સોના ચાંદીની કિમંત માં મોટો ઘટાડો,ફટાફટ જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

0
26

સોના ચાંદીની કિંમતમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનામાં 1.22 ટકા અને ચાંદીમાં 1.38 ટકાનો કડાકો બોલી ગયો હતો. બીજી તરફ ભારતીય શેરબજાર પણ આજે મોટા ઘટાડા સાથે ખુલ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી સોના અને ચાંદીની કિંમતમાં ઉતાર ચઢાણ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીમાં કડાકા સાથે જ સોનાની કિંમત 48500 રૂપિયાથી નીચે સરકી ગઈ છે જ્યારે ચાંદી ની કિંમત પણ 65000 રૂપિયાથી નીચે આવી ગઈ છે.

આજે સવારે 09:24 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરી વાયદા સોનામાં 1.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.સોનું આજે પ્રતી 10 ગ્રામ 595 રૂપિયા તૂટીને 48256 પર ટ્રેડ થઈ રહ્યુ હતું.ચાંદીની વાત કરીએ તો માર્ચ વાયદા ચાંદીમાં 1.38 ટકાનો કડાકો બોલી ગયો હતો.

ચાંદી પ્રતિ કિલોગ્રામ 887 રૂપિયા ઘટીને 63184 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યુ હતુ.ઓગસ્ટ 2020 દરમિયાન સોનું એમસીએક્સ પર પ્રતી 10 ગ્રામ 56200 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું હતું.એ પ્રમાણે જોઈએ તો સોનું હાલ 7944 રૂપિયા સસ્તું મળી રહ્યુ છે.

24 કેરેટ સોનાના આભૂષણો માં 999 લખ્યું હોય છે,જયારે 23 કેરેટ સોના પર 958,22 કેરેટ પર 916,21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે.24 કેરેટ સોનું લગભગ 99.9 ટકા શુદ્ધ હોય છે.

22 કેરેટ સોનામાં અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભુષણો તૈયાર કરવામાં આવે છે સામાન્ય રીતે ચોવીસ કેરેટ શુદ્ધ સોનાનાં આભૂષણો બનતા નથી.આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમર્કિંગ થાય છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.