Breaking News

5 જ દિવસ માં ઘટવા લાગશે વજન,બસ ખાલી કરી લો આ ઘરેલુ ઉપચાર…

તમે છેલ્લા ઘણા સમયથી વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો અને તેના માટે તમે ઘણી વખત ડાઈટીંગ કરીને છોડી ચુક્યા છો, તો તમારી માટે આ ઘરગથ્થું ઉપાય ખરેખર ફાયદાકારક નીવડી શકે છે.આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે સજાગ બન્યા છે. વધતા વજન સામે લોકો અલગ અલગ પ્રકારની યુક્તિ અજમાવતા હોય છે. જીમ, કસરત, યોગા, એરોબીક્સ વગેરે પ્રવૃતિની સાથે સાથે રોજીંદા ખોરાક પર પણ વિશેષ ધ્યાન આપતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ હશે કે જેઓએ માત્ર થોડા સમય સુધી અમુક યુક્તીના અખતરા કર્યા હોય અને પછી તેનાથી કંટાળીને હાર માની ગયા હોય. તો તેવા લોકો માટે આ ઘરગથ્થું ઉપાય ઝડપથી ફાયદો પહોંચાડનાર સાબિત થશે.

વજન ઓછું કરવા માટે પેટની ચરબી ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયટીંગ યોગ્ય કસરત કરે છે. ઘણા લોકો દવાઓનું સેવન કરે છે પણ દવાઓનું સેવન કરવાથી તેમનો મોટાપો તો દુર થઇ જાય છે પણ થોડા સમય પછી ફરી વખત તે જાડા થઇ જાય છે. આજે અમે તમને એક એવા નુસખા વિષે જણાવીશું જેનો તમે શિયાળામાં રોજ ઉપયોગ કરીને તમારું વજન અને કમર ની ચરબી ને રાતોરાત ઓછી કરી શકો છો.

ભારતમાં જાડા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે લગભગ ૪ કરોડ ૧૦ લાખ એવા લોકો ભારતમાં રહેલા છે. જેમનું વજન સામાન્ય કરતા ઘણું વધુ છે. મોટાભાગના લોકો શરૂઆતમાં મોટાપો વધવા ઉપર ધ્યાન નથી આપતા, પણ જ્યારે મોટાપો ખુબ જ વધી જાય છે તો તેને ઘટાડવા માટે કલાકો પરસેવો વહાવતા રહે છે. મોટાપાને લીધે શરીરને ઘણી જાતની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેની સૌથી વધુ અસર પેટ અને કમર ઉપર પડે છે. મોટાપા ને લીધે પેટની ચરબી વધી જાય છે જે જોવામાં બિલકુલ ગમતી નથી.તેવામાં કુદરતી ઉપાયથી આ તકલીફ થી છુટકારો મળવી શકાય છે. આવો જાણીએ પેટ અને કમરની ચરબી ને ઓછી કરવાની રીત.

તમારે એક એવું પીણું તૈયાર કરવાનું છે, જેને તમે દિવસભર પીશો તો તમને પાંચ દિવસમાં જ તમારા વજનમાં ઘટાડો જણાશે. ઘણી વખત વધારે ડાઈટીંગ અને વજન ઘટાડવા માટે હદ્દ કરતા વધારે કસરત વગેરે પરિબળો તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. પરંતુ અહીં રજુ કરવામાં આવેલી આરોગ્યપ્રદ પીણાંની રીત અપનાવી તમે આયુર્વેદ રીતે તમારું વજન ઘટાડી શકો છો.

આરોગ્યપ્રદ પીણું બનાવવાની રીત, એક જગમાં 8 ગ્લાસ પાણી લેવું. આ સાથે જ એક ચમચી પીસેલું આદું, એક તાજી કાપેલી કાકડી, એક કાપેલું લીંબુ અને ફુદીનાનાં 12 થી 15 પાંદડાં લેવા. આ દરેક વસ્તુને સાંજે કાચના જગમાં રહેલા 8 ગ્લાસ પાણીમાં મિક્સ કરી દેવું અને બીજા દિવસ દરમિયાન આ પીણું પીવું.આ પીણાંનો સાચો અને ઝડપી ફાયદો મેળવવા માટે આ પીણું પાંચ દિવસ સુધી અવિરત પીવાનું રાખો. આ પીણું માત્ર પેટની વધારે પડતી ચરબી ઘટાડે એટલું જ નહીં પરંતુ મેટાબોલીજ્મ પણ મજબુત બનશે. આ સાથે જ આ પીણાંની કોઈ આડઅસર પણ થતી નથી.

મેથી દાણા ની કમાલ.

