઢાયેલા ધ્વજદંડ પર 52 ગજની ધ્વજા ફરકે છે.

આ મંદિરમાં ખોડલ માતા સહિત 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, જેમાં અંબા, વેરાઇ, મહાકાળી, અન્નપૂર્ણા, ગાત્રાળ, રાંદલ, બુટભવાની, બ્રહ્માણી, મોમાઇ, ચામુંડા, ગેલ અને શિહોરી માતા સમાવિષ્ટ છે. આ ઉપરાંત યાત્રાળુઓ માટે ભોજનાલયની પણ સુવિધા છે. જેમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે.

મંદિરની સાથે સાથે અહીના બગીચાની સુંદરતા પણ આંખોને ગમી જાય એવી છે. બંને બાજુ લીલાછમ વૃક્ષો, સુંદર મજાનાં ફૂલ છોડ, ફુવારા યાત્રાળુઓને આનંદિત કરી દે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે તો આ લોકેશન્સ એમના ફોટોને ચાર ચાંદ લગાવી દે એવા છે. અહીના બગીચામાં બેસી વન ભોજન કરવાની મજા પણ કરવા જેવી છે. તો પછી વેકેશનમાં કાગવડ ખોડલધામની મુલાકાત લેવાનું ચૂકાય નહીં !!

કાગવડમાં લેઉવા પટેલ સમાજે શિલ્પશાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરમાં પિલર, છત, તોરણ, ઘુમ્મટની ડિઝાઇન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે, જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક-પ્રસંગો પણ કંડારીને મૂકાયા છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફૂટ ઊંડે છે, એ પછી જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો ભાગ અને 6.5 ફૂટ ઊંચાઇએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે. મંદિરના શિખર પર સોનાથી મઢાયેલા ધ્વજાદંડ પર 52 ગજની ધ્વજા છે.આરતીનો સમય,સવારે-6.30 વાગ્યે. સાંજે- 7.00 વાગ્યે, દર્શનનો સમય :સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી

કેવી રીતે પહોંચવું.સડક માર્ગ.જેતપુરથી 14 કિલોમીટર, રાજકોટથી 63 કિલોમીટર, જૂનાગઢથી 48 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં જવા માટે ખાનગી વાહનો અને સરકારી બસની સુવિધા છે. અમદાવાદથી જવા માટે ગાંડલ-વીરપુરથી જઈ શકાશે (275 કિમી). જ્યારે જુનાગઢથી આવનાર માટે જેતપુર થઈ જઈ શકાશે (45 કિમી). અહીં મોટાભાગના લોકો ખાનગી વાહનો લઈને આવવાનું પસંદ કરે છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *