સાક્ષાત માતા રાની નો થયો જન્મ! નવરાત્રિમાં જ હાથમાં મહેંદી લગાવેલી દીકરીનો થયો જન્મ

0
396

ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમામ લોકોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી એક ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ રહતગાંવ નામના ગામમાં એક ડોક્ટર પરિવારમાં દીકરીનો જન્મ થયો છે અને લક્ષ્મીનું રૂપ કહેવાતી દીકરીના પાવન પગલાં ઘરમાં પડવાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યારે તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે, આ દીકરી હાથમાં મહેંદીના રંગ સાથે જન્મી છે. જી હા, નવરાત્રીના પ્રથમ દિવસે જ જન્મ લેનારી આ દીકરીનાં હાથની તમામ આંગળીઓમાં મહેંદીનો રંગ જોવા મળ્યો હતો. આ જોઈને બધા જ લોકો ચોંકી ગયા હતા અને આ દીકરીને માતા દુર્ગાનું સાક્ષાત સ્વરૂપ માની રહ્યા છે.

શનિવારના રોજ એટલે કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે આ બાળકીનો જન્મ થવાથી આ દિવસ ખૂબ જ શુભ બની ગયો હતો. સાક્ષાત દેવી માં ધરતી પાર દર્શન આપવા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આ ઉપરાંત પરિવારના લોકોએ પણ કહ્યું હતું કે સાક્ષાત માતા દુર્ગા નો જન્મ થયો છે… આ દીકરીના પિતાએ પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેના હાથ અને પગ બંને માં મહેંદીનો રંગ લાગેલો છે. આ દીકરી સાક્ષાત દેવીનું સ્વરૂપ છે.

હવે, આ દૈવિક ચમત્કાર છે કે વિજ્ઞાન…. તે ચર્ચાનો વિષય બન્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે ગર્ભાશયમાં પિગમેંટ કેશિકાઓના વિકાસમાં ખલેલ પહોંચવાના કારણે ઘણી વાર આવું થતું હોય છે. આના કારણે જન્મ સમયે બાળકના શરીર પર અનોખા નિશાન જોવા મળતા હોય છે. પરંતુ તે ખુબ જ સામાન્ય હોય છે અને દસ-બાર દિવસમાં ગાયબ પણ થઇ જતા હોય છે.

પરંતુ આ દીકરી ની આંગળીઓ પર આ મહેંદી જેવો રંગ હોવાથી લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. આ દીકરીનો એક વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જે લોકો દ્વારા ખૂબ જ લાઈક પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય લોકો પણ દેવી માંનું જ સ્વરૂપ મણિ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.