સુરતમાં અડાજણમાં રહેતા યુવકે ઓનલાઈન ગેમમાં 30 લાખ રૂપિયાનું દેવું થતા પોતાનું જીવન ટૂંકાવી લીધું – 14 દિવસની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

0
265

સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં રહેતો એક યુવક ઓનલાઇન ગેમના રવાડે ચડયો હતો. આ યુવક ગેમની અંદર આટલો ઘૂસી ગયો કે તેના પર 30 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. 30 લાખ રૂપિયાનું દેવું થતાં યુવકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટના બધા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસમાં યુવક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવ્યું છે. સુસાઇડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે, હું સાગર ત્રિકાંડે મારી જાતે જીવન ટૂંકાવવા છું. મારા પર કોઈ જબરજસ્તી નથી.

મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કોઈ કરી શકતો નથી. હું ઓનલાઈન જુગારમાં 30 લાખ રૂપિયાનું દેવું કરીને બેઠો છું. આ કારણોસર હું મારું જીવન ટૂંકાવ્યું છું. મૃત્યુ પામેલા સાગરની ઉંમર 29 વર્ષની હતી. સાગર હજીરાની એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો હતો.

14 દિવસ પહેલા સાગરના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. પરિવારમાં દીકરીના જન્મની ખુશી હતી. પરંતુ આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર સાગર અડાજણ પાલ રાજ કોર્નરની ગલીમાં સુડા આવાસમાં રહેતો હતો.

તે ઘણા સમયથી ઓનલાઇન ગેમ ના રવાડે ચડયો હતો. મળતી માહિતી અનુસાર સાગરે ઓનલાઇન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. તેના કારણે સાગરએ પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બની ત્યારે સાગર ની પત્ની વડોદરા પિયર ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સાગરે બુધવારના રોજ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.