ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી,જાણો વિગતે

0
923

ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા ન હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી પરંતુ પવન ની પેટન સાનુકૂળ ન હોવાના કારણે કેરળમાં ચોમાસુ 48 કલાક માં જ સત્તાવાર રીતે બેસી જશે તો ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસુ બેસવાની કોઈ શક્યતા નથી.

આપને જણાવી દઇએ કે કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની ગતી ધીમી રહેશે. એટલું જ નહીં રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતા વહેલું ચોમાસું બેસે તેવા હાલમાં કોઇ સંજોગ નથી તો આ તરફ ગરમીનો પારો ફરી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દક્ષિણ-પશ્ચિમ પવન વચ્ચે રાજ્યમાં 3 શહેરોમાં ગરમીનો પારો 40 દિલ્હી થી વધુ નોંધાયો હતો અને આમ લોકોને ફરીથી ગરમી નો સામનો કરવો પડી શકે છે.આગામી બે દિવસ કેરળમાં ચોમાસું પહોંચી જશે તેવી શક્યતા છે અને ગુજરાતમાં 20-21 જૂન વચ્ચે ચોમાસુ બેસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તે સિવાય ગુજરાત રાજ્યમાં બે દિવસ બાદ તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે આ વર્ષે ચોમાસુ મે મહિનામાં શરૂઆત થઇ જશે અને તેમાં દર વર્ષની જેમ ભારતના કેરળથી ચોમાસું શરૂ થશે અને સૌથી પહેલો વરસાદ પણ ત્યાં જ આવે છે. કેરળમાં સારો વરસાદ વરસ્યા બાદ ચોમાસું મુંબઈ બાજુ આવતું હોય છે અને મુંબઈમાં વરસાદ પોતાની રીતે પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવીને ત્યાર બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત બાજુ આવતું હોય છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી અને વલસાડ જેવા શહેરોમાં પોતાનું સ્વરૂપ બતાવીને લોકોને લીલા લેર કરાવતું હોય છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇ ને આગાહી કરી છે. તેઓના કહેવા મુજબ ચોમાસું કેવું જશે તેની રોહિણી નક્ષત્ર પરથી ખબર પડી શકે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.