એક યુવક અને એક યુવતીએ ઝાડ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાઈ લીધો – મૃત્યુ પહેલાં બંને એક વીડિયો પણ બનાવ્યો…

0
241

છેલ્લા થોડા દિવસોથી પ્રેમી-પંખીડાઓની જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટના રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. નીમચમાં બે પ્રેમી પંખીડાઓએ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. બંને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

બંનેએ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે બંને કહી રહ્યા હતા કે, અમારા મૃત્યુ પછી, અમને બન્નેને એકસાથે સળગાવજો, અલગ નહી. આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી ને બંને ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

બંનેના મૃતદેહને બહાર લટકતા જોઈને આસપાસના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. મળતી માહિતી અનુસાર યુવતીના પરિવારજનોએ યુવતીના મૃત્યુના એક દીવસ પહેલા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી ડાયલી ગામના હતા.

બંને એક સાથે જંગલમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી હતા. ત્યાર બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર આ બનાવ થોડાક દિવસ પહેલાનો છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ શેતાન સુરાવત અને મૃત્યુ પામેલી યુવતીનું નામ પૂજા હતું. વીડિયોમાં બંને કહી રહ્યા છે કે, અમે અમારી મરજીથી આ પગલું કરીએ છીએ. અમારા બંને પર કોઈ દબાણ નથી. અમારા મૃત્યુ પછી પરિવારના સભ્યો એકબીજા સાથે માથાકૂટ ન કરવા જોઈએ.

અમારા મૃત્યુ પછી કોઈને પરેશાન ન કરતા. અમારા બંનેના મૃતદેહને એકસાથે અગ્નિદાહ આપજો. આ ઘટના બનતા જ બંને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસ હાલમાં બંને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તે મામલે તપાસ કરી રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.