એક છોકરો ખજુરભાઈની ગાડીનો પીછો કરતો હતો અને ખજૂર ભાઈએ ગાડી ઉભી રાખીને કરી એવી મદદ કે વિડિયો જોઈને તમે પણ કહેશો કે…

0
207

સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, એક નાનો બાળક સાયકલ લઈને ગુજરાતના સોનુ સૂદ કહેવાતા ખજુરભાઈની કારનો પીછો કરે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

લોકોના ચહિતા એવા ખજૂર ભાઈ ને તો તમે જાણતા જ હશો. તેઓ લોકોને મદદ કરવાની એક પણ તક ચૂકતા નથી એવામાં પોતાની કારનો પીછો કરી રહેલા આ બાળકને જોઈને ખજૂરભાઈ તેમની કાર રોકી હતી. તેઓ કારમાંથી નીચે ઉતર્યા ત્યારે બાળકે કહ્યું કે, તમે મારા ઘરે ક્યારે આવશો…?

ખજૂર ભાઈ એ ખુબ જ શાંતિ પૂર્વક અને દિલાસો આપતા પૂછ્યું કે, કેમ શું થયું છે? ત્યારબાદ દીકરાએ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરી… તેણે કહ્યું કે, મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને ઘરમાંથી માત્ર બે જ વ્યક્તિ નોકરી કરે છે. અને આ પૈસામાંથી પોતાનું ગુજરાન ચલાવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓને દિવસ ની માત્ર ૨૦૦ રૂપિયા જ આવક પ્રાપ્ત થાય છે.તેની આ કરુણ દાયક વાત સાંભળીને ખજૂર ભાઈ એ તેને 8000 રૂપિયા કાઢીને આપ્યા. આ બાળક ખૂબ જ આનાકાની કરે છે, પરંતુ ખજૂર ભાઈ એ તેને સમજાવતા કહ્યું કે, આ પૈસા તો રાખ. તારા પરિવારને આની જરૂર છે….

ખજૂર ભાઈ પોતાનું દિલ મોટું રાખીને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા હોય છે. તેઓ તેમના થી બનતી તમામ મદદ કરવાની હંમેશા કોશિશ કરતા હોય છે. ત્યારે સલામ છે આવા ગરીબોના મસીહા કહેવાતા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની ને…!

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.