Breaking News

42 કરોડના બંગલામાં રહે છે સાઉથનો સુપરસ્ટાર નાગાઅર્જુન,જુઓ તેની રાજાઓ જેવી લાઈફસ્ટાઈલ……

તમે સાઉથ મુવી ના શોખીન હોય તો તને સુપર સ્ટાર નાગર્જુને ને તો ઓળખતા જ હશો. નાગર્જુને નો જન્મ 29 ઓગસ્ટ 1959 ની અંદર મદ્રાસ ખાતે થયો હતો. હાલ તેઓ સુપર સ્ટાર ની સાથે-સાથે નિર્માતા પણ છે. સાઉથ ની અંદર રજનીકાંત ની જેમ જ નાગર્જુને પણ લોકો ખુબ જ પસંદ કરે છે. નાગર્જુને ઘણી બધી મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે જેવીકે શિવા, વિકી દાદા કથા ડોન નંબર વન. તેઓએ સુપરહિટ ફિલ્મ આપી ને લોકોના મનની અંદર જગ્યા મેળવી છે..

બોલીવુડ કરતાં વધારે હિન્દી દર્શકો હવે દક્ષિણની ફિલ્મોને પસંદ કરવા લાગ્યા છે. ટીવી પર રોજ દક્ષિણની ફિલ્મોનો કબજો રહે છે. જોકે હિન્દી દર્શકોને દક્ષિણના કલાકારો અંગે ઓછી માહિતી છે પરંતુ તેમની જોયેલી દરેક ફિલ્મ દર્શકોને યાદ રહે છે. એવામાં વાત કરીશું સાઉથના સુપરસ્ટારની જેમની સંપત્તિ જાણીને તમારા હોશ ઉડી જશે અક્કિનેની નાગાર્જુન તેલુગૂ ફિલ્મના સુપરસ્ટાર અક્કિનેની નાગરજુનો જોટો જડવો મુશ્કેલ છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ ‘માસ’થી તેને હિન્દી દર્શકોમાં ઘણી જ લોક પ્રિયતા મળી હતી.

નાગાર્જુને સાઉથની ફિલ્મો સિવાય બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 1992માં શ્રીદેવી અને અમિતાભ બચ્ચેનની ફિલ્મ ખુદાગવાહથી તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ, આ ફિલ્મ પહેલા તેનું નામ ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ માન-સન્માન સાથે લેવાતું હતું.હાલના સમયમાં નાગાર્જુનની નેટવર્થ 850 કરોડ રૂપિયા છે. તેના પિતા નાગેશ્વર અક્કિનેની તેલુગુ ફિલ્મ ઉદ્યોગના સિનિયર કલાકાર હતા. નાગાર્જુન અન્નપુર્ણા સ્ટુડિયોના માલિક છે. જે સ્ટુડિયો આશરે 7 એકરમાં ફેલાયેલો છે. તે નાગાર્જુન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીના એમડી છે. આ સિવાય તે NNN રિયાલિટી એન્ટરપ્રાઈઝના ફાઉન્ડિગ પાર્ટનર પણ છે. બ્રાંડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મ શુટિંગની ફી અને બાંધકામના માધ્યમથી નાગાર્જુન વર્ષે 30 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અન્નપુર્ણા સ્ટુડિયો, એન-કન્વેનશન સેન્ટર, મુંબઈ માસ્ટર્સ ઓફ ઈન્ડિયન બેડમિન્ટનલીગના કો ફોઉન્ડર છે.

નાગાર્જુનના કાર ક્લેક્શનની વાત કરવામાં આવે તો તેની પાસે રેન્જ રોવર ઈવોક્યું ગાડી છે. જેની કિંમત 65 લાખ રૂપિયા છે. આ સિવાય ઓડી ઓ7 છે. જેની કિંમત 1.02 કરોડ રૂપિયા છે. આ સિવાય પણ બીએમડબલ્યુ 7 સિરીઝ કાર છે જેની કિંમત રૂ.1.32 કરોડ છે. એક ક્લાસ મર્સિડિઝ છે જેની કિંમત આશરે રૂ. 3 કરોડ છે. જ્યારે પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો તેની પાસે હૈદરાબાદમાં ફિલ્મસિટીમાં એક બંગલો છે જેની કિંમત હાલમાં 40 કરોડ રૂપિયા છે.

નાગાર્જુન આગામી બોલીવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. જેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં છે.આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે. નાગાર્જુનના બે પુત્ર અખિલ અને ચૈતન્ય પણ મોટા ફિલ્મ સ્ટાર છે. જ્યારે પત્ની સમાંથા પણ સાઉથ ફિલ્મ ક્ષેત્રની મોટી અને સિનિયર એક્ટ્રેસ છે.

મા ટીવીના મોટા શેરહોલ્ડર, અન્નપૂર્ણા સ્ટુડિયો, એન-કન્વેન્શન સેન્ટર, ઈન્ડિયન બેડમિંટન લીગના સહ-માલિક અને ટીવી નિર્માતાના મુંબઈ માસ્ટર્સ. ધ નેટવર્થ પોર્ટલ અનુસાર, નાગાર્જુનની સંપત્તિ 130 મિલ્યન ડોલર (936 કરોડ રૂપિયા) છે. અભિનય ઉપરાંત નાગાર્જુનના ઘણા રેસ્ટોરન્ટ પણ છે જે ભારત અને ભારતની બહાર છે. તેની હૈદરાબાદમાં એન-ગ્રીલ નામની રેસ્ટોરન્ટ છે. તેની પાસે એન-એશિયન નામની એક ચાઇનીઝ રેસ્ટોરન્ટ પણ છે. એન કન્વેન્શન સેન્ટર, જે કોર્પોરેટ ગૃહોમાં ઇવેન્ટ્સનું આયોજન કરે છે. નાગાર્જુન પાસે દુબઈમાં પણ એક સંપત્તિ હતી, પરંતુ 9/11 ના હુમલા પછી તેણે અહીંની મિલકત વેચી દીધી છે. નાગાર્જુનને ભારતની ટોપ -100 યાદીમાં 2012-13ના ફોર્બ્સની યાદીમાં 56 અને 61 માં સ્થાન મળ્યું છે.

નાગાર્જુનનું નામ અનેક બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ સાથે ચર્ચાઇ ચૂક્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ તબુ સાથેના સંબંધો ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, નાગાર્જુન અને તબુ લગ્ન કરવા માંગતા હતા પરંતુ નાગાર્જુન મેરિડ હોવાના કારણે તેઓ પરણી શક્યા નહોતા.આ સાથે મિત્રો તમને જણાવી દઇએ કે નાગાર્જુન ની સાથે સાથે તેનો દીકરો અક્કીનેની નાગા ચૈતન્ય પણ અભિનેતા છે. પોતાના પિતાની જેમ ચેતન્ય પણ એકદમ હેન્ડસમ તથા સ્માર્ટ છે. ચેતન એની પત્ની પણ એકદમ બોલ્ડ તથા સુંદર છે. પત્ની નું નામ સામંથા રુથ પ્રભુ છે. જે ભારતીય ફિલ્મ અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.

સામંથા રુથ પ્રભુ ટ્રક તમિલ ફિલ્મની અભિનેત્રી ની સાથે સાથે તેઓ એક મોડેલ પણ છે. સામંથા નો જન્મ 30 એપ્રિલ 1988 ની અંદર તમિલનાડુના ચેન્નાઈ સિટીની અંદર થયો હતો. તેણે પોતાના સ્કૂલનો અભ્યાસ અંજેલસ અંગ્લો ઇન્ડીયન હાયર સેકેન્ડરી સ્કૂલ ચેન્નાઈ થી પૂરો કર્યો હતો. ત્યારબાદ તેણે કોમર્સ કોલેજની ડિગ્રી પણ ચેન્નઈ માંથી લીધી હતી. તે કોલેજ સમયની અંદર બધા માંથી સૌથી ઇન્ટેલિજન્ટ છોકરી માની હતી. તેની ઇચ્છા એક તેજતર્રાર છોકરી બનવાની હતી.

દોસ્તો સામંથા એ પોતાના કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ “એ માયા ચેસવા” હતી. આ ફિલ્મની અંદર તેણે બેસ્ટ એક્ટિંગ કરી હતી જેના કારણે તેને ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેણે તેલુગુ સિનેમા મા ઘણી બધી હિટ ફિલ્મ આપેલી છે. સામંથા ના પિતાનું નામ જોસેફ પ્રભુ છે અને તેમની માતા નું નામ નીનેત્તે છે, તથા તેનો એક ભાઈ પણ છે કે જેનું નામ જોનાથન પ્રભુ છે. તમે જણાવી દઈએ કે સામંથા એ નાગાર્જુન ના દિકરા નાગા ચેતન્ય સાથે 6 ઓક્ટોબર 2017 ની અંદર લગ્ન કર્યા હતા. આ બંને ની લાઈફ એકદમ મસ્ત ચાલી રહી છે. બંને લોકો વૈવાહિક જીવનનો ખૂબ જ આનંદ મેળવી રહ્યા છે.

About bhai bhai

Check Also

પત્ની ઘરે અને પતિ જેલમાં,છતાં પતિએ આ રીતે પત્નીને કરી પ્રેગ્નેન્ટ, સમગ્ર કિસ્સો વાંચી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઇઝરાઇલની જેલમાં કેદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *