51 શક્તિપીઠ માની આ શક્તિપીઠમાં વર્ષોથી ઘી તેલ વગરજ પ્રગટે છે જ્યોત, તસવીરોમાં કરો દર્શન……

આખા ભારતવર્ષમાં કુલ ૫૧ શક્તિપીઠ છે. જેની ઉત્પત્તિની કથા એક જ છે. આ બધાં મંદિર શિવ અને શક્તિ સાથે જોડાયેલાં છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ બધા જ સ્થળો પર દેવીનાં જલેલાં અંગો પડયાં હતાં. શિવજીના શ્વસુર રાજા દક્ષે યજ્ઞનું આયોજન કર્યું જેમાં એમણે શિવ અને સતીને આમંત્રિત નાં કર્યા કારણકે એ શિવને પોતાની બરોબર નહોતાં સમજતાં!!! આ વાત સતીને બહુજ ખટકી અને એમણે ખરાબ લાગ્યું અને વગર બોલાવ્યે ત્યાં પહોંચી ગઈ.

યજ્ઞસ્થળે શિવજીનું બહુજ અપમાન કરવામાં આવ્યું જેને સતી સહન ના કરી શકી અને એ હવન કુંડમાં કુદી ગઈ !!!જયારે ભગવાન શંકર ને આવાતની ખબર પડી કે તો એ ત્યાં આવ્યાં અને સતીનાં શરીરને હવનકુંડમાંથી બહાર કાઢીને તાંડવ કરવાં લાગ્યાં!!! જેને કારણે અખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. આખાં બ્રહ્માંડને આ સંકટમાંથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ સતીનાં સરીરનાં પોતાના સુદર્શન ચક્રથી ૫૧ ભાગોમાં વહેંચી દીધાં ને જે અંગ જ્યાં પડ્યું તે જગ્યા શક્તિપીઠ બની ગઈ.

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જયારે માતા સતીના મૃતદેહ પાસે ભગવાન શિવ ત્રાડવ કરતા હતા અને તેમના ગુસ્સાને શાંત કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના 51 ટુકડા કર્યા અને 51 ટુકડાને શિવ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ફેંકવામાં આવ્યા તે તમામ શક્તિપીઠો વિવિધ નામોથી ઓળખાય છે જેમાંથી એક છે જ્વાળા દેવીનું મંદિર.આખાં ભારતવર્ષમાં જ્યાં જ્યાં માં સતીનાં અંગો પડ્યાએ બધી જ શક્તિપીઠો ગણાય છે. માં જવાલાદેવી મંદિર હિમાચલ પ્રદેશનાં કાંગડા જિલ્લામાં કાલીધાર પહાડીની વચ્ચે વસેલું છે. માં સતીનાં આ સ્થાન પર જિહ્વા (જીભ) પડી હતી.

તો ચાલો જાણીએ કે આ શક્તિપીઠનું શું છે રહસ્ય અને તેની સ્થાપના કેવી રીતે કરવામાં આવી.આ મંદિર માતાનાં અન્ય મંદિરોની અપેક્ષાએ અનોખું અને ચમત્કારિક પણ છે. અનોખું એટલા માટે છે કે આ મંદિરમાં માંની કોઈ મૂર્તિનાં રૂપમાં નહીં પણ અગ્નિ (જ્વાળા)નાં રૂપમાં પૂજાય છે અને આ સ્થાનને ચમત્કારિક એટલાં માટે કહેવામાં આવે છે કે આ સ્થાન પર અગ્નિ કોઈ તેલ કે ઘી દ્વારા નહીં પણ ચમત્કારિક રૂપ્પે પ્રજ્વલિત થાય છે. માન્યતાઓ અનુસાર આ સ્થાનની ખોજ પાંડવો દ્વારા કરવામાં આવી હતી.

