3 મહિનાની ગર્ભવતી મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરતા પહેલા પપ્પાને ફોન કરીને કહ્યું હતું કે….

0
36

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાના દિવસે ને દિવસે વધી રહી છે. ઘણા લોકો કોઇના કોઇ કારણોથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે જોધપુરમાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાનો આરોપ છે કે, પુત્રીએ પોતાનો જીવ ટૂંકો કર્યો તે પહેલા મને ફોન કર્યો હતો.

તે કહેતી હતી કે પપ્પા મને બચાવો. આ લોકો મારો જીવ લઇ લે છે. અને બીજા દિવસે સાસરિયામાંથી ફોન આવ્યો કે, દીકરીએ પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. પિતાનું કહેવું છે કે મારી દીકરીનો જીવ લઈને, તેના મૃતદેહને લટકાવી દેવામાં આવ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઇને દીકરીના પરિવારે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. પરંતુ આ મામલે કોઈ પણ કાર્યવાહી થઈ નહીં. આખરે પરિવારજનોએ મંગળવારે એક NGO દ્વારા એસપી પાસે પહોંચીને કાર્યવાહીની માંગ કરી હતી.

મૃત્યુ પામે યુવતીનું નામ નર્મદા હતું તેની ઉંમર 24 વર્ષની હતી. તેના લગ્ન 2018માં 29 વર્ષીય જગમાલ સાથે થયા હતા. દીકરીના પિતાએ કહ્યું કે, 13 ફેબ્રુઆરીએ દીકરીનો ફોન આવ્યો હતો. તે ફોન પર રડી રહી હતી. તે રડતાં રડતાં કહી રહી હતી કે, આ લોક મારો જીવ લઇ લેશે.

મને અહીંથી લઇ જાવ. અને બીજા દિવસે મારી દીકરીએ પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાનો આરોપ છે કે, સાસરીયા પક્ષ મારી દીકરીને દહેજ માટે હેરાન કરતું હતું. તે માટે મારી દીકરીની ધુલાઇ પણ કરી હતી.

મારી દીકરી ત્રણ મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ સાસરિયાંઓ તેને ત્રણ આપતા હતા. સમગ્ર ઘટનાને લઇને યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, સાસરીયાઓએ મારી દીકરીનો જીવ લઇ લીધો અને ત્યારબાદ તેને લટકાવી દીધી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.