હાલમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. વ્યક્તિ પોતાના કોઈ અંગત કારણોસર અથવા તો કોઈ થી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં હાલો એક યુવકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના મોડી સાંજે બની હતી. ઘટના બનતા જ પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો.
ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બુધવારના રોજ સવારે પોસ્ટમોર્ટમ બાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજી કોઈ પણ માહિતી સામે આવી નથી.
મળતી માહિતી અનુસાર સિકંદરા વિસ્તારના ગડલા ધાનીના 22 વર્ષીય નરેશે પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર નરેશ રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો હતો. તેને બંધ રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
લાંબા સમય સુધી નરેશ રૂમમાંથી બહાર ના આવ્યો તે માટે પરિવારજનોએ રૂમનું તાળું તોડ્યું હતું. મળતી માહિતી અનુસાર પરિવારજનોને રૂમમાંથી નરેશ મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારજનોએ તેને નીચે ઉતારી ને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
ઉપરાંત ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નરેશ મજૂરી કામ કરતો હતો. નરેશે કયા કારણસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.