Breaking News

આ અભનેત્રીએ 18 વર્ષની ઉંમરે કર્યા લગ્ન અને 500 રૂપિયામાં કરતી હતી નોકરી આજે જીવે છે આલીશાન જીવન જુઓ આ તસવીરો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારી ને આજના સમયમાં બધા લોકો જાણે છે. શ્વેતા તિવારીએ એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી જિંદગી’ માં પ્રેરણાની ભૂમિકા ભજવીને તમામ લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું હતું. ઘણા લોકો આજે પણ શ્વેતા તિવારીને પ્રેરણા ના નામથી ઓળખે છે. શ્વેતા તિવારીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શ્વેતા તિવારીએ ખૂબ જ નાની ઉંમરે કામ શરૂ કર્યું હતું. તેમને પ્રથમ નોકરી ફક્ત 12 વર્ષની ઉંમરે કરી હતી. તેમને ટ્રાવેલ એજન્સીમાં પહેલું કામ કર્યું.

જેના માટે તેમને મહિનામાં ₹ 500 મળતા હતા. ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યા પછી તેમને અભિનયની દુનિયામાં સાહસ કરવાનું વિચાર્યું. વર્ષ 2004 માં, શ્વેતા તિવારીએ બિપાશા બાસુની પહેલી ફિલ્મ “મદહોશી” થી મોટા પડદે પોતાનું પહેલું પગલું ભર્યું હતું. શ્વેતા તિવારી બે બાળકોની માતા છે. શ્વેતા તિવારીની ફેશન સેન્સ દરેકને પસંદ છે. આજે અમે તમને શ્વેતા તિવારીની લાઈફ સ્ટાઈલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શ્વેતા તિવારીનો જન્મ ઉત્તર પ્રદેશના એક નાના શહેર પ્રતાપગઢ માં થયો હતો. તે બાળપણ થી જ અભિનેત્રી બનવા માંગતી હતી. પોતાના અભિનેત્રી બનવાના સપનાને પૂરા કરવા શ્વેતા તિવારી પ્રતાપગઢ થી મુંબઇ આવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યા પછી તેમને પોતાના અભિનયની સાથે-સાથે બીજી ઘણી વસ્તુઓ પર પણ કામ કર્યું.

શ્વેતા તિવારીને સલવાર સૂટ અને સાડી પહેરવાનું બહુ પસંદ છે. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. શ્વેતા તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી કલર્સ ટેલિવિઝન પર રિયાલિટી શો બિગ બોસની વિજેતા પણ રહી ચૂકી છે.

બિગ બોસ જીત્યા પછી શ્વેતા ઘણા શો હોસ્ટ કરતી દેખાઈ આવી ચુકી છે. શ્વેતા તિવારીના પહેલા લગ્ન માત્ર 18 વર્ષમાં થયા હતા. જે સફળ નહોતા થયા. પહેલા પતિથી છૂટા થયા પછી શ્વેતાએ બીજા લગ્ન કર્યાં પણ તેમના બીજા લગ્ન પણ સફળ ન થઈ શક્યા અને આજના સમયમાં તે પોતાના બાળકોથી અલગ રહે છે. શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી હવે 18 વર્ષની થઇ ચુકી છે. જ્યારે તેમનો પુત્ર રેયાંશ અત્યારે ખૂબ નાનો છે.

શ્વેતા તિવારીને જોતાં તેમની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી. શ્વેતા તિવારી 39 વર્ષની છે. તે આ ઉંમરે પણ તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. ખૂબ જ વ્યસ્ત શિડ્યૂલ હોવા છતાં, તે પોતાને માટે સમય નીકાળે છે અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત જિમ પર જરૂર જાય છે. જો તે ક્યારેય જીમમાં જઇ શકતી નથી, તો પછી તે લગભગ 1 કલાક સુધી ઘરે કસરત કરે છે. આ સિવાય શ્વેતા વેઇટ લિફ્ટિંગ, કાર્ડિયો, સ્વિમિંગ અને યોગ પણ કરે છે.

