19 વર્ષના યુવકને પાછળથી પુરપાટ ઝડપે આવતી કારે લગાવી જબરદસ્ત ટક્કર – યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

0
145

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે બાડમેર જિલ્લાના ધોરીમાન્ના બછદૌ ગામમાં પગપાળા જય રહેલા એક યુવકને પાછળથી પુરપાટ ઝડપે આવતી એક કાર્ય જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તો આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કારને જપ્ત કરી લીધી હતી. અકસ્માતની ઘટના બની ત્યાર બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બની ત્યારે યુવક ઘરનો સામાન લેવા માટે જઈ રહ્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સોમવારના રોજ લગભગ સાતથી આઠ વાગ્યાની વચ્ચે બની હતી. 17 વર્ષીય ખેમારામ નામનો યુવક પગપાળા ઘરનો સામાન લેવા જઈ રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર બાડમેરમાં પાછળથી આવતી એક કારે ખેમારામને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ કરાયા બાદ યુવકનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.