મોટાપો પેટની ચરબી અને કમરને ઓછી કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મેથી રાત્રે પલાળીને મૂકી દો અને સવારે ઉઠીને સૌથી પહેલા આ મેથીને ચાવીને ખાઈ લો અને વધેલું પાણી ઉપરથી પી લો. જો તમે રોજ આમ કરશો તો તમારા પેટની ચરબી ઓછી થઇ જશે અને ખુબ ઝડપથી તમારી કમર ૩૬ થી ૨૫ થઇ જશે.

જવ નું પાણી.

વજનને લગતી તકલીફોમાં આ ખુબ જ ઉપયોગી રહે છે. તેમાં એવા તત્વો મળી આવે છે. જેવું સેવન કરવાથી મોટાબેલ્જીયમ વધે છે. જવ મોટાપાને ઓછો કરવામાં ઉપયોગી થાય છે જેનાથી તમે સલીમ જેવા લાગી શકો છો.

કેવું કામ કરે છે મોટાપા ઉપર.

જવ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર નો સ્ત્રોત હોય છે. આ ગુણને લીધે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. બે લીટર પાણીમાં બે મોટી ચમચી જવ નાખીને ઉકાળો. ઉકળતી વખતે ઢાંકણું સારી રીતે ઢાંકો જેથી જૌ ના દાણા સારી રીતે પાકી જાય. જયારે આ મિશ્રણ પાણી સાથે ભળીને હળવા ગુલાબી રંગ નું પાતળું મિશ્રણ બની જાય તો સમજી લેવું કે આ પાણી પીવા માટે તૈયાર છે. તેને ગાળીને રોજ તેનું સેવન કરો. તેમાં લીંબુ, મધ અને મીઠું પણ નાખી શકો છે. ફોતરા વાળમાં વધુ ફાઈબર હોય છે અને પકાવવામાં વધુ સમય લાગે છે. ફોતરા વાળા પકાવવામાં વધુ સરળ છે. અને જવ ચણા ના લોટની રોટલી નું સેવન થી પણ પેટ અને કમર જ નહિ આખા શરીરનો મોટાપો ઓછો થઇ જશે.

જવ ના પાણીને તૈયાર કરવાની રીત તેના માટે તમે થોડા પ્રમાણમાં જવ લગભગ (૧૦૦-૨૫૦ ગ્રામ) લઇ લો અને તેને સારી રીતે સાફ કરી લો ત્યાર પછી તેને લગભગ ચાર કલાક પાણીમાં પલાળીને મૂકી દો. પછી આ પાણીના ત્રણથી ચાર કપ પાણીમાં ભેળવીને ધીમા તાપ ઉપર ઓછામાં ઓછું ૪૫ મિનીટ ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ થવા દો. જયારે તે ઠંડુ થઇ જાય તો તેને એક બોટલમાં ભરીને તેના પાણીને પીવા માટે ઉપયોગમાં લો, આ એક દિવસનો પ્રયોગ છે આ પ્રક્રિયા રોજ કરો ફાયદો થશે. મોટાપા થી પીડિત લોકો મહેરબાની કરીને જંક ફૂડ નો ત્યાગ કરી દો.

લીંબુના છોતરા અને આદુનો રસ.

કુદરતી ઉપાય માટે જરૂરી સામગ્રી પીણું બનાવવા માટે પાંચ લીંબુના છોતરા જેમાં લીંબુનો રસ ન હોય. આદુનો રસ એક ચમચી અને એક લીટર પાણી જોઈએ. લીંબુના છોતરામાં એન્ટી ઓક્સીડેંટ વધુ પ્રમાણમાં રહેલ છે અને વિટામીન ‘સી’ પણ વધુ પ્રમાણમાં રહેલ છે. છોતરા માં એવા માઈક્રો ન્યુટ્રીયંસ હોય છે જે પણ વજન ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક છે.તે બનાવવાની રીત, તે બનાવવા માટે સૌ પહેલા એક લીટર પાણીને ગરમ કરીશું. ગરમ પાણી થયા પછી તેમાં લીંબુના છોતરા નાખીશું અને તેને ૮-૧૦ મિનીટ સુધી ગરમ થવા દઈશું. ઉકળી ગયા પછી તેને બહાર કાઢી લઈશું. ત્યાર પછી તેમાં આદુનો રસ ને સારી રીતે ભેળવી લેશું. હવે આ પીણું બનીને તૈયાર થઇ ગયું.

તે સેવન કરવાની રીત, સૌથી પહેલા આ પાણી ને ગ્લાસમાં લઇ લો. એક વાત અહિયાં યાદ રાખવાની કે લીંબુના છોતરા ને બહાર કાઢવા નહી. આખો દિવસ માં એક લીટર પાણી પીવાનું છે. તે દિવસમાં ૩-૪ વખત પી શકો છો, રાત સુધીમાં આ પાણી પૂરું થઇ જવું જોઈએ. પાણી પૂરુ થઇ ગયા પછી લીંબુના છોતરા ને ફેંકી શકો છો એક મહિના સુધી આ પીણું પીવો તમને ખુબ સારો ફાયદો મળશે. તમારા પેટની ચરબીને તે દુર કરશે અને તમારું વજન પણ ઘટી જશે. આ નુસખો જરૂર ઉપયોગમાં લો.

