હવે તો મજા મજા! લીંબુના ભાવ માં થયો મોટો ઘટાડો,જાણી લો નવા લીંબુ ના ભાવ

0
1406

ગરમીથી બચવા માટે સૌથી વધારે લીંબુનું પાણી સારું સાબિત થતું હોય છે. ઉનાળામાં લીંબુનું પાણી તો છોડો લીંબુ જોવા પણ દુષ્કર બન્યા છે. લીંબુના ભાવ ને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે લીંબુનું ઉત્પાદન કરતા જિલ્લાઓમાં લીંબુના ભાવમાં ઘટાડો થયો છે.

ઉનાળાની શરૂઆતથી લીંબુની માગમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે રાજ્યમાં લીંબુ ના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો મહત્વનું સ્થાન ધરાવે છે.ચાલુ વર્ષે વાતાવરણમાં અનિયમિતતાના કારણે જિલ્લામાં લીંબુના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે લીંબુના ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચ્યા હતા અને અત્યાર ની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાંથી લીંબુની આવક શરૂ થતાં હાલમાં લીંબુ ના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હોલસેલ માર્કેટમાં 110 થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અને રીટેલમાં 130 થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવ હોવાનું મહેસાણા માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું.જીરૂ વરીયાળી ની જેમ લીંબુના ઉત્પાદનમાં પણ ઉત્તર ગુજરાત નો દબ દબો છે.

લીંબુ ના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લા સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવે છે તો બીજા નંબરે ભાવનગર આવે છે. મહેસાણાના લીંબુની નિકાસ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય પ્રદેશોમાં થાય છે. મહેસાણા જિલ્લાની 30% ખેતી માત્ર લીંબુ પર થાય છે.

લીંબુના ભાવ વધારા નું સૌથી મોટું કારણ લીંબુ ની અછત છે. કાર્ય પવન અને ગરમીના કારણે લીંબુ ઝાડ પરથી નીચે પડી રહ્યા છે જેના કારણે ઉત્પાદન પર અસર થાય છે. તેના કારણે લીંબુ ભાવ વધારા નું મોટું કારણ બન્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જોકે આ વર્ષે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.