કપાસ ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી,રાજ્યની માર્કેટયાર્ડ માં કપાસ ના ભાવમાં જોરદાર વધારો,જાણી લો કપાસના નવા ભાવ

0
838

આપણે જાણીએ જ છીએ કે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું પરંતુ કપાસના પાક ની માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ આ વર્ષે આસમાની સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે પડતા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ગુજરાત ની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો કવિન્ટલ દીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે.

ગુજરાત રાજ્ય ની તમામ માર્કેટયાર્ડ માં કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના સારા ભાવ મળી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.

સૌરાષ્ટ્ર ની અમરેલી ના બગસરા APMCમાં કપાસના ભાવ રૂપિયા 10555 થી 13350 રહ્યા હતા.અમરેલી ની બાબરા APMCમાં કપાસનો મહત્તમ 13175 રૂપિયા અને સરેરાશ ભાવ 10710 રૂપિયા નોંધાયો છે.સૌરાષ્ટ્ર ના ભાવનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 11255 રૂપિયા અને સરેરાશ ભાવ 9315 રૂપિયા નોંધાયો છે.

ભરૂચ ની જંબુસર APMCમાં કપાસના ભાવ રૂપિયા 9300 થી 950 રહ્યા હતા.જૂનાગઢ ની વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ 11755 રૂપિયા અને સરેરાશ ભાવ 9985 રૂપિયા નોંધાયો છે.મહેસાણા ની વિસનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 14500 રૂપિયા અને 9750 રૂપિયા નોંધાયો છે.મોરબી ની વાંકાનેર APMCમાં કપાસના ભાવ રૂપિયા 11875 થી 1050 રહ્યા હતા.રાજકોટ APMCમાં કપાસનો મહત્તમ 12995 રૂપિયા અને સરેરાશ ભાવ 12300 રૂપિયા નોંધાયો છે.

ખેડૂત મિત્રો આપણે જણાવી દઈએ કે કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.આપણે જણાવી દઈએ કે ઉપર જણાવેલ ભાવ ક્વિન્ટલદીઠ પ્રમાણે આપેલ છે.ઉપરોક્ત જણાવેલ ભાવ અમારી પાસે આગલા ત્રણ દિવસ ના છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