રાજભા ગઢવી ના પ્રોગ્રામ માં એક યુવકે ઊભા થઈને ગાયો માટે લખાવ્યુ એવડુ મોટું દાન કે રકમ સાંભળીને તમે પણ ચોકી જશો

0
2130

આજે મોટા ભાગના લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદે આવે છે જે ખુબ જ ગૌરવની વાત કહેવાય. લોકો એકબીજાની મદદ કરી માનવતાનું ઝળહળતું ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છે ત્યારે આજે આવા જ એક કિસ્સા વિશે વાત કરશું.

રાજભા ગઢવીને તો તમે જાણતા જ હશો. તેઓએ મોટા અને લોકપ્રિય ગુજરાતી કલાકાર તરીકેની સિદ્ધિ હાંસિલ કરી છે. તેઓ મોટા પાયે તેમના ડાયરાઓ કરે છે અને લાખોની સંખ્યામાં લોકો તેમનો ડાયરો સાંભળવા માટે એકઠા થતાં હોય છે. રાજભા ગઢવી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાના પ્રોગ્રામ કરી રહ્યા છે અને લોકોના દિલ જીતી રહ્યા છે.

તેમનો ડાયરો એટલો મનમોહક હોય છે કે લોકો તેમના પર લાખો રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે તેમના આવા જ એક ડાયરા વિશે વાત કરીએ… ગૌશાળામાં તેમના એક ડાયરા દરમિયાન એક વ્યક્તિ એટલો ઉત્સાહમાં આવી ગયો હતો કે, તેણે એક સાથે ૫૦ લાખ રૂપિયાનો વરસાદ કર્યો હતો. જી હા, રાજભા ગઢવી એ પોતે આ માહિતી આપી હતી.

રાજભા ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, મને ખૂબ જ ગર્વ થાય છે કે મારા દેશમાં આવા વ્યક્તિઓ પણ છે કે જે આટલું મોટું દાન કરવાની તેવડ રાખે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દાન કરવાની તાકાત સૌ કોઈમાં નથી હોતી, પરંતુ જે લોકોમાં દાન કરવાની તાકાત હોય છે તેઓ એક પણ રૂપિયાનો વિચાર કરતા નથી. ત્યારે આવા જ એક વ્યક્તિએ તેમના ડાયરા દરમિયાન એક ગૌશાળા માટે ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યું હતું.

રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, આ ડાયરો તેમને ક્યારેય નહીં ભુલાય… ગૌશાળામાં તેમનો પ્રોગ્રામ હતો. તે સમયે એક યુવકે ગાયોની સેવા માટે ૫૦ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ વ્યક્તિ મારા બધા જ ડાયરામાં દાન આપે છે. ત્યારે ફરી એક વાર ગાયોની સેવા માટે તેણે ૫૦ લાખ રૂપિયાનું દાન આપીને સમાજ માટે જળવંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે, જે ખૂબ જ ગૌરવની વાત કહેવાય.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.