સુરત શહેરમાં ચાલુ વાહન માંથી કાપડના પોટલા ની ચોરી કરતો અનોખો વીડિયો થયો વાયરલ,જુઓ વિડિયો

0
29

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવ નવા અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. અમુક વિડીયો લોકોના હૃદય સ્પર્શી લેતા હોય છે તો અમુક વિડીયો લોકોને ગદ ગદ હસાવતા હોય છે. અમુક એવા પણ વિડીયો હોય છે જે લોકોની વ્યથા સમાજ તરફ લાવતા હોય છે.

આપણે બધા જાણીએ છીએ કે સુરત શહેર કાપડ માટે અને હીરા માટે ખૂબ જ જાણીતું છે. કાપડ બજારમાં સવારના સમયે ચોરીની સતત ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ચાલુ વાહને કાપડના પોટલાની ચોરી કરતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઇ રહ્યો છે.આ ચોરો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ચાલુ વાહને આ પ્રકારની ચોરી ની ઘટના સુરતમાં સૌથી વધુ બની રહી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.માત્ર ભારત જ નહીં પણ એશિયાનું સૌથી મોટું કાપડ બજાર સુરત માં આવેલું છે અને આ કાપડ બજારમાં લાખો કરોડો રૂપિયાના કાપડના વ્યવહારની સાથે કાપડની ચોરી ની ફરિયાદો પણ પોલીસ સ્ટેશને નોંધાઈ રહી છે.

કાપડ બજાર ની આજુબાજુના વિસ્તારમાંથી કાપડ ચોરી કરી અન્ય વેપારીઓને વેચવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે અને આ અંગે અને ગુનાઓ દાખલ થયા છે ત્યારે આજરોજ ફરી એક વખત કાપડ ના પોટલા નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને ભલભલા કાપડના વેપારીઓને ચોકાવી ઉઠયા છે.

કાપડ ના જથ્થાને જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વર્ક માટે લઈ જવામાં આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો માં આપણે જોઈ શકીએ છીએ કે પોટલા ભરેલો એક ટેમ્પો ધીમે ધીમે જઈ રહ્યો છે ત્યારે ત્રણમાંથી એક વ્યક્તિ ચાલુ બાઇકે ટેમ્પાની અંદરથી કાપડ ના પોટલા બહાર નીકળે છે અને પાછળ બેઠેલા વ્યક્તિઓને સોંપે છે.અને આ રીતે તે લોકો ચોરી કરી લે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.