બાઈક પર જઈ રહેલા એક યુવકને પુરપાટ ઝડપે જતા બોલેરોએ લગાવી જબરદસ્ત ટક્કર – 20 વર્ષના યુવકનું કરુણ મૃત્યુ…

0
124

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અકસ્માતની ઘટનામાં આખાને આખા પરિવાર વિખેરાઈ જાય છે. ઘણા પરિવારના આર્થિક સહારા છીનવાઈ જાય છે. ત્યારે ડુંગરપુરાના દોવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 20 વર્ષના એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

માહિતી અનુસાર યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઉપરાંત પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર એક બેકાબૂ બોલેરો બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર યુવકનું મૃત્યુ થયું હતું.

અકસ્માત બન્યા બાદ બોલેરો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચે આવી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ પાટીદાર હતું. તે 20 વર્ષનો હતો. તે એક જીપ ડ્રાઇવર હતો. મળતી માહિતી મુજબ મંગળવારના રોજ જ્યારે રાહુલ બાઈક લઈને સવાગઢ ગામ તરફ જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં ખેમપુર તરફથી પુરપાટ ઝડપે આવતા બોલેરો ચાલકે રાહુલની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં રાહુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની આસપાસના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા રાહુલના પિતાનું મૃત્યુ 11 વર્ષ પહેલા થયું હતું.

રાહુલના પિતાનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઇને રાહુલના કાકાએ બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી છે. પિતાના મૃત્યુ બાદ રાહુલ ઘરમાં એકલો કમાવનાર હતો અને તે પોતાની માતા અને બહેન સાથે રહેતો હતો. રાહુલ મૃત્યુના કારણે પરિવારનો આર્થિક સહારો છીનવાઇ ગયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.