સુરતમાં બિલેશ્વર ગામ પાસે કન્ટેનર સાથે સ્વિફ્ટ કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – કારમાં સવાર બે યુવાનોનાં કરૂણ મૃત્યુ…

0
21

સુરતમાં ચાલથાણ બિલેશ્વર ગામ નજીક કન્ટેનરમાં સ્વિફ્ટ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બન્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. આ ઘટનામાં ભારે આગ લાગી ઉઠી હતી. આ કારણોસર કાર ચાલક સહિત બે લોકોના જીવતા ભડથું થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગની ટીમે ટૂંક સમયમાં કન્ટેનર અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને મિત્રો કાર લઈને બહાર જમવા માટે ગયા હતા. ત્યારે રસ્તામાં તેમની સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના મધરાત્રે બની હતી.

મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમને લગભગ મધરાત્રે 2.11 વાગ્યાની આસપાસ બિલેશ્વર ગામ ના હાઇવે પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ આગ લાગી છે તેઓ કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

કન્ટેનરમાં બાઈક અને મોપેડ ભરેલા હતા. મળતી માહિતી અનુસાર કન્ટેનરની ડીઝલ ટાંકી સાથે અથડાયું હતું તેના કારણે આગ લાગી ઉઠી હતી. અકસ્માતમાં 24 વર્ષીય સોનુકુમાર સરોજ સિંગ અને 22 વર્ષીય સતીશ બાબુ નાયક નામના બે મિત્રોનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર બંને મિત્રો સ્વિફ્ટ કાર લઈને જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ કહાર નંબરને લઈને ઘરે કોઈ કહેવા આવ્યો ત્યારે ખબર પડી કે સોનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

અકસ્માતના કારણે બંનેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. જમવા જતા બે મિત્રોને રસ્તામાં અકસ્માત નડતા બંને મિત્રો કાળનો કોળિયો બની ગયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.