માત્ર 300 રૂપિયા માટે 6 વર્ષના બાળકનો ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના

0
35

ઉત્તર પ્રદેશમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 6 વર્ષના બાળકનું પેટ વડે ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર બાળકનો દોસ્ત એટલો જ હતો કે તે પરિવારનો એક સભ્ય હતો. જેણે દબંગ યુવક પાસેથી મંજૂરી તરીકે 300 રૂપિયાની માંગણી કરી હતી.

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ મોડી સાંજે માસૂમ બાળક અચાનક ગાયબ થઈ ગયો હતો. બાળક ગાયબ થયા બાદ પરિવારજનોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્યારે મળતી માહિતી અનુસાર સવારે છ વર્ષના બાળકનો મૃતદેહ ઘર પાસેના એક ખેતરમાંથી મળી આવ્યું હતું. આ ઘટનાના કારણે ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલા બાળકનું નામ સાહાનબાઝ હતું. બાળકના પિતાએ જણાવ્યું કે સાંજે છ વાગ્યે સાહાનબાઝ ગુમ થઈ ગયો હતો. જેને લઇને અમે આ ઘટનાની જાણ પોલીસને પણ કરી હતી.

મળતી માહિતી અનુસાર આરોપીએ બાળકને ગળામાં પેન્ટનો ફાંસો બાંધીને તેનો જીવ લઇ લીધો હતો. અને ત્યારબાદ બાળકનો મૃતદેહ ઘરની નજીક એક ખેતરમાં ફેંકી દીધું હતું. ઘટનાના પગલે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

સમગ્ર ઘટનાને લઇને બાળકના પિતાએ જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા ગામના જ દબંગ પાસેથી 300 રૂપિયા વેતનની માંગણી પર વિવાદ થયો હતો. ત્યારે દબંગ યુવકે અમારી ધોલાઈ કરી હતી. આ ઘટના બન્યા બાદ બુધવારે પુત્ર ગાયબ થઈ ગયો હતો.

અને ગુરુવારના રોજ સવારે તેનો મૃતદેહ મળી આવ્યું હતું. ઘટના બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યાર બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.