રાજ્યમા મુશળધાર વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી,જાણો

0
84

ગુજરાત રાજ્યમાં વાતાવરણ દિવસેને દિવસે ગરમ થતું જાય છે ત્યારે શિયાળાની ઠંડી વચ્ચે ધીમે ધીમે ઓછી થતી જાય છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનો પૂરો થતાં તડકો ફાટી નીકળશે.એકાએક જ વાતાવરણમાં તડકા નું પ્રમાણ વધી જતા લોકો ને ગરમી હાલાકી સહન કરવી પડી રહી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં તેઓ દ્વારા આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

અને કમોસમી માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત માં ગરમીની સાથે વાદળછાયુ વાતાવરણ સાથે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલીયા 25 થી 30 ડિગ્રી તાપમાન સાથે જોવા મળી રહ્યુ છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાની શરૂઆતમાં ધીમે ધીમે ગરમીમાં વધારો થઇ શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી માવઠું થવાની શક્યતા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને

કારણે દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં કમોસમી માવઠું થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને દરિયામાં મોજા ઉછળવાની પણ શક્યતા નોંધાવવામાં આવી છે.ઠંડી અને ગરમી ના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.