બીજા અસરકારક કુદરતી ઉપાય અને આ વાતોનું ધ્યાન રાખો.મોટાપો ઘટાડવા માટે ખાવા પીવામાં ફેરફાર જરૂરી છે. થોડી કુદરતી વસ્તુ એવી છે, જેના સેવનથી વજન નિયંત્રિત રહે છે. તેથી જો તમે વજન ઓછું કરવા માટે ખુબ મહેનત નથી કરી શકતા તો અપનાવો અહિયાં જણાવવામાં આવેલ નાના નાના ઉપાય. તે તમારા વધતા વજનને ઓછું કરી દેશે.વધુ કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ ની પરેજી રાખો. ખાંડ, બટેટા અને ચોખા માં વધુ કાર્બોહાઈડ્રેટ હોય છે. તે ચરબી વધારે છે.માત્ર ઘઉં ના લોટની રોટલી ને બદલે સોયાબીન અને ચણા ભેળવેલ લોટની રોટલી વધુ ફાયદાકારક છે.

રોજ કોબી નું જ્યુસ પીવો. કોબીમાં ચરબી ઘટાડવાના ગુણ હોય છે. તેનાથી શરીરનું મેટાબેલ્જીયમ યોગ્ય રહે છે.પપૈયું નિયમિત રીતે ખાવ. તે દરેક સિઝનમાં મળી રહે છે. વધુ સમય સુધી પોપૈયા નું સેવનથી કમરની વધારાની ચરબી ઓછી થઇ જાય છે.દહીનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી ઘટી જાય છે. છાસ નું પણ સેવન દિવસમાં બે ત્રણ વખત કરો.પીપર નું ઝીણું ચૂર્ણ વાટીને તેને કપડાથી ચાળી લો. આ ચૂર્ણ ત્રણ ગ્રામ રોજ સવારના સમયે છાસ સાથે લેવાથી બહાર નીકળેલ પેટ અંદર થઇ જાય છે.આંબળા અને હળદર ને સરખા ભાગે વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને છાસ સાથે લો. કમર એકદમ પાતળી થઇ જશે.

મોટાપો ઓછો નથી થઇ રહ્યો તો ખાવામાં કાપેલા લીલા મરચાને ઉમેરો કરવાથી વધતા વજન ઉપર કાબુ મેળવી શકાય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ કે વજન ઓછુ કરવા માટેની ઉત્તમ રીત મરચા ખાવાનું છે. મરચામાં મળી આવતા તત્વ કેપ્સાઇસીન થી ભૂખ ઓછી થાય છે. તેનાથી શક્તિનો વપરાશ પણ વધી જાય છે, જેના લીધે વજન કન્ટ્રોલ માં રહે છે. એક ચમચી ફુદીના ના રસને મધમાં ભેળવીને લેતા રહેવાથી મોટાપો ઓછો થાય છે.શાકભાજી અને ફળ માં કેલેરી ઓછી હોય છે, તેથી તેનું સેવન વધુ પ્રમાણમાં કરો. કેળા અને ચીકુ ન ખાવ. તેનાથી મોટાપો વધે છે. ફુદીના ની ચા બનાવીને પીવાથી મોટાપો ઓછો થાય છે.

ખાવાની સાથે ટમેટા અને ડુંગળી નો સલાડ કાળા મરી અને મીઠું નાખીને ખાવ. તેનાથી શરીરને વિટામીન ‘સી’, વિટામીન ‘એ’, વીટામીન ‘કે’, આયર્ન, પોટેશિયમ, લાઈકોપીન અને લ્યુટીન મળશે. તે ભોજન પહેલા ખાવાથી પેટ જલ્દી ભરાઈ જશે અને વજન નિયંત્રિત થઇ જશે. સવારે ઉઠતા જ ૨૫૦ ગ્રામ ટમેટાનો રસ ૨-૩ મહિના સુધી પીવાથી પેટ અંદર થઇ જાય છે. એક સાથે વધુ ખાવાથી દુર રહો અને વધુ ગળ્યું ખાવાથી પણ દુર રહો. જયારે આપણે વધુ ખાવાનું ખાઈએ છીએ તો પેટ અંદર જરૂર કરતા વધુ કેલેરી લઇ લે છે તો તે આપણા પેટમાં ચરબી બનાવી દે છે જેના લીધે આપણે ને આગળ જતા મોટાપાનો સામનો કરવો પડે છે. જો તમે વહેલા માં વહેલા તમારા મોટાપાથી છુટકારો મેળવવા માગો છો તો જરૂર કરતા વધુ ભોજન ખાવાથી દુર રહો.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *