Breaking News

આ 10 માંથી કોઈપણ એક ઉપાય કરીલો ત્યારબાદ જુઓ દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન બનતાં નહીં રોકી શકે.

ધન મેળવવાની ઈચ્છા દરેક માણસને હોય છે, મનુષ્ય પૈસા કમાવા માટે દરેક શક્ય એટલા પ્રયાસ કરે છે, નોકરીની સાથે સાથે તે પોતાનો ધંધો પણ કરે છે, અમુક લોકો એવા હોય છે જે પૈસા કમાવા માટે સાચો રસ્તો શોધે છે.

પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે છળ કપટથી પણ પૈસા કમાવાથી પાછા નથી પડતા, તમે એમ કહી શકો છો કે વ્યક્તિ કોઈને કોઈ તરકીબ લગાવીને પૈસા કમાવા માંગે છે, ભલે વ્યક્તિની પદ્ધતિ કેવી પણ હોય, તેનો હેતુ ધન કમાવા સાથે હોય છે.

જો તમે પણ ધનની પ્રાપ્તિ કરવા માગો છો તો તેના માટે માતા લક્ષ્મીજીની કૃપા ઘણી જ જરૂરી છે, જો આપણે શાસ્ત્રો મુજબ જોઈએ તો તેમાં ધન પ્રાપ્તિના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જે તમારા કામમાં આવી શકે છે, જો તમારી આકરી મહેનત અને પ્રયાસ છતાં પણ ધનની પ્રાપ્તિ નથી મળી શકતી, તો તમે આ ઉપાય જરૂર અપનાવો, તેનાથી તમારી આવકના સ્ત્રોત પ્રાપ્ત થશે અને નકામાં કાર્યોમાં ખર્ચ થવાનું બંધ થઇ જશે.

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા નું વિશેષ મહત્વ માનવામાં આવે છે, અઠવાડિયાના દરેક દિવસ કોઈ ના કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે, શુક્રવાર ના દિવસ પણ માતા લક્ષ્મીજીને સમર્પિત છે, હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન ની દેવી કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ માતા લક્ષ્મીજીની પૂજા કરે છે. તેના ઘરમાં ક્યારેય પણ કોઈ ગરીબી આવતી નથી અને સુખ સૌભાગ્ય ની પ્રાપ્તી થાય છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રવાર ના દિવસે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીજીની પૂજા કરે છે, તો તે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે, શુક્રવાર ના દિવસે કરેલી પૂજા ક્યારેય ખાલી જતી નથી.

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે. આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જાતકોને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. જો તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આજના દિવસે અહીં જણાવેલા ઉપાયોમાંથી કોઈ એક ઉપાય કરો તો બરકત આવશે.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો.

દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે. શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે. શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.જો તમે પણ આર્થિક સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો શુક્રવાર ના દિવસે ઘર ના પૂજાસ્થળ માં લક્ષ્મી માતા ની સ્થાપના કરો અને તેમની પ્રતિમા સામે ગાય ના ઘી નો દીપક પ્રજ્વલિત કરવો જેથી , તમારી આવક માં વૃધ્ધિ થશે.

લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.

જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.

જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે. શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ની પ્રતિમા ને ચંદન લગાવી તથા તેમને સોળે શણગાર થી સજાવીને ત્યાર બાદ તેમનું પૂજન-અર્ચન કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે તથા જિવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બને છે.

જો તમે શુક્રવાર ના શુભ દિવસે ગરમ રોટલી અને ગોળ નું ગાય ને સેવન કરાવડાવવો તો લક્ષ્મી માતા ની કૃપા થી તમારું અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.આ સિવાય જો તમે શુક્રવાર ના દિવસે ૧૧ આખા લવિંગ ને પીળા કપડાં માં બાંધીને રસોઈઘર ના પૂર્વ દિશા માં એક ખૂણા માં બાંધી દયો તો તમારા ઘર માં ક્યારેય પણ ધાન ની ઉણપ સર્જાતી નથી. તેમના અન્ન ના ભંડાર ક્યારેય પણ ખૂટતા નથી.

જો તમે તમારા જીવનમાંથી ધન સાથે જોડાયેલી તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માગો છો, તો આ ઉપાય તમે શુક્રવારના દિવસે જરૂર કરો, તેના માટે તમે શુક્રવારના દિવસે સ્નાન કર્યા પછી લાલ કે પછી સફેદ રંગના કપડા પહેરો. ત્યાર પછી તમે હાથમાં ચાંદીની વીંટી કે કડુ ધારણ કરી લો, તમે તે સમયે ચોખા અને સાકર કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન કરો. જો તમે આ ઉપાય 3 શુક્રવારે કરો છો તો તેનાથી તમને ફળ જરૂર પ્રાપ્ત થશે, આ ઉપાય તમને ધન સાથે જોડાયેલી તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવી શકે છે.

જો તમે માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માગો છો, તો તમે શુક્રવારના દીવસે માતા લક્ષ્મીજીની પૂજા કરતી વખતે “ॐ श्रीं श्रीये नम:” મંત્ર ના જાપ કરો, તમે આ મંત્રોના જાપ શરુ કરતા પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, ત્યાર પછી તમે ઘરના પૂજા સ્થળ ઉપર ઘી નો દીવો પ્રગટાવો. ત્યાર પછી આ મંત્રના ૧૦૮ માળાના જાપ કરો. જયારે આ મંત્રોના જાપ પુરા થઇ જાય તો ત્યાર પછી તમે માતા લક્ષ્મીજીને સાકર અને ખીરનો ભોગ ચડાવો. એટલું કર્યા પછી તમે ૭ વર્ષની ઉંમરથી નાની કન્યાઓને શ્રદ્ધા પૂર્વક ભોજન જરૂર કરાવો.

જો હંમેશા પતિ પત્ની વચ્ચે તણાવ ઉત્પન થતા રહે છે, તો તેવામાં તમે શુક્રવારના દિવસે પોતાના બેડરૂમમાં પ્રેમી પક્ષીના જોડાના ફોટા લગાવી લો.જો કામકાજમાં કોઈ પ્રકારની તકલીફ ઉભી થઇ રહી છે, તો તમે શુક્રવારના દિવસે કાળી કીડીઓને સાકર જરૂર નાખો.

જો તમે શુક્રવારના દિવસે ગજલક્ષ્મી માતાની ઉપાસના કરો છો તો તેનાથી સંપત્તિ અને સંતાનની પાપ્તી થવાની શક્યતા વધે છે.જો તમે સમૃદ્ધી પ્રાપ્ત કરવા માગો છો તો વીર લક્ષ્મી માતાની ઉપાસના કરો, તેનાથી તમને આરોગ્ય લાભ પણ મળશે.જો તમે શુક્રવારના દિવસે પીપળાના વૃક્ષની છાયામાં ઉભા રહીને લોખંડના વાસણમાં જળ, ખાંડ, દૂધ ભેળવીને પીપળાના મૂળમાં અર્પણ કરો છો, તો તેનાથી સુખ સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે.

About bhai bhai

Check Also

ઘણી મેહનત કર્યા પછી પણ નથી બચતા પૈસા તો આ પ્રમાણે કરો આ ઉપાય થશે ધન લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *