ચણા ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,આ વર્ષે પહેલીવાર ચણા ના ભાવમા થયો મોટો ઉછાળો,જાણો

0
1495

આ વર્ષે ચણાના ભાવ મિત્રો રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની તમામ માર્કેટયાર્ડોમાં ચણા સહિત અન્ય પાક ના પણ સારા એવા ભાવ મળી રહ્યા છે. માર્કેટયાર્ડ માં બધા પાકોની મોટા પ્રમાણમાં આવક રહી છે અને ચણાના પાકની પણ છલોછલ આવક થઇ રહી હતી.આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે દરેક પાકના ખેડૂતો ને ખુબ જ સારા ભાવ મળી રહા છે.

લગભગ પોણા બે મહિના પહેલા મધ્યપ્રદેશના કૃષિમંત્રી ટ્વિટ કરીને જણાવ્યું કે રાજ્યમાં 23 માર્ચ થી ચણાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે જે શરુ કરવામાં આવી હતી જેમાં ચણા ની 8.71 લાખ ટન ઘઉં,1.67 લાખ ટન અને રાયડા ની 3.47 લાખ ની ખરીદી થશે. ખેડૂત મિત્ર એ પોતાના પાકની ખરીદી શરૂ થશે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે ચણાના ભાવ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહ્યા છે અને ચણાના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. જેથી રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પોતાના પાકને સંગ્રહ કર્યા વગર માર્કેટયાર્ડ સુધી વેચવા માટે જઈ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્રના ધારી માર્કેટિંગ યાર્ડ માં ચણાના ભાવ 899 થી 919 રૂપિયા બોલાયા હતા જ્યારે સૌરાષ્ટ્રના સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 828 થી 935 રૂપિયા બોલાયા છે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં ચણા ના ભાવ 910 થી 1023 રૂપિયા બોલાયા હતા અને જેતપુર માર્કેટીંગ યાર્ડમા ચણાના ભાવ 849 થી 1041 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડ માં ચણા ના ભાવ 808 થી 961 રૂપિયા બોલાય રહ્યા છે.રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચણાના ભાવ 898 થી 946 બોલાયા જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ 858 થી 930 રૂપિયા બોલાઇ રહા છે. ચોટીલા માર્કેટ યાર્ડ માં ચણા નો ભાવ 808 થી 909 રૂપિયા બોલાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.