સેલ્ફીના ચક્કરમાં સુરતમાં 22 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો – જુઓ યુવકનો અંતિમ વિડીયો

0
70277

હાલમાં સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સેલ્ફી લેતી વખતે કાકરાપાર ડેમ પરથી પગ લપસતા એક યુવક ડેમમાં પડી ગયો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર યુવક પોતાના મિત્ર સાથે કાકરાપર ડેમ ફરવા ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ હિતેશભાઈ રબારી હતું.

તેની ઉંમર 22 વર્ષની હતી. મૃત્યુ પામેલા હિતેશ મૂળ બનાસકાંઠા નો રહેવાસી હતો. તે હાલમાં કામરેજના વેલેનજામાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર હિતેશ પોતાના મિત્ર સાથે કાકરાપર ડેમ ફરવા ગયો હતો. આ દરમિયાન તે પોતાના મિત્ર સાથે ડેમ ઉપર ફોટા પાડી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર હિતેશ ડેમની પાળી પર ઊભો રહીને સેલ્ફી પાડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જાય છે અને તે ડેમમાં પડી જાય છે. આ ઘટના બની ત્યારે સાથે આવેલા મિત્રો બુમાબુમ કરવા લાગે છે. હજુ તો આજુબાજુના લોકો ત્યાં પહોંચે તે પહેલા તો હિતેશ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત ડેમમાં હિતેશના મૃતદેહની શોધખોળ શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર કાકરાપાર ડાબા કાંઠા નહેરના વહેણમાંથી હિતેશ મૃતદેહ મળી આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઇને માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઉપરાંત હિતેશનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે. હિતેશનો ડેમ પર બનાવાયો છેલ્લો વીડિયો સામે આવ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.