જ્વાલામુખી દેવી મંદિરનું સ્થાપન:માં ભગવતીના 51 શક્તિપીઠોમાંથી એક છે જ્વાળામુખી મંદિર. વિશ્વભરમાં તેની અંખડ જ્યોતના કારણે જાણીતું છે. આ મંદિરને જોતા વાલી મંદિર તરીકે પણ ઓળખાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ સ્થાન પર માતા ભગવતીની જીભ પડી હતી અને અહીંયા માતા જ્વાલાના સ્વરૂપમાં પ્રગટેલ છે. જયારે ભગવાન શિવ ઉન્મત્ત ભૈરવ ના રૂપમાં બિરાજમાન છે. આ મંદિરનો ચમત્કાર વિશે વાત કરીએ તો અહીંયા કોઈ પણ મૂર્તિ નથી પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી 9 જ્યોત પ્રગટે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

માં જ્વાલા દેવીનું મંદિર માની બધી જ શક્તિપીઠો માં સૌથી વધારે ઉચાઈ પર સ્થિત છે. શાંતિ અને સૌંદર્યનો અદભુત અનુભવ ભક્તોને અહીં વારંવાર ખેંચી લાવે છે. માની બધીજ શક્તિપીઠોમાં અદ્ભુત શક્તિ છે !!! અને અહીંયા ભક્તોના શ્રદ્ધાભાવથી માત્ર એક નારિયેળ ચઢાવવાથી જ બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીંયા મનમાં આવેલાં અહંકાર દૂર થાય છે અને મનમાં એક પારકરની માનસિક શાંતિ અનુભવાય છે. માં ના આ ચમત્કારિક સ્થાન પર હવન કરવાથી જે પુણ્ય મળે છે એ ૧૦,૦૦૦ યજ્ઞોનાં પુણ્યની બરોબર છે.માં જ્વાલાદેવીની આ શક્તિપીઠ ઘૂમા દેવીના નામથી પણ પ્રસિદ્ધ છે !!!

આ શક્તિપીઠમાં માંને પંચોપચાર, દશોપચાર અને ષોડશોપચાર દ્વારા પૂજા સૌથી વધારે પ્રિય છે. આનાંથોળા સમય પછી જ બીજી આરતી જેને મંગલા આરતીનાં નામથી પણ ઓળખવામાં આવે છે તે થાય છે. ત્રીજી આરતી બપોરે , ચોથી આરતી સંધ્યા સમયે અને અંતિમ આરતીનો સમય રાત્રીનો ૯ વાગ્યાનો હોય છે જેને શૈય્યા આરતી પણ કહેવામાં આવે છે. અહીંયા દિવસમાં એક સમયે માં ની તાંત્રિક વિધિ દ્વારા શત્રુઓનાં નાશ માટે નવગ્રહ શાંતિ માટે ગુપ્ત ખપર પૂજા પણ કરવામાં આવે છે !!!

પ્રગટેલ જ્યોતોનું રહસ્ય:આજ સુધી કોઈએ પણ અહીંયા જે 9 જ્યોતો પ્રગટેલ છે તેના રહસ્ય વિશે જાણી નથી શક્યા. ઘણા ખગોળશાત્રીઓ દ્વારા જાણવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને ત્યાં કોઈપણ પ્રકારની જાણકારી એવી નથી મળી કે આ 9 જ્યોતો સળગે છે જેમાં ગેસ ક્યાંથી આવે છે. આ સિવાય કોઈપણ આ 9 જ્યોતોને ઠારી શક્યા.

9 જ્યોતો નહીં પણ માતાના 9 સ્વરૂપો :જ્વાલામુખી દેવી મંદિરમાં વગર તેલ અને વાટના 9 જ્યોતો સળગે છે જેમાં માતાના 9 સ્વરૂપોનું પ્રતીક હોવાનું જાણવા મળે છે. મંદિરમાં સૌથી મોટી જ્યોત સળગે છે તે માતા જ્વાલા દેવી છે અને અન્ય આઠ જ્વાલાઓના સ્વરૂપમાં માતાના વિભિન્ન સ્વરૂપો છે જેમાં માં અન્નપૂર્ણા, માં વિધ્યવાસિની, માં ચંડી દેવી, માં મહાલક્ષ્મી, માં હિંગળાજ માતા, દેવી માં સરસ્વતી, માં અંબા અને માં અંજની છે.

અંગ્રેજોએ કર્યો જ્વાલાને ઠારવાનો પ્રયાસ:માતા જ્વાળામુખી મંદિરનું નિર્માણ સૌથી પહેલા રાજા ભૂમિ ચંદ દ્વારા કરવામાં આવ્યું અને ત્યાર પછી ઈ.સ.1835માં મહારાજા રણજીત સિંહ અને રાજા સંસાર ચન્દ તેનું આગળનું નિર્માણ પૂર્ણ કરવાયું હતું. આ દરમિયાન ભારતમાં પોતાની હુકુમત કરનાર અંગ્રેજોએ જમીનની અંદરથી પ્રગટેલ આ જ્યોતોના રહસ્યને જાણવા માટે મંદિરની નીચે ખોદકામ શરૂ કર્યું અને જ્યોતોને ઠારવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કોઈપણ રીતે સફળ થયા ન હતા.

મંદિરની પૌરાણિક કથા:આ મંદિર વિશે અન્ય એક પૌરાણિક કથા એમ છે કે ભક્ત ગોરખનાથ માં જ્વાલા દેવીના મોટા ભક્ત હતા અને હમેશા તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હતા. એકવાર ભૂખ લગતા ગોરખનાથે માતાને કહ્યું માં તમે પાણી ગરમ કરીને રાખો હું ભિક્ષા માંગી લાવું છું. ત્યારથી હજુ સુધી ગોરખનાથ ભિક્ષા માંગીને પાછા નથી આવ્યા. પરંતુ એવું પણ કહેવાય છે જયારે આ કળયુગનો સમય સમાપ્ત થશે તો ગોરખનાથ પાછા આવશે અને આ પ્રગટાવેલ જ્યોતો આપો આપ ઓલવાઈ જશે.

રાજા અકબરે પણ કર્યો જ્યોતોને ઠારવાનો પ્રયાસ:મહારાજા અકબરે પણ આ મંદિરના રહસ્ય જાણવા માટે એક વાર આ મંદિરની જ્યોતોને ઠારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. આ બાદ અનેક વાર અકબરે જ્યોતોનું રહસ્ય જાણવા પ્રયત્ન કર્યા પણ તે તમામ પ્રયત્નોમાં નિષ્ફ્ળ રહ્યા.દરેક મનોકામનો થાય છે પુરી:જ્વાલામુખી માતા મંદિરમાં મનોકામનો પુરી કરવાને લઈને ધ્યાનુ ભગરની વાર્તા છે કે તેઓ પોતાની ભક્તિની સિદ્ધિ કરવા માટે માતાના દરબારમાં પોતાનું માથું કાપીને નાખે છે. માન્યતાઓ છે કે ભક્ત સાચ્ચા મનથી જે પણ માતાના દરબારમાં આવીને માંગે છે એ તમામ મનોકામનો તેઓની જરૂર પુરી થાય છે.

માં જ્વાલાદેવીની યાત્રાનો સમય આમ જોવાં જૈએને તો જવલાદેવીનાં મંદિરમાં ભક્તોની ભીડ કાયમ જ રહેતી હોય છે. પરંતુ નવરાત્રીનાં સમયમાં અને શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં અહીંયા માંના દર્શન કરવાં આવે છે. એવી માન્યતા છે કે માં પાસે માંગવામાં આવેલા અરમાનો અને આશાઓ માં અવશ્ય પૂરાં કરે છે.જયારે માંના આ ચમત્કારની સામે અકબરનો ઘમંડ થયો ચકનાચૂર આ એ સમયની વાત છે જયારે અકબરનું શાસન હતું !!! એ સમયે માં જ્વાલાદેવીનો એક પરમ ભક્ત ધ્યાનુ પોતાના મિત્રોની ટોળીસાથે માં જ્વાલાજીનાં દર્શન કરવાં જઈ રહ્યા હતાં. રસ્તામાં અકબરના સૈનિકોએ એમને રોકી દીધાં અને એમને અકબરના દરબારમા લઇ આવ્યાં. અકબરે ધ્યાનુ ભક્તને પૂછ્યુંકે તેમે બધાં ક્યા જઈ રહ્યાં છો?

આના પર ધ્યાનુએ ઉત્તર આપ્યો મહારાજ અમે બધાં માં જવાલાદેવીનાં દર્શન કરવાં જઈ રહ્યાં છીએ. અક્બર દ્વારા જ્વાલાદેવીના વિષયમાં પૂછવા પર ધ્યાનુ ભક્તે કહ્યું કે માં આ સંસારમાં બધાંની જ રક્ષા કરવાંવાળી છે !!! અને એજ સૌથી મોટી શક્તિ છે !!! ધ્યાનુ ભક્તનાં મુખેથી આવું શાંભાળીને અકબરને ઘણો જ ગુસ્સો આવ્યો અને ધ્યાનુ ભક્તનાં ઘોડાની ગરદન કપાવી નાંખી અને એને કહ્યું કે તારી માંમાં જો એટલી શક્તિ હોય તો એમણે કહેકે આ ઘોડાને જીવતો કરી .

હવે ધ્યાનુ ભક્તે માને હાથ જોડીને એવી વિનંતી કરી કે” હે માં આજ તારા ભક્તની પરીક્ષા છે જો મેં સાચાં દિલથી આપની સેવા કરી હોય તો મારી લાજ રાખી લો ધ્યાનુ ભક્તનાં આગ્રહ પર માં એ એ ઘોડાને જીવતો કરી દીધો !!! આ જોઇને અકબર અને એમનાં સૈનિક સ્તબ્ધ થઇ ગયાં. માં નો આવો ચમત્કાર જોઇને રાજા અકબર પછીથી માંના દરબારમાં સોનાનું છત્તર ચઢાવવા થોડાં અહંકાર સાથે ત્યાં પહોંચ્યો. જેવું અકબરે સોનાનું છત્તર ચઢાવ્યું …… છત્તર પોતાની જાતેજ નીચે પડી ગયું અને એક ધાતુમાં પરિવર્તિત થઇ ગયું. આજે પણ આ છત્તર માં જવાલાદેવીનાં મંદિરમાં એમ જ પડેલું છે !!!

મંદિરમાં વિશાળકાય દરવાજાઓ છે. એનો ગુંબજ સોનાની જેમ ચમકતાં ચળકાટવાળાં પદાર્થોની પ્લેટોથી બનેલો છે. મુખ્ય દ્વાર પર એક મોટો ઘંટ છે, જે નેપાળના રાજાએ ભેટ આપેલો છે !!! પૂજા માટે મંદિરનો અંદરનો હિસ્સો ચૌકોર બનાવ્યો છે. પ્રાંગણમાં એક ચટ્ટાન છે, જે દેવી મહાકાલીનાં ઉગ્ર મુખનું પ્રતિક છે. દ્વાર પર બે સિંહ બિરાજ માન છે. રાત્રે સુતાં પહેલાં કરવામાં આવતી આરતીનું વિશેષ મહત્વ છે. આ આરતી સૌથી જુદી જ છે.

જ્વાલામુખી મંદિરને જોટાવાલી દેવીનું મંદિર અને નગરકોટ પણ કહેવામા આવે છે. જ્વાલામુખી મંદિરને શોધવાનું શ્રેય પાંડવોને જાય છે. એમનાં દ્વારા જ આ પવિત્ર ધાર્મિક સ્થળની શોધ થઇ હતી !!!દેવ ઉતપતિદુર્ગા સપ્તશતી અને દેવી મહાત્મ્ય અનુસાર દેવતાઓ અને અસૂરો વચ્ચે સો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. આ યુધ્ધમાં અસુર સેના વિજયી થઇ હતી. અસુર રાજ મહિષાસુર સ્વર્ગણો રાજા બની ગયો અને દેવતા સામાન્ય માણસની જેમ ધરતી પર વિચલણ કરવાં લાગ્યાં તથા પરાજિત દેવતા બ્રહ્માજીની સાથે શિવજી અને વિષ્ણુજીની પાસે ગયાં આખી કથા એમણે સંભળાવી !!!

આ સાંભળીને ભગવાન વિષ્ણુજી અને ભગવાન શિવજીને બહુજ ક્રોધ આવ્યો. આ કોધને કારણે વિષ્ણુજી અને શિવજી નાં શરીરમાંથી એક -એક તેજ ઉત્પન્ન થયું !!! ભગવાન શંકરના તેજથી એ દેવી નું મુખ, વિષ્ણુના તેજથી એ દેવીની ભુજાઓ, બ્રહ્માના તેજ થી ચરણ તથા યમરાજનાં તેજથી વાળ, ઇન્દ્રના તેજથી કટિ પ્રદેશ તથા અન્ય દેવતાઓનાં તેજ થી એ દેવીનું શરીર બન્યું !!!

પછી હિમાલયે સિંહ, ભગવાન વિષ્ણુએ કમળ, ઇન્દ્રએ ઘંટ તથા સમુદ્રએ ક્યારેય ગંદીનાથાય એવી માળા આપી. ત્યારે બદ્ધા દેવતાઓએ ભેગાં મળીને દેવની આરાધના કરી. જેથી દેવીએ પ્રસન્ન થઈને દેવતાઓને વરદાન આપ્યું અને કહ્યું કે —- ” હું તમારી રક્ષા અવશ્ય કરીશ !!!” આનાં ફળસ્વરૂપે દેવીએ મહિષાસુરની સાથે યુદ્ધનો પ્રારંભ કરી દીધો. જેમાં દેવીનો વિજય થયો !!! અને ત્યારથીજ એદેવીનું નામ મહિષાસુર મર્દિની પડી ગયું !!!

જ્વાલામુખી મંદિરનો ઈતિહાસ જવાલામુખી મંદિરનો ઈતિહાસ બહુજ પ્રાચીન છે. આ સ્થાનને પહેલીવાર એક ગાય પાલકે જોયું હતું. એ પોતાની ગાયનો પીછો કરતાં કરતાં આ સ્થાન સુધી પહોંચ્યો. એની પાછળનું કારણ એ હતું કે એની ગાય દૂધ નહોતી આપતી. એ પોતાનું બધું જ દૂધ પવિત્ર જ્વાલામુખી માં એક દિવ્ય કન્યાને પીવડાવતી હતી. એણે આ દ્રશ્ય પોતાની આંખોથી જોયું અને ત્યાના રાજાને કહ્યું. રાજાએ સત્યની જાંચ કરવાં પોતાનાં સિપાહીઓને મોકલ્યાં!!! સિપાહીઓએ પણ અનાજારો પોતાની આંખોએ નિહાળ્યો. એમણે પણ સારી વાત રાજાને કરી અને સત્યની જાંચ પશ્ચાત રાજા દ્વારા આ સ્થાન પર મંદિરનું નિર્માણ કરાવ્યું.

મહત્વ જ્વાલામુખી મંદિરની પૂજા નિયમિત રૂપે પુજારી દ્વારા કરવામાં આવે છે. વર્તમાનમાં અહીંયા ૧૨ પુજારી આ મદિરમાં નિયમિત પૂજા કરવાંમાં શામિલ છે. મંદિરથી ૧ કિલોમીટર દૂર જ અસલુખી ગુફા સ્થિત છે. એવું કહેવાય છે કે પહેલાં આ ગુફાનાં ત્રણ દ્વાર હતાં. પરંતુ વર્તમાનમાં આ ગુફા પાણાથી ભરાઈ ગયું છે એટલાં માટે એક જ દ્વાર ખુલ્લું છે .

જેમાં દેવી પૂજા નહિ પણ જવાલાપૂજાનું મહત્વ હિમાચલ એટલે આમેય અતિ સુંદર અને નયનરમ્ય સ્થાનો એમાં પણ આવું ચમત્કારિક અને અદ્ભુત મંદિર એમાંય પછી શક્તિપીઠ !!! એટલે એનું મહત્વ અને વાતાવરણ તો મનોહર જ હોય ને નેસર્ગિક વાતાવરમાં કુદરતને ખોળે માંના આશીર્વાદ લેવા જવાનું તો દરેકનું મન થાય જ ને . દરેક શક્તિપીઠનું એક અલગ જ મહત્વ હોય છે અને એની એક નિરાળી જ વિશેષતા હોય છે. આ મંદિર ભારતની સૌથી ઊંચામાં ઉંચી શક્તિપીઠ છે કારણકે તે હિમાલયમાં આવેલું છે !!! આવાં અદ્ભુત અને ચમત્કારિક મંદિરનાં દર્શનનો લાભ કોઈએ પણ ના ચુકવો જોઈએ.

Leave a Comment