ફરી એકવાર ખજુરભાઈ ને સલામ કરવાનું મન થાય,200 મકાન બનાવામાં મદદ કરનાર કડીયા અને મજુર ને ખજુરભાઈ લઇ ગયા દુબઇ,જુઓ ત્યાની તસવીરો

0
211

નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના લોકપ્રિય બન્યા છે. તેઓએ પોતાના કરિયરની શરૂઆત કોમેડી વિડિયો સાથે કરી હતી. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા અને ભારે પ્રમાણમા શેર કરવામાં આવ્યા હતા. ખજૂરભાઈ એ દરેક ઘરમાં મનોરંજન કરાવ્યુ હતું. ત્યારે છેલ્લા બે વર્ષથી તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર થયા છે. તમને જણાવી દઈએ કે, ખજૂર ભાઈ એ 200 પાકા ઘર બનાવી ઘણા લોકોને આશરો પુરો પાડ્યો છે.

ગત વર્ષે આવેલા તોકતે વાવાઝોડા બાદ ઘણા લોકોના ઘર પડી ગયા હતા અને તેઓ રસ્તા પર આવી ગયા હતા. ત્યારે જરૂરિયાતમંદ લોકો ના મસીહા બનીને ખજૂરભાઈ એ તેઓને મદદ કરી હતી. તેઓએ 200 ઘર નો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત અન્ય ઘણી રીતે લોકોને મદદરૂપ થયા છે.

ગુજરાતના સોનુ સૂદ કહેવાતા ખજૂર ભાઈ વિશે તમને જણાવીએ તો તેઓ ખૂબ જ મોટા દિલના અને દયાળુ છે. તેઓ હંમેશા લોકોની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે. ક્યારેય પણ કોઈ પણ રીતે લોકોની મદદ કરવા માટે તેઓએ પાછી પાની કરી નથી. આ ઉપરાંત આ લોકોને ઘર બનાવી આપવા પાછળ તેઓએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

દાન કરવાની વાતો તો ઘણા બધા કરે છે પરંતુ જે ખરેખર દાન કરે છે તેનાથી દયાળુ કોઈ નથી હોતું. મનમાં સહેજ પણ લાલચ રાખ્યા વિના ખજૂર ભાઈ લોકોની મદદ કરતા રહે છે ત્યારે તમને જણાવી દઈએ કે, 200 ઘરનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં જે પણ લોકોએ તેમની મદદ કરી હતી તેઓની સાથે તેઓ વિદેશના પ્રવાસે ગયા છે. જે પણ લોકોએ આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તેઓની મદદ કરી છે અને તેઓને સહકાર આપ્યો છે તે તમામ લોકોને ખજૂરભાઈ દુબઈના પ્રવાસે લઇ ગયા છે.

ખજૂર ભાઈ અને તેમની ટીમ છેલ્લે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમે દુબઈના પ્રવાસે જઈ રહ્યા છીએ. ત્યારે અમે એક એક મિનિટની live update તમારા સુધી પહોંચાડીશું. તેઓએ જણાવ્યુ હતું કે, હું ઈચ્છું છું કે તમે પણ દુબઈનો પ્રવાસ મારી આંખે કરો. તેઓએ તેમની ટીમ માં રહેલા વૃદ્ધ ભીખાકાકા ને પૂછતા કહ્યું હતું કે, તમારો આ વિદેશ નો પ્રથમ પ્રવાસ છે જે બાબતે તમે શું અનુભવી રહ્યા છો?

ત્યારે તેઓએ જવાબમાં કહ્યું હતું કે, હું પહેલી વખત ફ્લાઈટમાં બેસવા જઈ રહ્યો છું. આ તમારો જ પ્રતાપ છે કે મને આ મોકો મળ્યો. ત્યારબાદ ખજૂર ભાઈ એ સોમાકાકા ને પણ આ જ સવાલ પૂછ્યો કે, તમને કેવી અનુભૂતિ થઈ રહી છે? ત્યારે તેના જવાબમાં સોમાકાકા એ કહ્યું હતું કે, જીવનમાં બે જ વખત આનંદના લાહવો આવે છે એક લગ્ન સમયે અને બીજો પહેલી વખત વિદેશના પ્રવાસે.

ત્યારે આ પ્રવાસના કારણે મને લગ્ન કરતાં પણ વધારે આનંદ આવી રહ્યો છે. આમ કાકાએ આ પ્રવાસને લગ્નના આનંદ કરતાં પણ વધારે વિશેષ ગણાવ્યો છે.ખજૂર ભાઈ અને તેમની ટીમ એરપોર્ટ થી લઈને તેમના હોટેલ સુધીની તમામ અપડેટ આપી રહી છે. ખજૂર ભાઈ એક એક પળ ના વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શૅર કરી રહ્યા છે.

તેઓ પાંચ દિવસ દુબઈમાં રોકાવાના છે અને ફુલ ધમાલ-મસ્તી કરવાના છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ એક એક પલ કેપ્ચર કરીને તેમના સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડતા રહેશે. જેથી બધા જ લોકો દુબઈના પ્રવાસનો આનંદ લઈ શકે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.