આ ભગવાન ગણેશજી નું ખાસ મંદિર જ્યાં પૂજાય છે સૂંઢ વગરનાં ગણપતિ, જુઓ તસવીરો………

શિવજીના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશજી પ્રચલિત છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિન્દૂ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છેગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી, સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.૩) દ્વાપરયુગમાં’ પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.૪) કળિયુગમાં,”ભવિષ્ય પુરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા. કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. યાજ્ઞવલ્ક્ય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે.ગણેશ ચતુર્થી આવી રહી છે. આપણે ભગવાન ગણેશની સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી પૂજા-અર્ચના કરીશું. સમયની માંગ એવી છે કે ગણેશ ચતુર્થીની ઉજવણી પર્યાવરણને નુકશાનકારક ના બને એટલે કે ઈકો-ફ્રેન્ડલી ઉજવણી કરીશું. અહીંયા કેટલાક વિચારો રજૂ કરવામાં આવ્યા છે કે જેનો આપણે પહેલાંથી ઉપયોગ કરી રહ્યા છીએ અને કેટલાક એવા વિચારો છે કે જેનો વિચારવિમર્શ કરીને અમલ કરવાની જરુર છે.ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પ્રતિમાની ઘરમાં સ્થાપિત કરી તેમની પૂજાનો પ્રારંભ કરવામાં આવે છે. આ પૂજા 9 દિવસ સુધી ચાલે છે અને ત્યાર બાદ 10માં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. આ તહેવારને ભારત તેમજ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાય છે. દરેક પૂજા કે અનુષ્ઠાનનો પ્રારંભ તેમની પૂજાથી જ કરવામાં આવે છે. આ તહેવાર ઉજવવાની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી. ગણેશજીના જન્મોત્સવને ગણેશ ચતુર્થી તરીકે હવે દેશભરમાં ઉજવાય છે. ભક્તો આ પૂજા કરી ધન, ધાન્ય તેમજ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ગણેશ સ્થાપના અને તેમની પૂજાથી ભક્તોને અનેક લાભ થાય છે

ઈકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિ, શણગાર અને ઉજવણી.

આપણે ઈકોફ્રેન્ડલી ગણેશમૂર્તિના ઉપયોગ દ્વારા ગણેશોત્સવ ઉજવી શકીએ છીએ. આપણે પીઓપીની ગણેશમૂર્તિની ખરીદીની જગ્યાએ માટી, નારિયેળ તથા અન્ય કુદરતી અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓમાંથી બનેલી મૂર્તિઓને પ્રાધાન્ય આપવું જાઈએ. મૂર્તિના શણગાર માટે આપણે ફૂલ, પાંદડાં, વાંસ, પથ્થર, દીવા વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ છીએ.પ્રસાદની વહેંચણી માટે પ્લા સ્ટક કે પેપર ડિશનો ઉપયોગ ટાળવો,કુદરતી રંગોમાંથી રંગોળી બનાવો,ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે મ્યુઝિક સિસ્ટમનો અવાજ પ્રમાણસર રાખવો.માટીની ગણેશમૂર્તિનું વિસર્જન પોતાના ઘરે કોઈ મોટા વાસણમાં પાણી ભરીને કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવોમાં સહેલાઈથી કરી શકાય છે. પીઓપીમાંથી બનેલી મૂર્તિઓનું વિસર્જન જળાશયોમાં કરવામાં આવે તો પર્યાવરણ માટે નુકશાનકારક છે કારણ કે પીઓપીની મૂર્તિઆને પાણીમાં ઓગળતાં ખૂબ લાંબો સમય લાગે છે.

આપણે માટીમાંથી બનેલ ટ્રી ગણેશમૂર્તિની ખરીદી કરી શકીએ છીએ. જેની અંદર બીજ રાખવામાં આવેલા હોય છે. જેનું વિસર્જન કરતા બીજ માટીમાં ભળી જાય છે અને એક વૃક્ષમાં પરિવર્તિત થાય છે આ રટ્ઠૈ ગણેશજી એક વૃક્ષના રુપમાં હંમેશા તમારી સાથે રહેશે અને તમને આશીર્વાદ આપતા રહેશે,જે રીતે થોડાક વિચારો થકી ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની ઉજવણીની વાત કરવામાં આવી તે રીતે તમે પણ કંઈક નવા જ વિચારો કમેન્ટમાં રજૂ કરીને ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ શકો છો.સૂંઢ ભગવાન ગજાનન ની ઓળખ છે, પણ એક મંદિર એવુ પણ છે કે જ્યા ભગવાન ગણેશ પુરૂષાકૃતિ પ્રતિમા સ્વરુપે બિરાજમાન છે.

આ સૂંઢ વગરના ગણેશજી મા લોકોને ખૂબ જ આસ્થા છે અને દર બુધવારે અહિ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ગણેશ ના દર્શન કરવા પહોંચી જાય છે.આ તો કરી ગણેશજીની વાત આ સિવાય આજે અમે તમને જણાવીશું સૂંઢ વગરના ગણપતિનું મંદિર જ્યાં દર્શન માટે ઘણી ભીડ રહે છે.સૂંઢ વગરના ગણેશજીનુ આ પ્રાચીન મંદિર રાજસ્થાનની રાજધાની જયપુર માં છે. શહેરના ઉત્તરમાં અરાવલી પહાડની પહાડી પર શોભતા મુગટ જેવુ આ મંદિરે નજરે પડે છે. આ મંદિર ગઢ ગણેશ ના નામથી પ્રખ્યાત છે. આ મંદિર રાજસ્થાનનાં પ્રાચીન મંદિરો માથી એક છે. મંદિર સુધી જવા માટૅ આશરે ૫૦૦ મીટર નુ ચઢાણ ચઢવું પડે છે. મોટાભાગનો રસ્તો ઢાળિયો છે, અમુક ભાગમાં પગથિયાઓ પણ છે જેની સંખ્યા ૩૦૦ થી વધુ કહેવામાં આવે છે. પ્રસિદ્ધ ગૈંટોરની છત્રીઓ કોઇ વાહનથી પહોંચ્યા બાદ અહિથી આગળ ની ચઢાઇ શરુ થાય છે.

મંદિર નુ નિર્માણ જયપુર ના સંસ્થાપક સવાઈ જયસિંહ બીજાએ કરાવેલ. સવાઇ જયસિંહ બીજા એ જયપુર માં અશ્વમેઘ યજ્ઞનુ આયોજન કરેલું તે વખતે આ તાંત્રિક વિધીથી આ મંદિરની સ્થાપના કરાવી હતી. આ મંદિર જે પહાડ પર આવેલુ છે તેની તળેટી માં જ અશ્વમેઘ યજ્ઞનું આયોજન થયેલુ. આ મંદિરમાં મૂર્તિનો ફોટો લેવા પર પ્રતિબંધ છે. આ મંદિર મા પ્રસાદ ચઢાવતી વખતે ગણેશજીના મંત્રોનુ ઉચ્ચારણ પણ કરવામાં આવે છે. ગણેશચતુર્થી ના બીજા દિવસે અહિ ભવ્ય મેળાનુ આયોજન પણ થાય છે.ગઢ ગણેશ મંદિર નુ નિર્માણ ખાસ રીતે કરવામાં આવ્યુ છે. પહેલા રાજપરીવારનાં સભ્યો જે મહેલ માં રહેતા હતા તેને ચંદ્ર મહેલ ના નામથી ઓળખવામાં આવતો. તે સીટી પેલેસનો જ એક ભાગ છે. ચંદ્રમહેલ ના ઉપલા માળે થી આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ ના દર્શન થાય છે. કહેવામાં આવે છે પૂર્વ રાજા-મહારાજા ગોવિંદદેવજી આ ગઢ ગણેશજીના દર્શન કરીને પોતાની દિનચર્યા શરૂ કરતા હતા. મંદિરમાં બે મોટા ઉંદર પણ છે, તેના કાનમાં બોલીને દર્શનાર્થીઓ પોતાની મન્નત માંગે છે.

ગઢ ગણેશ મંદિર થી જયપૂરની ભવ્યતા નિહાળી શકાય છે. અહિથી જુનુ જયપૂર શહેર પણ દેખાય છે. એક તરફ પહાડિ પર નાહરગઢ અને બીજી તરફ પહાડિ નીચે જલમહેલ, સામેની બાજુએ જયપુર ની વસાહત નો ખુબસૂરત નજારો અહિથી જોઇ શકાય છે. વરસાદ વખતે આ પૂરો વિસ્તાર હરીયાળી થી આચ્છાદિત થઈ જાય છે. અહિંની ઠંડી હવાને લિધે ચઢાણ ચઢતી વખતે લાગેલો થાક પળભર માં જ ગાયબ થઈ જાય છે.આ સિવાય આવું જ એક બીજું પણ મંદિર આવેલું છે જેને.વડસરિયા ગણેશ કહેવામાં આવે છે.અમદાવાદ નજીક ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં વડસર ગામે.આ મંદિરમાં ગણેશજીની મૂર્તિ 1200 જૂની હોવાનું કહેવામાં આવે છે.

વિશ્વના એકમાત્ર સૂંઢ વગરના ગણેશ હોવાનું આ મંદિરના સંચાલકો જણાવે છે. ગણેશજીની સ્વયંભૂ મૂર્તિ સૂંઢ વિના જ મળી આવી હતી.વડસરના શેઠ વડુશાના સ્વપ્નમાં આવેલા ગણેશે તેમની ગાય જ્યાં ચરવા જતી હતી ત્યાં જમીન તળે મૂર્તિ હોવાનું જણાવી તેની સ્થાપના કરવા કહ્યું હતું. એ પછી ખોદકામ કરતા સૂંઢ વગરના ગણેશજીની મૂર્તિ મળી હતી. દર મંગળવારે, સંકટ ચતુર્થીએ તથા અંગારકી ચોથે હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવે છે. માત્ર ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ ગણેશભક્તો દાદાના દર્શને આવે છે. મોટી સંખ્યામાં લોકો આ મંદિરની માનતા પણ રાખતા હોય છે.

Leave a Comment