Breaking News

આ છે પોલીસના સાચા મિત્ર વિષ્ણુભાઈ, પોલીસ માટે 3 માસ જેલ ભોગવી,પાટીદાર આંદોલન પણ..

આપણે તહેવારો શાંતિથી ઉજવી શકીએ તેનું એક મોટું કારણ એટલે પોલીસ. દિવાળી જ નહીં દરેક તહેવારોમાં પોલીસકર્મીઓ રાત-દિવસ ખડેપગે રહે છે, પરિવારને પણ ભૂલી જાય છે કારણ કે, આપણે તહેવાર મનાવી શકીએ. એમનું આ બલિદાન આપણી એ કલ્પના બહારની વાત છે. જો કે, આ જ તહેવારોમાં આ જ પોલીસ સાથે એક ગુજરાતી પણ ખડેપગે રહે છે. આ ગુજરાતી એટલે અમદાવાદના વિષ્ણુભાઈ ઠાકોર.વિષ્ણુભાઈ ઠાકોર એક એવું નામ જેને લોકો પોલીસના સાચા મિત્ર તરીકે ઓળખે છે એટલું જ નહીં એમની પાસે પોલીસ મિત્રનું કાર્ડ પણ છે પોલીસ વિભાગ તરફથી અનેક એવા એવોર્ડ અને સન્માનપત્ર પણ મળી ચૂક્યા છે વિષ્ણુભાઈ કહે છે કે હું અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહું છું પાનની દુકાન છે દિવાળી હોય કે હોળી અમે વર્ષોથી પોલીસ વિભાગ સાથે તહેવારની ઉજવણી કરીએ છીએ.

વિષ્ણુભાઈ ઠાકોર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. ભાઈની સાથે પાનનો ગલ્લો ચલાવી તે પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય પરિવારના વિષ્ણુભાઈ માટે ગુજરાત પોલીસ તેમનો બીજો પરિવાર છે. પોલીસ માટે તે સર્વસ્વ કરી જાણે છે. પોલીસના સુખ-દુઃખમાં હંમેશા તે સાથે રહે છે. હા, એટલે જ તો તે સાચા અર્થમાં પોલીસના મિત્ર છે.

અમે ઘરે કોઈ તહેવાર નથી મનાવતા કારણ કે અમે પોલીસની લાગણી અને સંવેદનનાને સમજીએ છીએ
એટલે કોઈ પણ તહેવાર હોય અમે પોલીસ વિભાગને સાથે રાખી એ પોલીસ જવાન સાથે ઉજવણી કરીએ છીએ. હું એવું માનું છું કે, પોલીસ છે તો આપણે છીએ. એ લોકો નાઈટ પેટ્રોલિંગ કરે છે ત્યારે આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ છીએ. જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે તેઓ સૌથી વધારે ચર્ચામાં આવ્યા હતા.

વર્ષ 2011થી પોલીસની જુદી જુદી ટીમ સાથે કામ કરૂ છું. વર્ષ 2015થી મારૂ નામ ચર્ચામાં આવ્યું. એ વખતે પાટીદાર આંદોલન થયું હતું. એ સમયે અમદાવાદમાં જે.કે.ભટ્ટ પોલીસ અધિકારી ક્રાઈમ બ્રાંચમાં રહ્યા હતા CID ક્રાઈમમાં ગાંધીનગર હતા. એ સમયે પાટીદાર આંદોલન કેસની તપાસ ભટ્ટ સાહેબને સોંપી દેવામાં આવી હતી. એ સમયે તો હું એમને ઓળખતો પણ હતો. આ સમયે મારી પોલીસ સેવાની શરૂઆત હતી. પછી એમની મુલાકાત કરી હતી.

પછી રૂબરૂ મુલાકાત કરી. એમની સાથે ચર્ચા કરી કે, આ જે કંઈ થયું એ ખોટું થઈ રહ્યું છે. પોલીસને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં ન આવે. એનો તેઓ ખાસ ખ્યાલ રાખે એ વાત કરી. જો એવું નહીં થાય તો હું કાયદાકીય રીતે એમને ન્યાય અપાવીશ. એવું પણ સ્પષ્ટ કહ્યું. ઉપવાસ આંદોલન કરવા માટેની ચિમકી આપી પછી એમને એવું લાગ્યું કે વિષ્ણુંભાઈ સાચું બોલી રહ્યા છે પછી એમને પણ તપાસ શરૂ કરી.

મારી આવી અરજીને કારણે અને મારી આ સમય સૂચકતાને કારણે 50થી 60 કર્મચારીને સસ્પેન્ડ થતા બચાવ્યા. આ ઉપરાંત લોકડાઉનના કપરા સમયમાં પણ તેઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે. લોકડાઉન વખતે મેં કહ્યું હતું કે, 188 કલમ બંધ કરવી જોઈએ.

લૉકડાઉન વખતે રાજ્યમાં કલમ 188 અમલી બનાવાઈ હતી. જેને કારણે આ કલમનો ભંગ કરનાર લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાતા હતા. આ દરમિયાન કેટલાયે પોલીસકર્મી કોરોનાગ્રસ્ત થયા હતા. આ વખતે તેમણે આ કલમ રદ કરવાની માગ કરી હતી. જેને કારણે તેમના પર ત્રણ ગુના દાખલ થયા હતા અને પાસા અંતર્ગત તેમને સુરતની લાજપોર જેલમાં બંધ કરી દેવાયા હતા. આ ત્રણ મહિના દરમિયાન તેમને અને તેમના પરિવારને ખુબ જ યાતના ભોગવવી પડી હતી.

અન્યથા પોલીસને ચેપ લાગી જાય. એ સમયે સરકારે મારા શબ્દોનું ખોટું અર્થઘટન કર્યું. જેના કારણે મારા પર ગુના દાખલ કર્યા. અમદાવાદ સાયબર સેલમાં ગુનો નોંધાયો, ગાંધીનગરમાં ગુનો નોંધાયો, બરોડા ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો. ત્યાં પાસા કરીને ત્રણ મહિના સુધી લાજપોર જેલમાં સુરત મોકલ્યો. ત્રણ મહિના સુધી ખૂબ યાતના ભોગવી. પરિવારે ખૂબ યાતના ભોગવી. બચતથી લઈને મૂડી સુધી બધુ બરબાદ થઈ ગયું.

છતાં પોલીસ વિભાગની સેવા કરવાની ભાવનામાં કોઈ ફેર પડ્યો નથી એ હજુ પણ અકબંધ છે મારો પરિવાર પણ મારો સાથ આપી રહ્યો છે આશરે 2013-14ની વર્ષમાં મેં વિપુલ વિજોયની પત્ની સામે કેસ કર્યો હતો કારણ કે પત્નીએ કેટલાક પોલીસ કર્મચારીને બંધક બનાવ્યા હતા. એ સમયે મેં ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એ સમયે ઘણા આઈપીએસે પણ એવું નિવેદન આપ્યું.

એક IPSના પરિવારે પોલીસ જોડે આવું વર્તન કર્યું તો બીજાને પણ નીચાજોણું થાય છે એ સમયે પણ બંધને છોડાવવા માટે પ્રયત્ન કર્યો. જે સફળ પુરવાર થયો. એટલું જ નહીં મૃતક પોલીસ પરિવારને પણ મદદ કરૂ છું ચાલું નોકરીએ કોઈ અવસાન પામે તો હું મારા મિત્રો સાથે આર્થિક મદદ કરૂ છું બેસણાના દિવસે જ આ મદદ કરીએ છીએ પોલીસ દિવસ નિમિતે એક પોલીસ પરિવારના પુત્રને રૂ.15000ની આર્થિક સહાય કરી.

વિષ્ણુભાઈ ઠાકોર કહે છે કે, આ પોલીસની સૌથી મોટી સમસ્યા છે. વરસાદમાં રોડ તૂટી ગયા હોય તો પણ પોલીસકર્મીઓને કપચી પુરતાં તેમણે જોયા છે. રોડ પર ઝાડ પડી ગયા હોય ત્યારે પોલીસકર્મીઓ પોતાની ગાડી પાછળ બાંધીને ઝાડ ઢસડી રસ્તા ક્લીઅર કરતાં હોય છે. રસ્તા પર ઢોર રખડતાં હોય એને પકડવાનું કામ પાલિકાનું પણ આવા કામ પણ પોલીસ કર્મચારીઓએ કરવા પડે છે. ટ્રાફિક પર કોઈ લોકો પકડાય અને વેક્સિન ના લીધેલી હોય તો આ લોકોને વેક્સિન અપાવવાનું કામ પણ પોલીસ પાસે કરાવવામાં આવે છે. આ દરેક કામ એવા છે જે જે-તે પાલિકાએ કરવાના હોય છે પણ પોલીસે કરવા પડે છે. એટલું જ નહીં જે કામ વહીવટી તંત્રનું છે એ કામ પોલીસકર્મીઓએ કરવું પડે છે.

About bhai bhai

Check Also

‘બાળક સાથે ઓરલ સે@ક્સ એ બહુ ગંભીર ગુનો નથી’, High Court એ આરોપીઓની સજા ઘટાડી..વિવાદિત ફેંશલા થી જાણતા માં રોષ..

બાળકોની જાતીય સતામણી સાથે જોડાયેલા એક મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *