અસાની વાવાઝોડાના કારણે સમુદ્ર માંથી તરીને આવ્યો ગોલ્ડન કલર નો રથ…! વિડીયો જોઇને તમને પણ થઇ જશો આશ્ચર્યચકિત

0
2889

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક તથ્યો સામે આવતા હોય છે. આજે આવા જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દરિયા માંથી ગોલ્ડન કલર નો રથ મળી આવ્યો છે. જી હા, દરિયામાંથી નીકળેલા આ ગોલ્ડન કલર નો રથ ને જોવા માટે સૌ કોઈ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ ગોલ્ડન કલર નો રથ મંદિર જેવા આકારમાં છે. હાલ તો આ એક ચર્ચાનો વિષય બન્યો છે કે આ રથ ક્યાંથી અને કઈ રીતે દરિયામાં આવ્યો છે?

. જો દરિયો ખોળવા બેસીએ તો જીવનનો અંત આવી જાય પરંતુ તેનું તળિયું ના આવે. દરિયા માં કેટલીય એવી વસ્તુઓ પડેલી છે કે જેનાથી આપણા ઇતિહાસને જાણી શકાય છે અને ઇતિહાસના કેટલાક ભેદ ઉકેલી શકાય છે. ત્યારે દરિયા માંથી આવી રીતે ગોલ્ડન કલર નો રથ મળવો એ ખુબ જ આશ્ચર્યજનક બાબત કહેવાય.

તમને જણાવી દઈએ કે, આ રથ અંદમાન સમુદ્ર નીચા દબાણના વિસ્તારમાં હોવાની શક્યતા સેવાય છે. રહસ્યમય રીતે મળી આવતા આ રથના કારણે લોકો માટે ખૂબ જ કુતૂહલનો વિષય બન્યો છે અને લાખો લોકો આ ગોલ્ડન કલર નો રથ ને  જવા માટે આ દરિયા પાસે પહોંચી રહ્યા છે. ત્યારે આ રથ બીજા દેશ તરફથી આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. તમને કહ્યા અનુસાર આ રથ નો આકાર મંદિર જેવો છે.

હાલ તો આ ગોલ્ડન કલર નો રથ ક્યાંનો છે અને કઈ તરફ થી આવ્યો છે તે અંગે કોઈ માહિતી મળી નથી. ત્યારે માન્યતા કરવામાં આવી રહી છે કે, ચક્રવાતની અસર થી ઉત્પન્ન થયેલા ભારે મોજાઓના કારણે આ ગોલ્ડન કલર નો રથ કિનારે પહોંચ્યો હશે. દૂરથી આ ગોલ્ડન કલર નો રથ દેખાતા ત્યાના સ્થાનિકો દ્વારા તેને કિનારે લાવવામાં આવ્યો હતો. હાલ તો લોકો દૂર દૂરથી આ રથને નિહાળવા માટે અહીં પહોંચી રહ્યા છે. મંગળવારના રોજ આ રથ સૌપ્રથમ વાર સ્થાનિકો દ્વારા નજરે પડ્યો હતો અને ત્યારબાદ તેને કિનારા તરફ લાવવામાં આવ્યો હતો.

હાલ તો આ ગોલ્ડન કલર નો રથ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં આ ગોલ્ડન કલર નો રથ ને જોવા માટે ભીડ લગાવી રહ્યા છે ત્યારે આ વીડિયોને ખૂબ જ લાઈક અને કોમેન્ટ પણ મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. લોકોમાં અનોખું કુતુહલ તો સર્જાયું જ છે પરંતુ આ રથ ક્યાંથી આવ્યો છે તે પણ વિચારવાની બાબત બની ચુકી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.