એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું : માતાએ રૂમમાં લટકતી હાલતમાં પોતાના પુત્રનું મૃતદેહ જોયું…

0
153

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણા વ્યક્તિઓ પોતાના કોઈ અંગત કારણોસર અથવા તો અગમ્ય કારણોસર અથવા તો કોઈના ત્રાસથી કંટાળીને પોતાનો જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં ટોંકના કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક યુવકે રવિવારના રોજ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર યુવક સવારના આઠ વાગ્યાની આસપાસ બીજા માળે રૂમમાં ગયું હતું. નવ વાગી ગયા છતાં પણ યુવક નીચે ન આવ્યો તે માટે માતાએ તેને અવાજ લગાવ્યો હતો. તેમ છતાં પણ યુવક લાંબા સમય સુધી નીચે ના આવ્યો ત્યારે માતા યુવકને બોલવા માટે ઉપર જાય છે.

આ દરમિયાન રૂમ અંદરથી બંધ હોય છે. ત્યારે માતા તેને બહાર આવવા માટે કહે છે પરંતુ અંદરથી કોઈ જવાબ મળતો નથી. જ્યારે યુવકની માતા એ બારીમાંથી જોયું ત્યારે યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

આ ઘટના બનતા જ માતાએ આસપાસના સંબંધીઓ અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ કર્યા બાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ સુભાષ હતું. તેની ઉંમર 36 વર્ષની હતી. સુભાષિત રવિવારના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

સુભાષે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત તેના રૂમ માંથી કોઈપણ સુસાઈડ નોટ પણ મળી નથી. મૃત્યુ પામેલો સુભાષ મજૂરી કામ કરતો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.