અભિનેત્રી શ્વેતા તિવારી કોઈ ઓળખની મોહતાજ નથી. એકતા કપૂર ની સિરિયલ ‘કસૌટી જિંદગી કી’ મા કામ કરીને તેણીએ ઘરે-ઘરે એક ખુબ જ મજબૂત ઓળખ બનાવી છે. આજે પણ જો કોઈ તેમને સામેથી જુએ, તો તે કહેવુ ખુબ જ મુશ્કેલ છે કે, આ અભિનેત્રી ૪૦ વર્ષની છે. જો આપણે તેના વ્યાવસાયિક જીવન ની વાત કરીએ તો પછી તેને એક પછી એક ઘણી સફળતા મળી પરંતુ, જો તેમના ખાનગી જીવનની વાત કરીએ તો સ્થિતિ ઉતાર-ચડાવ થી ભરેલી રહેશે.

જીવનમા પ્રેમને લઈને શ્વેતા નો અનુભવ જરાપણ સારો નહોતો રહ્યો કારણકે, આ અભિનેત્રીએ બે વાર લગ્ન કર્યા હતા અને બંને વખત તેમને સંબંધોમા ફક્ત નાકામયાબી મળી હતી. આજે આ અભિનેત્રી પોતાના બે બાળકો સાથે એકલી જીંદગી જીવી રહી છે. જો કે, તે હંમેશા મજબૂત માતા તરીકે વિશ્વની સામે ઉભી રહી છે. વર્તમાન સમયની વાત કરીએ તો શ્વેતા તેના બે બાળકો સાથે મુંબઇ ના કાંદિવલીમા તેના વૈભવી બંગલામાં રહે છે, જ્યા તમામ પ્રકારની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે.

તે ઘણીવાર એકલી અથવા તો તેની પુત્રી અને પુત્ર સાથે ફોટોસ લેતી જોવા મળી શકે છે, જેને તે તેના ઇન્સ્ટાગ્રામ ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી જોવા મળે છે. આ ફોટોસમા તેના લક્ઝુરિયસ બંગલાની અમુક ઝલક પણ જોવા મળી છે. આ અભિનેત્રીના આ બંગલાની વાત કરીએ તો તે મુંબઈ ના કાંદિવલીના પ્રાઈમ લોકેશન પર બનાવવામા આવ્યુ છે. આ બંગલામા એક વિશાળ બગીચો છે. અહીં તે અવારનવાર યોગ કરતી અને બાળકો સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ ઉપરાંત તેમના ઘરે એક સ્વીમીંગ પૂલ પણ છે, જે ખુબ જ આકર્ષક દેખાઈ રહ્યો છે.

જ્યારે તમે તેણીના ઘરના ઇન્ટીરીયર ની વાત કરીએ તો તેને પસંદ કરવા માટે શ્વેતા અને તેની પુત્રીએ ખુબ જ મહેનત કરી છે. આ અભિનેત્રીએ ઘર ની સુંદરતા લાવવા માટે લાકડા નો સુંદર ઉપયોગ કર્યો છે અને તેમણે ઘરની લગભગ દરેક દિવાલ પર સુંદર પેઇન્ટિંગ્સ લગાવી છે. ઘરના ઘણા ભાગોમા તમને લેમ્પ્સ પણ જોવા મળે છે, જે સંપૂર્ણ રીતે હાથથી બનાવેલા હોય છે. ઘરમા પ્રવેશતા પહેલા એક મુખ્ય હોલ દેખાય છે જ્યાં તેમની પાસે એક ગ્લાસની લમારી છે. આ અલમારીમા શ્વેતાએ તેની બધી જ જીતેલી ટ્રોફી અને એવોર્ડ રાખેલ છે. શ્વેતા આ લક્ઝરી બંગલામાં તેની પુત્રી પલક અને પુત્ર સાથે રહે છે.

શ્વેતા તેના બંને બાળકો સાથે મુંબઇના કાંદિવલી વિસ્તારમાં રહે છે અને તેમનું ઘર ખૂબ મોટું છે. શ્વેતાએ તેના મકાનમાં લાકડાનો વધુ ઉપયોગ કર્યો છે અને ઘરમાં ઘણા છોડ રોપ્યા છે. શ્વેતા જે રૂમમાં રહે છે, તેણે તેને સરળતાથી શણગારેલી છે અને ઓરડામાં હળવા રંગો કરવામાં આવ્યા છે. શ્વેતાએ ઘરના સભાખંડમાં ઘણાં બધાં છોડ રોપ્યાં છે અને ઘણાં હાથબનાવટથી લેમ્પ્સથી હોલને સજાવ્યો છે. શ્વેતાએ તેના ઘરની ઘણી પેઇન્ટિંગ્સ પણ મૂકી છે. શ્વેતાએ ઘરમાં એક મોટી ગ્લાસ અલ્મિરા પણ રાખી છે.

