એક યુવક પોતાની મંગેતરનું ગળું દબાવીને જીવ લઈ લીધો, ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધું – જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…

0
180

વલસાડમાં એક યુવકે પોતાની મંગેતરનું ગળું દબાવીને જીવ લઇ લીધો અને ત્યારબાદ પોતાની મંગેતર ના મૃતદેહને દુપટ્ટા સાથે ઝાડ પર લટકાવી દીધી. મળતી માહિતી અનુસાર આ ઘટના વલસાડના ઉમરાગામ તાલુકાની છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી યુવક અને આ ઘટનામાં તેનો સાથ દેનાર અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર સુનિતા ધનગરીયા પોતાના મંગેતર જગદીશ મોહન જાદવ સાથે એક આંબાની વાડીમાં સ્વિમિંગ પુલ કામકાજમાં મજૂરી કામ કરતી હતી. મળતી માહિતી અનુસાર આરોપી જગદીશને ગુટખા ખાવાની એક ખરાબ આદત હતી.

મજુરી કામ કરતી વખતે જગદીશે પોતાની મંગેતર સુનીતાને નજીકથી ગુટખા લઈ આવવાનું કહ્યું હતું. આ દરમિયાન સુનિતાએ પોતાના મંગેતર જગદીશને ગુટખા લેવા જવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. જેના કારણે જગદીશને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો.

ત્યારબાદ જગદીશ પોતાની મંગેતર સુનિતાનું ગળુ દબાવીને જીવ લઇ લીધો હતો. સુનિતાએ પોતાનું જીવન જાતે જ ટૂંકાવ્યું છે તેવું બતાવવા માટે જગદીશે અન્ય બે મજૂરોનો સાથ લઈને સુનિતાના મૃતદેહને દુપટ્ટાની મદદથી એક ઝાડ સાથે લટકાવી દીધું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સુનીતાના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યું હતું. ત્યારબાદ સુનિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એવી આશંકાઓ થઈ રહી હતી કે સુનીતાનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ફરીથી કડક પૂછપરછ કરી હતી. દરમિયાન જગદીશે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે જગદીશ અને તેનો સાથ દેનાર અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.