Breaking News

ગુપ્ત રોગને કારણે યુવકનું લિંગજ ખરી પડ્યું પાછું લાવવા યુવકે જે કર્યું તે જાણી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોહીનું ગંભીર ઈન્ફેક્શન લાગવાના કારણે પોતાનું લિંગ ગુમાવી બેઠેલા એક બ્રિટિશ પુરુષને ડોક્ટરોએ હાથમાં લિંગ ઉગાડીને નવું જીવન આપ્યું છે. જૂના લિંગ કરતા ડોક્ટરોએ નવા લિંગની સાઈઝ પણ બે ઈંચ વધારી આપી છે. ધ સનના રિપોર્ટ પ્રમાણે મેલકમ મેકડોનાલ્ડ નામના 45 વર્ષીય વ્યક્તિની આંગળીઓ, અંગૂઠા અને લિંગ ઈન્ફેક્શનને લીધે કાળા પડી ગયા હતા.

મેકડોનાલ્ડના જણાવ્યા અનુસાર, તે વર્ષોથી ઈન્ફેક્શનને કારણે પરેશાન હતા. જોકે, તેનું આવું ભયાનક પરિણામ આવશે તેની તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી. જ્યારે તેમનું લિંગ આ ઈન્ફેક્શનને કારણે કાળું પડવા લાગ્યું ત્યારે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. ધીરે-ધીરે તેમનું લિંગ તેના કારણે નાશ પામી રહ્યું હતું, અને તેઓ કંઈ કરી શકે તેમ નહોતા.

2014માં તેમનું લિંગ કોહવાઈને ખરી પડ્યું હતું, પરંતુ તેમના વૃષણ એમના એમ જ રહ્યા હતા. જોકે, ડોક્ટરોએ તેમને આ અંગે પહેલાથી જ સાવચેત કરી દીધા હતા. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે તેમનું લિંગ સંપૂર્ણપણે ખરી પડ્યું. જ્યારે તેઓ ફરી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને પેશાબ કરવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ડોક્ટરો વ્યવસ્થા કરી શકે, તેનાથી વિશેષ બીજું કંઈ નહીં થઈ શકે.

આ ઘટનાથી મેકડોનાલ્ડ એટલા હતાશ થઈ ગયા હતા કે તેમણે બેફામ દારુ પીવાનું શરુ કરી દીધું હતું. બે વર્ષ સુધી તેઓ હતાશામાં જીવતા રહ્યા. તેમનો સેલ્ફ-કોન્ફિડન્સ પણ ચકનાચૂર થઈ ચૂક્યો હતો. તેમણે પોતાના દોસ્તો અને પરિવારજનોને પણ મળવાનું બંધ કરી દીધું હતું. જોકે, આખરે તેમને લંડનની યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલના પ્રો. ડેવિડ રાલ્ફ મળ્યા, જેમને પેનિસ માસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ડોક્ટરે પેનિસ વિના જન્મેલા એન્ડ્ર્યુ વોર્ડલ નામના એક વ્યક્તિને તેના જ શરીરમાં લિંગ વિકસિત કરવામાં સફળતા મેળવી હતી. જેના વિશે વાંચી મેકડોનાલ્ડને પણ આશા જન્મી હતી. આખરે ડોક્ટરની ટીમે તેની જ નસો અને નર્વ્સનો ઉપયોગ કરીને સ્કીન ફ્લેપ દ્વારા ડાબા હાથમાં લિંગ વિકસાવવાનું શરુ કર્યું. તેમાં બે ટ્યૂબ પણ ઈન્સ્ટોલ કરાઈ, જેમાં હેન્ડપંપ વડે હવા ભરી તેને એક શેપ આપવામાં આવ્યો.

મેકડોનાલ્ડનું લિંગ તેના હાથમાં વિકસાવવામાં ડોક્ટરોને સફળતા મળી છે. બસ હવે તેને ત્યાંથી કાઢી તેની મૂળ જગ્યાએ ઈમ્પ્લાન્ટ કરવાનું બાકી છે. આખરે બે વર્ષ જેટલો લાંબો સમય રાહ જોયા બાદ મેકડોનાલ્ડની લાઈફ ફરી નોર્મલ થવા જઈ રહી છે. તેમનું કહેવું છે કે તેઓ માત્ર સેક્સ માટે લિંગ નથી ઈચ્છતા. તેમને પહેલાથી જ બે બાળકો છે. લિંગ હોવાથી ખાસ તો તેમને પેશાબ કરવામાં સરળતા રહેશે, અને તેનાથી તેમનો કોન્ફિટન્સ પણ પાછો આવશે.

આવોજ એક બીજો કિસ્સો અમેરિકાના ઑર્ગનમાં રહેતી એક મહિલાનો કિસ્સો સાંભળી કમકમાટી આવી જશે. અહીં એક મહિલાની આંખમાં એવું ઇન્ફેકશન થયું છે જે અત્યાર સુધી માત્ર પશુઓમાં જ થતું હતું, પરંતુ તેનાથી પણ વધુ અચંબામાં મૂકનારી વાત તો એ છે કે આ મહિલાની આંખમાંથી ડૉકટર્સે અંદાજે 14 કીડા કાઢ્યા છે. ડૉક્ટર્સ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું કે તમામ કીડા લગભગ અડધો-અડધો ઇંચ લાંબા હતા.

આ ઘટના હેરાન કરનારી છે કારણ કે આજ સુધી વ્યક્તિઓમાં આવું ઇન્ફેકશન જોવા મળ્યું નથી. અત્યાર સુધી આ ઈન્ફેકશન માત્ર પશુઓ સુધી જ સીમિત હતું, પરંતુ ઓર્ગનની રહેવાસી મહિલામાં આ ઇન્ફેકશન જોવા મળ્યા બાદ ખુદ ડૉકટર્સ અચંબામાં પડી ગયા છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ઇન્ફેકશન થેલજિયા ગ્લોસા નામના કીડાથી ફેલાય છે. જે ઉત્તર અમેરિકા અને કેનેડાના દક્ષિણ ભાગમાં જોવા મળે છે. આ કીડા માખીઓ દ્વારા ફેલાય છે, જે આંસુઓ દ્વારા પોતાનું ખાવાનું ગ્રહણ કરે છે.યુએસ સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ડિવીઝન ઓફ પેરાસાઇટિક ડિસીસ એન્ડ મેલેરિયાના રિચર્ડ બ્રેડબરીના મતે આ પ્રકારનો કેસ આજે સુધી કોઇપણ વ્યક્તિમાં જોવા મળ્યો નથી અને હવે આ પ્રકારના કેસ સામે આવતા ખરેખર આશ્ચર્ય અને ચિંતાનો વિષય છે.

આવોજ એક બીજો કિસ્સો વિક્ટોરિયા ૨૦૧૦માં પોતાના દેશ ઓસ્ટ્રેલીયાથી થાઈલેન્ડ ફરવા ગઈ હતી. તેણે ફીશ પેડીક્યોર પહેલી વખત જોયું. સલુનમાં જઈને ફીસ સ્પા ટ્રાઈ કરી લીધું. પાછળથી જયારે ઓસ્ટ્રેલીયા પહોચ્યા તો પગમાં ઇન્ફેકશન થઇ ગયું. ઇન્ફેકશન એટલું ફેલાઈ ગયું કે પગની બધી આંગળીઓ કાપવી પડી.

કેવી રીતે આ સ્પા વિક્ટોરિયા માટે ખતરનાક બની ગઈ.૨૯ વર્ષની વિક્ટોરિયા ઓસ્ટ્રેલીયાની રહેવાસી છે. ૨૦૦૬માં તેના પગમાં કાચ ખૂંચી ગયો હતો. ત્યારે પગમાં ઇન્ફેકશન થયું. પણ પછી ઈલાજ કરાવ્યા પછી ઠીક થઇ ગયું. જયારે ૨૦૧૦માં વિક્ટોરિયા થાઈલેન્ડ ફરવા ગઈ. તો ફીશ પેડીક્યોર કરાવ્યું. પાછી ફરી તો તાવ આવવા લાગ્યો, ડોકટરે ઘણા ટેસ્ટ કરાવ્યા.એક વર્ષ પછી ખબર પડી કે વિક્ટોરિયાને ‘ઓસ્ટીઓમેલીટીસ’ થઇ ગયું છે.ઓસ્ટીઓમેલીટીસ’ હાડકાઓનું ઇન્ફેકશનને કહે છે. વિક્ટોરિયાને પગના અંગુઠાના હાડકા ઓગળી ગયા હતા. ડોક્ટરે તેને અંગુઠો કપાવવાની સલાહ આપી.

અંગુઠો કપાવ્યા પછી પણ જયારે આરામ ન મળ્યો તો પગની બધી આંગળીઓ જ કાપવી પડી. હવે વિક્ટોરિયાનું કહેવું છે કે, જે ટાંકીમાં તે પગ નાખ્યા હતા તે પાણીમાં બેક્ટેરિયા હતા. જેથી ૨૦૦૬માં થયેલા ઇન્ફેકશનને ફરી વખત ઉભું કરી દીધું હતું.વિક્ટોરિયાની ઓનલાઈન રજૂઆત.ત્યાર પછી વિક્ટોરિયાએ લોકોને ફીશ સ્પાથી થતા નુકશાન પ્રત્યે લોકોને જાગૃત કરવાનું શરુ કરી દીધું. તે ઈંસ્ટાગ્રામ ઉપર પોતાના અનુભવ લોકોને જણાવતા પોતાના પગના ફોટા શેર કરે છે અને લખે છે.

જયારે સ્પા માટે ગઈ હતી ત્યારે ટાંકીને મારી સામે જ સાફ કરવામાં આવી. છતાંપણ મને હાડકાનું ઇન્ફેકશન થઇ ગયું. પોતે ડોક્ટરને બીમારી જાણવા માટે એક વર્ષ લાગી ગયું. ચાલવા ફરવામાં ઘણી તકલીફ થતી હતી. સર્જરી પછી આરામ મળ્યો. પહેલા પગને જોઇને ઘણું ખરાબ લાગતું હતું. પરંતુ આ દુનિયામાં લોકોને મારાથી પણ વધુ ગંભીર બીમારીઓ છે. હું નસીબદાર છું કે મને કોઈ વધુ મોટી બીમારી થઇ નથી.

ફીશ સ્પા કેમ છે આટલું ઘાતક.આખી દુનિયામાં થાઈલેન્ડની ફીશ ઘણી ફેમસ છે. સૌથી પહેલા તેની શોધ જાપાનના હકોનમાં ૨૦૦૬માં કરવામાં આવી હતી. આ ટેકનીકમાં એક ટાંકીમાં પાણી ભરી દેવામાં આવે છે. ટાંકીમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ ગારા માછલીઓ હોય છે. એશિયા અને અંતોલિયાના તળાવો અને સરોવરમાં આ માછલીઓ મળી આવે છે. ગોરા રુફા માછલીઓને ‘ડોક્ટર ફીશ’ પણ કહે છે. તેના દાંત નથી હોતા. તે પગની ખરાબ સ્કીનને ખાઈને જીવતી રહે છે.

સ્પા માટે તેણે ભૂખી રાખવામાં આવે છે. જેવા લોકો ટાંકીમાં પગ નાખે છે, માછલીઓ પગની ખરાબ ચામડીને ખાવાનું શરુ કરી દે છે. ત્યાર પછી પગમાં માત્ર સિલ્કી સ્કીન રહી જાય છે. ફીશ સ્પાથી ‘સોરેયાસીસ’ અને ‘એક્જીમા’ જેવી બીમારીઓ ઠીક કરી શકાય છે. ‘સોરીયાસીસ’ માં ખરાબ ‘સેલ્સીક્સલ’ માં ખરાબ સેલ્સીક્સને કારણે સ્કીન ખરબચડી અને ‘એક્જીમાં’માં સ્કીન ઉપર છાલા પડવાથી લોહી નીકળવા લાગે છે.

શું કહે છે થાઈલેન્ડની સરકાર.થાઈલેન્ડની સરકારનું કહેવું છે કે અહિયાં ઘણા ગેરકાયદેર સ્પા છે. તેને રજીસ્ટર નથી કરાવવામાં આવતા. તે સ્પા સાફ સફાઈ ઉપર ધ્યાન નથી આપતા. જેથી લોકો બીમાર પડી જાય છે. તમે ટુલ્સને તો સાફ કરાવી શકો છો, પરંતુ માછલીઓના મોઢાને કેવી રીતે સાફ કરાવશો. દરેક ગ્રાહકના સ્પા માટે નવી માછલીઓ પણ ખરીદીને નથી લાવી શકાતી. કેમ કે તે ઘણી મોંઘી હોય છે.

ફીશ સ્પાના જોખમ.તે ગારા માછલીઓ એક પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. જે ગ્રાહકના પગમાં ઉતરીને તેને બીમાર કરે છે.ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, જો સ્પા લેવા વાળા માણસને HIV અને હેપાટાઈટીસ સી છે. તો આ ફેસમાં આ માણસને થયેલી કોઈપણ પ્રકારની ઈજા પાણીના વાયરસ ટ્રાન્સફર કરી શકે છે. ફૂગ ઇન્ફેકશન પણ સ્પાથી ફેલાય છે. ફીશ સ્પાથી ફેલાઈ રહેલા આ ઇન્ફેકશન્સને ધ્યાનમાં લઈને યુએસના ૧૪ રાજ્યમાં ફીશ સ્પા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તમે પણ જાણી લો.ધ્યાન રાખો કે જે સલુનમાં તમે જઈ રહ્યા છો, ત્યાં સ્વચ્છતા હોય, ટાંકી સારી રીતે સાફ કરવામાં આવી હોય, લોકોના પગની તપાસ કરવામાં આવતી હોય. ફીશ ટાંકીમાં બેક્ટેરિયાનો નાશ કરવા માટે યુવી કિરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય. પરંતુ આ બધું ચકાસીને પછી પણ કોઈ ગેરંટી નથી કે તમે બીમાર નહિ પડો.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *