Breaking News

99 ટકા તમને નહીં ખબર હોય વૈકુંડ ધામ ક્યાં આવલે છે અને તે કેવી છે,જાણો એનું સૌથી મોટું રહસ્ય….

આપણે ત્યાં લોકોને મોઢે ઘણીવાર સાંભળ્યું જ હશે કે આજે તો હું વૈકુંઠમાં હોઉં તેવો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આપણે એ જાણીએ નવાઈ લાગશે કે ધરતીમાં કોઈપણ સુખ કરતા વૈકુંઠના સુખ અનેકગણા બમણા છે. તેના વિશે જાણવા માટે આપણે અનેક જન્મો લેવા પડે.હિન્દુ ધર્મ માન્યતાઓમાં વૈકુંઠ જગતપાલક ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી પુણ્ય, સુખ અને શાંતિનું લોક છે. એવું માનવામાં આવે છે કે આ લોક દેવપુરુષ, મહાત્મા, ગુણી અને સજ્જનોના સતકર્મોથી પ્રાપ્ત થાય છે. તો ધર્મની દ્રષ્ટિએ વૈકુંઠનો અર્થ ગાઢ છે જે સામાન્ય વ્યક્તિને પણ રહેવા અને જીવવાનો સાર્થક સંદેશ અને પ્રેરણા આપે છે.હિંદુ ધર્મ અનુસાર કૈલાસ પર મહાદેવ, બ્રહ્મલોક માં બ્રહ્માજી રહે છે. તેવી જ રીતે ભગવાન વિષ્ણુનું નિવાસ્થાન વૈકુઠ જણાવેલ છે. વૈકુઠ ધામણી સ્થિતિ ત્રણ જગ્યાએ દર્શાવેલી છે. ધરતી પર, સમુદ્રમાં અને સ્વર્ગની ઉપર. વૈકુઠ ધામને વિષ્ણુલોક અને વૈકુઠ સાગર પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પછી તેને ગૌ લોક પણ કહેવામાં આવ્યું છે.

આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. તેમાંથી કળયુગ હાલ ચાલી રહ્યો છે. દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા હતા અને શ્રીકૃષ્ણ વૈકુંઠ જતા રહ્યા હતા, જે તેઓનું ધામ છે. જ્યારે શ્રીકૃષ્ણ વૈકુંઠ જતા રહ્યા હતા, ત્યારે અર્જુન યુદ્ધ હારવા લાગ્યા હતા. પાંડવોને સતત હાર મળી રહી હતી અને તેનાથી પાંડવો બહુ જ દુખી હતા. ત્યારે યુધિષ્ઠિરે અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા હતા. પછી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પોતાની પત્ની દ્રૌપદી સાથે યાત્રા પર હિમાલયની તરફ જતા રહ્યા હતા. આ યાત્રામાં પાંડવો અને દ્રૌપદીનો અંત થયો હતો અને માત્ર યુધિષ્ઠિર જ એવા હતા, જે સશરીર સ્વર્ગ પહોંચ્યા હતા.

 

જ્યારે શ્રીકૃષ્ણ જતા રહ્યા હતા, ત્યારે ધરતી પર કળિયુગનું આગમન થયું હતું. પરંતુ રાજા પરીક્ષિતે તેઓને યુદ્ધમાં પરાસ્ત કર્યાં હતા. પરંતુ કળિયુગે ધરતી પર સ્થાન મેળવવા માટે પ્રાર્થના કરી હતી. તેના પર રાજા પરીક્ષિતે કળિયુગને જુગાર, હિંસા, વ્યાભિચાર અને દારૂવાળું સ્થાન આપ્યું હતું. કળિયુગે ફરીથી એક સ્થાન માંગ્યું. આ વખતે પરીક્ષિતે કળિયુગને સોનામાં રહેવાનું સ્થાન આપ્યું હતું. કહેવાય છે કે, જે લોકો ઉપરોક્ત તમામ બાબતો જુગાર, હિંસા, વ્યભિચાર, દારૂ અને સોનાનો ત્યાગ કરે છે તેમના પર કળિયુગ હાવી થતો નથી. એમ પણ કહેવાય છે કે, કળિયુગની વધુ એક મહિમા છે. શુભ ફળની પ્રાપ્તિ માટે આ યુગમાં માત્ર ભગવાનનું નામ યાદ કરવું અને જપવુ એકમાત્ર ઉપાય છે. દાન કરવું પણ કળિયુગમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કળિયુગમાં શ્રીમદ ભગવદ ગીતાનું પણ બહુ જ મહત્વ છે. જ્યારે શ્રીકૃષ્ણ પોતાના ધામ પરત ફરવાના હતા, તે પહેલા તેઓએ અક્રુર સાથે વાત કરી હતી. તે સમયે અક્રુરે શ્રીકૃષ્ણને હાથ જોડીને પ્રાર્થાના કરી હતી કે, જો તેઓ જતા રહ્યા તો કળિયુગનો પ્રભાવ બહુ જ વધી જશે. લોકો ખોટા રસ્તા પર જતા રહેશે અને અધર્મની તરફ વધશે. ત્યારે શ્રીકૃષ્ણએ અક્રુરને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો હતો. શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, આ પૃથ્વી પર હું આ ભાગવતના સ્વરૂપમાં નિવાસ કરીશ. જો કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતનો પાઠ કરે, તેના ઉપદેશોનુ વિધિવત પાલન કરે છે, તો તમામ તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે.

પહેલું વૈકુઠ ધામ.

ધરતી પર બદ્રીનાથ, જગન્નાથ, અને દ્વારકા પૂરીને પણ વૈકુઠ ધામ કહેવામાં આવે છે. ચારે ધામમાં સર્વ શ્રેષ્ઠ હિન્દુઓનું સૌથી પવિત્ર તીર્થ સ્થાન બદ્રીનાથ, નર અને નારાયણ પર્વત શ્રુંખલાઓ થી ઘેરાયેલ, અલકનંદા નદીની ડાબી બાજુ નીલકંઠ પર્વત શૃંખલામાં સ્થિત છે. ભારતની ઉત્તરમાં સ્થિત આ મંદિરને ભગવાન વિષ્ણુનો દરબાર માનવામાં આવે છે. અહી સનાતન ધર્મના સર્વ શ્રેષ્ઠ આરાધ્ય દેવ શ્રી બદ્રીનારાયણ ભગવાનના ૫ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિષ્ણુના આ પાચ રૂપોને પાંચ બદ્રીના નામથી ઓળખવામાં આવે છે.

બીજું વૈકુઠ ધામ.

બીજા વૈકુઠ ણી સ્થિતિ ધરતીની બહાર જણાવેલી છે. તેને બ્રહ્માંડની બહાર અને ત્રણેય લોક ણી ઉપર દર્શાવેલ છે. આ ધામ દેખાય છે એટલી પ્રકૃતિ કરતા ૩ ગણું મોટું છે. અને તેની દેખરેખ માટે ભગવાનના ૯૬ કરોડ પાર્ષદ તૈનાત છે. આપણી પ્રકૃતિથી મુક્ત થતા દરેક જીવાત્મા એ જ પરમધામમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મણી સાથે પ્રવેશ કરે છે. ત્યાંથી જીવાત્મા ક્યારેય પરત નથી આવતી. અહી ભગવાન વિષ્ણુ તેની ચાર પટરાણીઓ સાથે નિવાસ કરે છે.

ત્રીજું વૈકુઠ ધામ.

ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકા પછી એક બીજું પણ નગર વસાવ્યું હતું જેણે વૈકુઠ કહેવાય છે. કેટલાક ઈતિહાસકારો ના જણાવ્યા મુજબ અરાવલીની પહાડી શ્રુંખલા પર વૈકુઠ ધામ વસાવેલું હતું. ત્યાં ઇન્સાન નહિ ફક્ત સાધકો જ રહેતા હતા. ભૂ-શસ્ત્ર અનુસાર ભારતનો સૌથી પ્રાચીન પર્વત અરાવલી પર્વત છે. માનવામાં આવે છે કે અહી શ્રી કૃષ્ણએ વૈકુઠ નગરી વસાવી હતી.

આધ્યાત્મની દ્રષ્ટિએ વૈકુંઠ ધામ મની અવસ્થા છે. વૈકુંઠ કોઈ સ્થાન ન હોઈ આધ્યાત્મિક અનુભૂતિની ધરાતલ છે. જે રીતે વૈકુંઠ ધામ જવું હોય તેમની માટે જ્ઞાન જ આશાનું કિરણ છે. તેનાથી તે ઈશ્વરના સ્વરૂપ સાથે એકાકાર થઈ જાય છે. પરંતુ જેની ભીતર પરમ જ્ઞાન છે, ભગવાનની પ્રત્યે અનન્ય ભક્તિ જ છે તે જ વૈકુંઠ પહોંચી શકે છે.તો બીજી તરફ માનવીય જિંદગી માટે વૈકુંઠની સાર્થકતા શોધીએતો વૈકુંઠનો શાબ્દિક અર્થ છે- જ્યાં કુંઠા ન હોય. કુંઠા અર્થાત્ નિષ્ક્રિયતા, અકર્મણ્યતા, નિરાશા, હતાશા, આળસ અને દરિદ્રતા. તેનો અર્થ છે કે વૈકુંઠ ધામ એવું સ્થાન છે જ્યાં કર્મહીનતા જ નહીં નિષ્ક્રિયતા નથી. વ્યાવહારિક જીવનમાં પણ જે સ્થાન ઉપર નિષ્ક્રિયતા નથી હોતી તે સ્થાન ઉપર રોનક હોય છે. તે જગ્યાએ ખુશીઓ રોશની રહે છે. પછી તે પરિવાર, સમાજ હોય કે રાષ્ટ્ર.એ જરીતે વૈકુંઠનું રહસ્ય એ છેકે જો વ્યક્તિ મનથી વ્યગ્ર થઈને સારા કામ કરતો રહે છે અને જીવન પસાર કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ, સૂકુન, ખુશીઓ, દોલત અને સમૃદ્ધિના રૂપમાં વૈકુંઠ મળે છે.એ જ રીતે સ્પષ્ટ છે કે વૈકુંઠનો એ રસ્તો વ્યક્તિની સામે હોય છે. એટલા માટે ત્યાં સુધી જવા અને રહેવાનો નિર્ણય પણ દરેક વ્યક્તિએ જાતે જ કરવાનો હોય છે.

About Admin

Check Also

આ નાનો વ્યક્તિ નથી મહિલાનો દીકરો પરંતુ છે તેનો પતિ,જુઓ તસવીરો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યારે આપણને કોઈની સાથે સાચો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *