ભયંકર આગ થી 9 માળ ના ફ્લેટ માં ફસાઈ એક છોકરી,આ બે યુવાનોઓએ દેવદૂત બનીને બચાવ્યો જીવ

0
24

રશિયામાં એક સળગતી ઇમારત માં 9 માં માળે ભયંકર આગ વચ્ચે એક યુવતી ફસાની હતી.ત્યારે આ છોકરી ને બચાવવા માટે બે યુવાનો દેવદૂત બનીને પોતાનો જીવ જોખમમાં મૂકીને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

બંને યુવકો એ સમયસર દાખવેલી બહાદુરી થી બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.યુવતીના જીવ બચાવનાર યુવકના લોકો વખાણ કરી રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

રશિયા ની રાજધાની મોસ્કોના જિલ્લામાં 29 જાન્યુઆરીએ એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.જેના કારણે સળગતી ઇમારત ના નવમાં માળે એક યુવતી આગમાં ફસાઈ ગઈ હતી.

વાયરલ થઈ રહેલા વિડિયો માં ઇમારત ની બારીમાંથી કાળો ધુમાડો નીકળતો જોઈ શકાય છે ત્યારે અચાનક એક છોકરી એપાર્ટમેન્ટ માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી જોવા મળી છે.છોકરી ને જોખમમાં જોઈને આઠમા માળે રહેતા બે યુવકો તેની મદદ માટે આગળ આવ્યા.

બંને યુવકો તેમના એપાર્ટમેન્ટ બારી પાસે ઊભા રહી ગયા.જે નવમાં માળની યુવતીના ફલેટ ની એક્ઝેટ નીચે હતી.તે પછી યુવકોએ યુવતી ને બારીના સહારે નીચે આવવા જણાવ્યું.પહેલા યુવતી એ આનાકાની કરી પરંતુ યુવકોએ તેને ભરોસે અપાવ્યો કે તે તેને પકડી લેશે.તો તે ઉતરવા માટે રાજી થઈ.યુવતી તેના ફ્લેટ ની બારીની સહારો લઈને નીચે ઉતરે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.