આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે એક રૂવાટા ઉભા કરી દે તેવી અકસ્માતની ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રસ્તા પર ઉભા રહીને મિત્ર સાથે વાત કરી રહેલા એક યુવકને ખાનગી બસ એ જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર ખાનગી બસ યુવકની 20 ફૂટ સુધી ખેંચી ગઇ હતી. આ કારણોસર યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મૃત્યુ પામેલો યુવક ભીલવાડામાં એક ઓટોમોબાઇલ કંપનીમાં મેનેજર હતો. મૃત્યુ પામેલા યુવકના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે પોતાની પત્ની સાથે ભીલવાડા માં રહેતો હતો. આ અકસ્માતની ઘટનામાં 32 વર્ષીય રામસ્વરૂપનું મૃત્યુ થયું છે.
રસ્તા પર ઊભો રહીને મિત્ર સાથે વાત કરી રહેલા એક યુવકને ખાનગી બસને પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, યુવકના મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ pic.twitter.com/DazuQMq92M
— gujju gujarati (@gujjugujarati02) March 3, 2022
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ સાંજે બની હતી. યુવક મંગળવારના રોજ સાંજે યુઆઈડી ઓફિસ પાસેના રોડ પર તેના મિત્ર સાથે વાત કરી રહ્યું હતું. યુવકનો મિત્ર કારમાં બેઠો હતો અને તે રોડ પર ઊભો રહીને તેની સાથે વાત કરી રહ્યો હતો.
આ દરમિયાન એક ખાનગી બસે પાછળથી રામસ્વરૂપને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટના બન્યા બાદ બસ ચાલકે બસને રોકી નહીં. યુવક લગભગ 20 ફૂટ સુધી બસ સાથે ઘસડાયો હતો. અકસ્માત બન્યા બાદ બસ ડ્રાઈવરે બસ ઉભી રાખી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુની જાણ થતા યુવકના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.