જામનગરમાં એક જીજાજીએ પોતાની સાળીનો જીવ લઈ લીધો – જાણો શા માટે કર્યું આવું…

0
71

જામનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સિલ્વર પાર્ક-2માં મહેતા કરીમાબેન શકીલભાઈ શનિવારે સવારે પોતાના ઘરેથી કચરો ફેંકવા માટે નીકળ્યા હતા. ત્યારે ત્યાં પહોંચેલા મુન્ના નામના એક વ્યક્તિએ કરીમાબેન પર પ્રહાર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર મુન્ના નામના વ્યક્તિએ કોઈ કારણોસર કરીમાબેન પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં કરીમાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકો દોડતા આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત કરીમાબેનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આરોપી
આરોપી

પરંતુ સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોને નિવેદન નોંધ્યું હતું અને ફરાર થયેલા આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર કૌટુંબિક મનદુઃખના કારણે કરીમાબેનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.  મળતી માહિતી અનુસાર આરોપીનું મુન્નો કરીમાબેનનો બનેવી થાય છે. પેલા મુન્નો જામનગરમાં રહેતો હતો.

પરંતુ બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થવાના કારણે તે શેરી છોડીને બીજે રહેવા જતો રહ્યો હતો. મળતી માહિતી અનુસાર મુનાએ સવારમાં આવીને સાળી પર પ્રહાર કર્યા હતા તેના કારણે તેનું કરૂણ મૃત્યુ થયું હતું. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.