એક યુવાને તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ…

0
163

ભુજ શહેરના હમીરસર તળાવમાંથી શુક્રવારના રોજ સવારે એક વ્યક્તિનું મૃતદેહ મળી આવતા ચારે બાજુ સનસનાટી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. યુવાનના મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે. મૃત્યુ પામેલા યુવાનનું નામ જીજ્ઞેશ કનૈયાલાલ ભાનુશાલી હતું.

જીજ્ઞેશભાઈની ઉંમર 38 વર્ષની હતી. જીજ્ઞેશભાઈ ભુજના જેષ્ઠાનગરમાં ગણેશ ચોકમાં આવેલા ભાનુશાલી ફળિયામાં રહેતા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવાનના ભાઈએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે મારો ભાઈ ઘરેથી નીકળી ગયો હતો.

રાત્રિના સમયે ઘરે પરત ફર્યો હતો અને સવારમાં તેના મૃત્યુના સમાચાર અમને મળ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન પોતાના ઘરે રોજ ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન ઘરની બહાર નીકળી ગયો જ્યારે રાત્રે પિતાએ તેને ફોન કર્યો પરંતુ તેને ફોન રિસીવ કર્યો નહીં.

મૃત્યુ પામેલા યુવાનને કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલો યુવાન અગાઉ રેલવે ટીકીટ બુકિંગનું કામ કરતો હતો. અરે આજ રોજ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું.

ત્યારબાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને યુવાનને મૃત્યુની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. આ સમાચાર સાંભળીને પરિવારજનો શોકમાં ચાલ્યા ગયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.