વડોદરામાં એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું, જીવન ટૂંકાવ્યું તે પહેલા પોતાની માતા સાથે ફોનમાં વાત કરતાં કહ્યું કે…

0
887

છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. જ્યારે વડોદરામાં એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર કેશોદ તાલુકાના સોદરડા ગામે રહેતા જીતુબેન ગોસ્વામી પોતાની દીકરી અંકિતાના લગ્ન ગીર સોમનાથ તાલાલા ખાતે રહેતા ચિરાગગીરી સાથે પાંચ વર્ષ પહેલા કરાવ્યા હતા. મળતી માહિતી અનુસાર અંકિતાનો પતિ ચિરાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

સમગ્ર ઘટનાને લઇને અંકિતાની માતાએ જણાવ્યું કે, ચિરાગ ની નોકરી વડુ પોલીસ મથકમાં લાગતા તે અંકિતા ને પોતાની સાથે લઈ ગયો હતો.અને જ્યારે પણ મારી દીકરી અંકિતા પિયરમાં આવે ત્યારે તે મને ફરિયાદ કરતી હતી કે, તેનો પતિ ચિરાગ દારૂ પીને તેની સાથે માથાકૂટ કરે છે અને તને બરોબર રહેતા આવડતું નથી, જમવાનું બનાવતા પણ નથી આવડતું તેમ કહીને માથાકૂટ કરે છે.

એટલું જ નહીં પરંતુ અંકિતાના ઘરે રહેતો તેનો દિયર પણ દારૂ પીને અંકિતાને માનસિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં પરંતુ અંકિતાનો પતિ અને તેનો દિયર અંકિતાને ઘર છોડીને જવા માટેનું દબાણ કરતા હતા. આટલું જ નહીં પરંતુ અંકિતાના સાસુ-સસરાએ અંકિતાને છોકરી થતા ઘરમાંથી કાઢી મૂકવાની પણ વાત કરી હતી.

મળતી માહિતી મુજબ 14 માર્ચના રોજ સવારે લગભગ દસથી અગિયાર વાગ્યાની વચ્ચે અંકિતાએ પોતાની માતાને ફોન કર્યો હતો. અને અંકિતાએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી મારા સાસરીયા પગપાળા મારી સાથે વાતચીત કરતા નથી. પતિએ પણ તું આજ પછી મને બોલાવતી નહિ હું તારી સાથે વાત કરીશ નહીં તેમ કહ્યું હતું.

આ ઉપરાંત અંકિતાએ રડતા રડતા પોતાની માતાને કહ્યું હતું કે, મારા પતિ જ મારી સાથે વાત ન કરતો હોય તો હું જીવીને શું કરું, હવે તું મારું મૃત્યુ પામેલ મોઢું જોઇશ. અંકિતા ની માતા દીકરીની વાત સાંભળીને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અને પોતાના દીકરાને અંકિતાને તેડી લેવા માટે જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ ત્યારબાદ અંકિતાના ભાઈ અંકિતા ને મેસેજ કર્યો હતો. પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ આવ્યો ન હતો. અને તે જ દિવસે સાંજે સાત વાગે ચિરાગ નો ફોન આવ્યો હતો કે, અંકિતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર ઘટનાને લઇને અંકિતાના પરિવારજનોએ સાસરીયા પક્ષ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.