Breaking News

7 દિવસમાં પગમાં થયેલી કપાસી (કણી)ની સમસ્યાથી મળશે છૂટકારો,બસ ખાલી કરો આ કામ….

‘CORN’ એટલે કે કણી એ ખૂબ જ દુખાવો કરતી મુખ્યત્વે પગના તળિયે થતી સમસ્યા છે. ચામડીમાં કોઇપણ સ્થાને તે થઇ શકે છે. લાંબા સમયથી ઘર્ષણ થાય તે સ્થાને ચામડી સખત અને જાડી બની જવાથી કણી બને છે. કઠણ તળિયાવાળાં ચંપલ કે બૂટ કે સેન્ડલ પહેરવાથી કણીઓ થાય છે. કણીઓ હંમેશાં પીડાદાયક નથી હોતી.જેમને કણી થઇ હોય તેમણે કઠણ તળિયાવાળાં પગખરાંને સ્થાને નરમ તળિયાવાળાં ચંપલ કે સ્લીપર કે બૂટ પહેરવા જોઇએ અથવા ચંપલમાં ગાદી કે રૂ મૂકવું જોઇએ. પગને ગરમ પાણીનો શેક આપવો જોઇએ. કેટલીક વાર રેતીનો શેક પણ ઉપયોગી થાય છે. કણીને કાપવી જોઇએ નહીં તેમ કરવાથી ઇજા થવાની સંભાવના રહે છે.હોમિયોપથીમાં કણી માટે વિવિધ પ્રકારની દવાઓ છે. એનીમ ક્રુડ, સીલીસીયા, કોસ્ટિકસ, લાયકોપોડિયમ, નાઇટ્રિક એસિડ એમોનિયમ કાર્બ વગેરે અગત્યની દવાઓ છે. આ દવાઓ દર્દીના શારીરિક અને માનસિક લક્ષણોને જાણ્યા પછી દર્દીની પ્રકૃતિ પ્રમાણે આપવામાં આવે છે. તેનાથી દર્દીને દુખાવો ઘટે છે.

અને વારંવાર થતી કણીની સમસ્યાથી છુટકારો મળે છે. કણીની જગ્યાએ અલગ અલગ દર્દીમાં અલગ અલગ પ્રકારના દુખાવા થતા હોય છે. જેમ કે બળતરા થવી, ખેંચાતું હોય, સોજા જેવું લાગતું હોય, લબકારા મારતા હોય, કાંટા ભોંકાતા હોય, ડંખ વાગતો હોય વગેરે આવા દુખાવાના પ્રકાર પ્રમાણે પણ હોમિયોપથીમાં વિવિધ દવાઓ આપવામાં આવી હોય છે. હાથમાં કે પગમાં કઇ જગ્યાએ કણી થઇ છે એ પણ જાણવું ખૂબ જરૂરી હોય છે. આવી સૂક્ષ્મ બાબતો હોમિયોપથીક દવા નક્કી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે

ઊંચા લોહીના ગ્લુકોઝવાળા અને પગમાં ઓછા લોહીના પરિભ્રમણવાળા દર્દીને ચેપ લાગવાનો ભય વધુ હોય છે.આની સારવાર પણ કઠિન બને છે.રૂઝ આવતા વાર લાગે છે. આથી આની સારવાર જેટલી જલ્દી થાય તેટલું મહત્વનું છેતમારા પગ જીંદગીભર માટે છે તેની પણ ચહેરાની જેમ માવજત રાખો. ડાયાબિટીસમાં પગની સમસ્યા ખુબ સામાન્ય છે. ડાયાબિટીસનો દર્દીઓમાં ૬૦ % દર્દીઓને પગની તકલીફો થતી હોય છે જેમાં પગની તકલીફો થતી હોય છે, જેમાં પગમાં ઝણઝણાટી થવી, ખાલી ચઢી જવી, તળીયામાં બળતરા થવી, પગના તળીયામાં રૂ ની ગાદી હોય તેવું લાગવું.

લોહી માં સુગરનું વધુ પ્રમાણ લાંબા ગાળે આ સમસ્યા સર્જે છે.કેટલીક વખત પગની તકલીફ ના કારણે દર્દીને અંગુઠો, આગળીઓ તેમજ પગ કપાવવાનો વારો આવે છે જે અત્યંત ખર્ચાળ તેમજ લાંબાગાળા સુધી હોસ્પીટલ માં રહેવું પડે છે. ન્યુરોપથી :- પગમાં ચાંદુ પડવું ( અલ્સર ) થવાનું આ એક પરિબળ છે. આમાં દર્દીની સંવેદન શકિત ખુબ ઓછી થઈ જાય છે. જ્ઞાનતંતુ પર અસ રનાં કારણે ગરમી, ઠંડીની અસર જણાતી નથી. આથી પગમાં કાપો, ચીરો, વાગે, ફોલ્લી પડે કે નાની મોટી ઈજા થાય તો જાણ થતી નથી, કેટલીક વખતે પગમાંથી ચંપલ નીકળી જાય તો પણ દર્દીને ખબર પડતી નથી આના કારણે કેટલીક વખતે પગમાં ચાંદુ પડી જાય છે. જો આ નાની મોટી ઈજાને ગણકારવામાં ન આવે તો કેટલીક વખત ચાંદુ રૂઝાતુ નથી તેના કારણે પગ કપાવવો પડે છે.

પગની ડીફોર્મિટી:-આમાં પગમાં કણી,કપાસી,તેમજ પગના પંજાનો આકાર બદલાઈ જાય છે.લોહીનો પ્રવાહ ઓછો થઈ જવો- લોહીનો પ્રવાહ પુરતો ના હોવાના કારણે પગમાં ઘા રૂઝાતા વાર લાગે છે.તેથી નાનો ચેપ પણ ગંભીર બની શકે છે.દર્દી ધુમપાન કરતો હોય તો તકલીફ વધી જાય છે.જ્યારે આ સમસ્યાનો સમય રહેતા ઇલાજ ન કરાવ્યો તો તમારે ઓપરેશન કરાવવું પડે છે. જોકે, કેટલાક લોકો માર્કેટમાં મળનારા ફુટ કોર્ન બેન્ડનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ખાસ ફરક જોવા મળતો નથી એવામાં આજે અમે તમને કેટલાક નેચરલ ઉપાય જણાવીશું. જેનાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવની શકો છો.

પગમાં કપાસી થવાના કારણ પગની યોગ્ય રીતે સાચવણી ન કરવી ખરાબ રીતે ચાલવાની આદત લાંબા સમય સુધી હાઇ હીલ્સના ફૂટવેર પહેરવા વધારે સમય ઉભા રહેવું વધતું વજન.જાણો કપાસી દૂર કરવાના ઘરેલુ નુસખાલસણએક પેનમાં 2-3 ટીપી ઘી ઉમેરો અને પછી તેમા લસણ ઉમેરી સાંતળી લો. હવે તેને કપાસી પર રાખી પટ્ટીથી કવર કરી લો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી તમને આરામ ન મળે. બેકિંગ સોડાએક બાઉલમાં 3 ચમચી બેકિંગ સોડા, એક ચમચી પાણી મિક્સ રો. તેને 15-20 મિનિટ ફૂટ કોર્ન્સ પર લગાવો અને પાણીથી ધોઇ લો તમે પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને પગ ડૂબાડી શકો છો. આ નુસખો ફૂટ કોર્ન્સ દૂર કરવાની સાથે ડેડ સ્કિન સેલ્સ નિકાળવામાં મદદ કરે છે.

વિનેગરગરમ પાણીમાં એક કપ વિનેગર ઉમેરીને તેમા 15 મિનિટ સુધી પગ ડૂબાડીને રાખો તે બાદ પગને ટુવાલથી સાફ કરી લો જૈતુન કે એરંડાના તેલથી માલિશ કરો પછી એક કપડાને વિનેગરમાં ડૂબાડીને કપાસી પર બાંધી દો તેને આખી રાત માટે રાખી મૂરો. રોજ આ ઉપાય કરવાથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.હળદરની પેસ્ટનવશેકા ગરમ સરસિયાના તેલમાં હળદર પાવડર મિક્સ કરીને ફુટ કોર્ન્સ્ પર લગાવો અને પટ્ટીથી કવર કરી લો તેને આખી રાત માટે રાખી મૂકો અને સવારે પાણીથી સાફ કરી સો. રોજ આવું કરવાથી તમને રાહત મળશે.

મુલેઠીકપાસીનો ઇલાજ કરવા માટે મુલેઠી કોઇ ઔષધીથી ઓછી નથી. એક ચચમી મુલેઠીમાં સરસિયું મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા કપાસી પર લગાવીને પટ્ટી બાંધી લે. ત્યાર પછી સવારે ઉઠીને નવશેકા પાણીથી પગ ધોઇ લો. થોડાક દિવસ સુધી આ ઉપાય કરવાથી આ સમસ્યાથી રાહત મળશે.ટી ટ્રી ઓઇલટી ટ્રી ઓઇલમાં રહેલા એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ કપાસીને સારી કરી દે છે. એક રૂ લો અને તેમા ટી ટ્રી ઓઇલના 3-4 ટીંપા ઉમેરી લો અને ત્યાર પછી તેને કપાસી પર લગાવી લો. આખી રાત તેને લગાવી રાખો ત્યાર પછી પગ ધોઇ લો.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *