4 મહિનાની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી : વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

0
224

છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા યુવકે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને હું આ પગલું કરું છું.

યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું હવે દુનિયા છોડીને જતો રહું છું. મૃત્યુ પામેલા યુવકના ઘરે ચાર મહિના પહેલા એક દીકરીનો જન્મ થયો હતો. મળતી માહિતી અનુસાર સુરેશ સિંહ રાવણ નામના યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પામેલા સુરેશસિંહની ઉંમર 30 વર્ષની હતી. સુરેશસિંહ ડિસ્કોમ ઓફિસમાં હેલ્પર ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો.

તેણે 8 માર્ચના રોજ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઝેરી દવા પી રીતે પોતાની માતા પાસે ગયો હતો. ત્યારબાદ માતા પડોશીને બોલાવીને પુત્રને હોસ્પિટલ લઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી અને યુવક નું નિવેદન લઇ લીધું હતું. યુવકે જણાવ્યું હતું કે તેના ઘરે એક સુસાઈડ નોટ લખેલું પડ્યું છે.

ત્યારબાદ પોલીસ ઘરે પહોંચી હતી અને પોલીસને ઘરેથી એક સુસાઈડ નોટ મળ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવકની સ્થિતિ ગંભીર બનાવવાના કારણે તેને જોધપુર રીફર કરવામાં આવ્યો હતો. બુધવારના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેને એક વર્ષ પહેલા ચાર યુવક પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેને વારંવાર હેરાન કરવામાં આવતો હતો. યુવકે લખ્યું હતું કે આર્થિક મુશ્કેલીને કારણે તેણે આ પૈસા ઉછીના લીધા હતા. પરંતુ વ્યાજખોરો તેની પાસેથી 15 થી 20 ટકા વ્યાજ લેતા હતા. મે તેમના પૈસા પાછા આપી દીધા છતાં પણ તેઓ મારી પાસે આવ્યા જ રહેતા હતા.

તે લોકોએ મારી બાઇક પણ છીનવી લીધી હતી. હવે એવું આટલો પરેશાન છું કે હું દુનિયા છોડીને જાવ છું બાય. આ સમગ્ર ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું ખોલી છે. સુસાઈટ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.