જેમાં તેણે પોતાના અનેક એવોર્ડ્સને સજ્જ કર્યા છે. ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા અને આ લગ્ન દ્વારા તેમની એક પુત્રી હતી, જેનું નામ પલક છે. જ્યારે શ્વેતાના બીજા લગ્ન અભિનવ કોહલી સાથે થયા હતા અને આ લગ્ન દ્વારા તેમને એક પુત્ર પણ થયો. જેનું નામ તેણે રિયાંશ રાખ્યું છે. જો કે, આ સમયે તેનું લગ્નજીવન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને તે પતિ અભિનવ સાથે નથી રહી રહી.

શ્વેતાએ વર્ષ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને આ વર્ષે બંને અલગ થઈ ગયા હતા. શ્વેતા તિવારીએ સિરીયલ ‘કસૌટી જિંદગી કી’માં પ્રેરણાનું પાત્ર ભજવ્યું હતું અને તે હાલમાં મેરે પપ્પા કી દુલ્હન નામનો એક શો કરી રહી છે. શ્વેતા તિવારી અને અભિનય કોહલી શું હજુ સાથે રહે છે એ વાતને લઈ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પણ અભિનવે કહ્યું કે, હું અને શ્વેતા અલગ નથી થયાં, બન્ને સાથે જ રહીએ છીએ. હવે અભિનવે શ્વેતા સાથેની વાતચીતનો એક ફોટો શેર કર્યો છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવે શ્વેતા તિવારીનું આ ખબરો પણ રિએક્શન સામે આવ્યું છે. શ્વેતા તિવારી હાલમાં ટીવી સિરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં ગુનીતના રોલમાં જોવા મળે છે. શ્વેતા ત્રણ વર્ષ બાદ ટીવી પર પાછી ફરી છે. આ ઉપરાંત શ્વેતાએ ‘હમ તુમ એન્ડ ધેમ’થી ડિજીટલ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં એક્ટ્રેસ પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે શ્વેતા વર્ષ 2016માં આવેલી સિરિયલ ‘બેગુસરાય’માં છેલ્લે જોવા મળી હતી.

ઘર ચલાવવા માટે પરત આવી શ્વેતાએ હાલમાં જ એક અંગ્રેજી અખબાર સાથે કમબેકને લઈ વાતચીત કરી હતી. શ્વેતાએ કહ્યું હતું કે ઘરમાં તે એક માત્ર કમાનારી સભ્ય છે. ઘરના ખર્ચ કાઢવા, બાળકોના અભ્યાસ માટે તેણે ટીવી પર કમબેક કરવું પડે તેમ હતું. આજકાલ બધું જ મોંઘું થઈ ગયું છે અને બચતથી આજકાલના ખર્ચા મેનેજ થઈ શકે તેમ નથી. તે બાળકોને જે જીવન આપવા માગે છે, તે માટે તેણે ઘરની બહાર નીકળવું જરૂરી છે અને સખ્ત મહેનત કરવી પડે તેમ છે.

આથી જ તેણે ટીવી પર પરત ફરવાનો નિર્ણય લીધો હતો. સિરિયલના પ્રોડ્યૂસર્સ ઘણાં જ સારા છે શ્વેતાએ સિરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’ના પ્રોડ્યૂસર્સને લઈને કહ્યું હતું કે તેઓ ઘણાં જ સપોર્ટિવ છે અને તેમણે તેના દીકરા રેયાંશ માટે અલગથી રૂમ પણ આપ્યો છે. દીકરી માતા બનવા તૈયાર નથી શ્વેતાએ કહ્યું હતું કે તે માતા બનીને ઘણી જ ખુશ છે. જોકે, આજના સમયે ઘણાં લોકો સંતાનો ઈચ્છતા નથી. આજે ઘણાં યંગ કપલ પેરેન્ટ્સ બનવા તૈયાર નથી. આથી જ જ્યારે તેની દીકરી પલક તેને કહે કે તે માતા બનવા ઈચ્છતી નથી તો તેને જવાબમાં એટલું જ કહે છે કે કંઈ જ વાંધો નહીં.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *