એક મહિલાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું : પોતાનો જીવ ટૂંકાવી આપેલા મહિલાએ એક ફોટા પર…

0
107

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. કોઈ વ્યક્તિ પોતાના અંગત કારણોસર અથવા તો અગમ્ય કારણોસર પોતાનો જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે બિહારમાં બનેલો એક કિસ્સો સામે આવ્યો છે. બિહારના દરભંગા જિલ્લામાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મહિલાએ પોતાનો જીવ ટૂંકો કર્યા પહેલા એક ફોટા પર કદાચ ભગવાનને મંજૂર નહીં હોય પોતાના રક્તથી I LOVE YOU લખ્યું હતું અને ત્યારબાદ ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટના બધા જ પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી.આ ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર 29 વર્ષીય નિધિ નામની મહિલાએ એક રૂમમાં ગણિત ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. નિધિ ચોથા માળે એક રૂમમાં ભાડે રહેતી હતી. તે સરકારી નોકરી કરતી હતી. મળતી માહિતી અનુસાર નીતિ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં પ્રોગ્રામર તરીકે ફરજ બજાવતી હતી.

એક દિવસે સાંજના સમયે નિધિ પોતાની નોકરી પરથી ઘરે આવી હતી. તે કોઈ વાતથી નારાજ હતી અને ત્યારબાદ તેને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધો હતો. જ્યારે બીજા દિવસે નિધિની માતાએ તેને ફોન કર્યો ત્યારે કોઈ પણ જવાબ મળ્યો નહીં.

માતાએ દીકરીના એક સહકર્મીને ફોન કરીને મદદ માંગી હતી. જ્યારે સાથીદારની ના ઘરે ગયા ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ લાંબા સમય સુધી અંદરથી કોઈ પણ જવાબ ન મળ્યો આ કારણોસર તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દરવાજો તોડી નાખ્યો હતો.

ત્યાં પોલીસને લટકતી હાલતમાં નિધિનું મૃતદેહ જોવા મળ્યું હતું. મૃતદેહ પાસેથી પોલીસને એક પેઇન્ટિંગ પણ મળી આવી હતી. જેમાં નિધિએ પોતાના રક્તથી I LOVE YOU લખ્યું હતું. નિધિના લગ્ન પટનાના રહેવાસી રિતેશ દત્ત સાથે થયા હતા. રિતેશ ઘટનાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો. આ કારણોસર તે પટના જ રહેતો હતો. નિધિ પોતાની સરકારી નોકરીના કારણે દરભંગામાં રહેતી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.