ભારતનું એવું અનોખું ગામ કે જ્યાં લોકો રહે છે ગુજરાતમાં પણ ભણે છે મહારાષ્ટ્રમાં,જાણો આ ગામની વિશેષતા વિશે

0
1034

આજે આપણે ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે તે અન્ય કામો કરતા અલગ તરી આવે છે. જી હા, આ ગામ ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે. આ ગામનું નામ છે ઉમરગામ. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અહીં લોકો રહે છે ગુજરાતમાં પણ ભણવા માટે જાય છે મહારાષ્ટ્રમાં! છે ને આ રોચક વાત. તો ચાલો વાત કરીએ આ ગામના ઇતિહાસ વિશે…

આ ઉમરગામ એ એવું ગામ છે કે જ્યાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યો ની હદ લાગુ પડે છે. આ ગામમાં એક ઘરમાં ગુજરાતી રહે તો બીજા ઘરમાં મહારાષ્ટ્રીયન રહે છે. એક જ ગામમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને હદ લાગુ પડે છે તેથી અહીં બંને રાજ્યોના લોકો એક જ ગામમાં વસવાટ કરતા હોય તેવું કહી શકાય છે. અહીં ગુજરાતીઓ રહે છે પરંતુ ભણવા મહારાષ્ટ્રમાં જવું પડે છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 1960 માં ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યો અલગ થયા હતા. પરંતુ આ બંને વચ્ચે આવેલું ગામ અલગ થયું ન હતું. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું આ ગામ આજે પણ અસ્તિત્વમાં છે, જેમાં બંને રાજ્ય ના લોકો ખૂબ જ પ્રેમભાવથી રહે છે. ગમે તેવી સરહદ હોય પરંતુ તે માણસ ને રોકી શકતી નથી. ત્યારે આ અનોખા ગામ વિશે જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઇ રહ્યા છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે, આ ગામમાં રહેતા લોકોના આધાર કાર્ડ ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યનાં છે. ગુજરાતી કહેવાતા લોકોના આધાર કાર્ડ ગુજરાતના અને મહારાષ્ટ્રીયન લોકોના આધાર કાર્ડ મહારાષ્ટ્રના છે. ઉમરગામ તાલુકા નું છેલ્લું ગામ ની બોર્ડર મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે અને મહારાષ્ટ્રની બોડર તલાસરી ગામ સાથે જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે ઉમરગામના ગોવાણા ગામની વસ્તી 3500 અને તલાસરી તાલુકાના જાય ગામની વસ્તી 3000 છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ સરહદમાં બાજુ બાજુમાં રહેતા ઘરોને પણ જુદા જુદા રાજ્ય નું પાણી મળે છે. એક ઘરને ગુજરાતનું પાણી તો બીજા ઘરને મહારાષ્ટ્રનું પાણી મળે છે. આ ઉપરાંત ગુજરાતના બાળકો શિક્ષણ મેળવવા માટે મહારાષ્ટ્રમાં જાય છે અને મહારાષ્ટ્રના બાળકો શિક્ષણ મેળવવા માટે ગુજરાત પણ આવે છે. બંને રાજ્યોના લોકો એકસાથે મળીને ખૂબ જ આનંદથી રહે છે અને અહીં એક કહેવત સાચી નીવડે છે કે, “સંપ ત્યાં જંપ”

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.