Breaking News

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી માનવામાં આવ્યા છે. યંત્રોને સિદ્ધ કરી મનગમતું ફળ પ્રાપ્ત કરી શકાય છે. આ વિશેષ યંત્રની પૂજાથી દેવી-દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે તેમજ ગ્રહોના ખરાબ પ્રભાવને ઘટાડી શકાય છે. આ યંત્રની ખાસ વાત એ છે કે તે બજારમાં મળતાં નથી તેને તો ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. શુભ મુહૂર્તમાં તૈયાર કરવામાં આવેલ આ યંત્ર શુભ ફળ આપે છે. તો આજે તમે જાણી લો મનોવાંચ્છિત ફળ આપતાં અને ચમત્કારી શક્તિ ધરાવતાં 4 યંત્રો વિશે.બગલામુખી યંત્ર.આ યંત્ર દુશ્મનો ઉપર વિજય અપાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ યંત્રને શુભ મુહૂર્તમાં સામે રાખીને બગલામુખી મંત્રનો જાપ કરવો જોઇએ.

મંત્ર જાપ કરતી વખતે પીળા કપડાં પહેરવા જોઇએ અને જાપ માટે હળદરની ગાંઠની માળાનો ઉપયોગ કરવો જોઇએ. આ યંત્રને સામે રાખીને માં બગલામુખીનો મંત્ર 36 હજારની સંખ્યામાં જાપ કરવાથી દુશ્મનોએ કરેલાં તંત્ર-મંત્ર વગેરે ટોટકા નષ્ટ થઇ જાય છે અને સાધકની મનોકામનાઓ પૂર્ણ થાય છે.મંત્ર: ऊं ह्लीं श्रीं ह्लीं पीताम्बरे तंत्र बाधाम नाशय नाशय, દુર્ગા વીસા યંત્ર.દુર્ગા વીસા યંત્રને પરેશાનીઓથી બચવા માટે તથા ચોર ભય, આગ ભય, ઝગડાં વગેરેથી બચવા માટે પર્સમાં રાખવામાં આવે છે.

દુર્ગા વીસા યંત્ર શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. દુર્ગા વીસા યંત્રને સામે રાખીને શુભ મુહૂર્તમાં હનુમાન ચાલીસાનો એક સો આઠ વાર જાપ કરવાથી બધાં જ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે. આ યંત્રની રોજ પૂજા કરી સૂતી વખતે માથાની નીચે રાખવાથી ખરાબ સપનાથી છુટકારો મળે છે.ચંદ્ર યંત્ર.જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર અશુભ છે તો તેણે ચંદ્ર યંત્રની પૂજા કરવી જોઇએ. ચંદ્ર યંત્રની ચલ કે અચલ પ્રતિષ્ઠા કરીને પૂજા કરવાથી ઝડપથી અનુકૂળ ફળ પ્રાપ્ત થવા લાગે છે.

ચંદ્રદેવને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો ચંદ્ર યંત્રની સાથે જ ભગવાન શંકરની પણ પૂજા કરવી જોઇએ કારણ કે, ચંદ્ર ભગવાન શિવના મસ્તક ઉપર જ વિરાજમાન છે. શુક્લ પક્ષના કોઇ સોમવારે કે પૂનમે શુભ મુહૂર્ત જોઇને ચંદ્રની સ્થાપના કરવી. આ યંત્રને સામે રાખીને પૂજા કરવાથી બધા પ્રકારના ભય નષ્ટ થઇ જાય છે તથા શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.વેપાર-વ્યવસાય તથા નોકરી વગેરેમાં સફળતા મળે છે. સમાજમાં ઉન્નતિ પ્રાપ્ત થાય છે તથા કાર્યોમાં કોઇપણ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી.સંતાન ગોપાલ યંત્ર.આ યંત્રની સાધના ખૂબ જ પ્રસિદ્ધ છે.

જેમને સંતાન થતાં નથી તેઓ લડ્ડુ ગોપાલની મૂર્તિની સાથે સંતાન ગોપાલ યંત્ર સ્થાપિત કરે છે તથા તેમની સામે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરે છે. જેથી સંતાનની પ્રાપ્તિ થાય છે. સંતાન ગોપાલ યંત્રને ગુરૂ પુષ્ય નક્ષત્રમાં સ્થાપિત કરવું જોઇએ. તે પછી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. સંતાન ગોપાલ યંત્રની સ્થાપના ગૌશાળામાં કરશો તો તેનો પ્રભાવ વધી જશે. તેની સામે ગોપાલકૃષ્ણ મંત્રનો જાપ કરવાથી ઝડપથી જ યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.

પોતાની આર્થિક સ્થિતિને સુધારવા માટે આ છ વાસ્તુ યંત્ર ખુબ મદદગાર થશે સાબિત. ઘણી વખત ખુબ જ મહેનત અને મનથી ઘર બનાવવા છતાં પણ વાસ્તુદોષ રહી જાય છે. જેના લીધે તમારે શારીરિક, માનસિક અને આર્થિક નુકશાની વેઠવી પડે છે. તેમજ સતત કોઈને કોઈ તકલીફો ઘેરાયેલી રહે છે. એવામાં જણાવી દઈએ કે, વાસ્તુમાં થોડા એવા સરળ યંત્રો દ્વારા તેના ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓને દુર કરી સુખ, સમૃદ્ધી અને ખુશીઓ લાવી શકો છો. આવો જાણીએ તે યંત્રો વિષે.

મારુતિ યંત્ર.મારુતિ યંત્ર હનુમાનજીનું યંત્ર છે. આ યંત્રના ઘણા બધા ઉપયોગ છે, પરંતુ તેમાંથી એક ઉપયોગ વાસ્તુના સંબંધમાં ઘણો પ્રચલિત છે. જેની જમીન નથી વેચાતી કે જે જમીનમાં વિવાદ ઉભા થઇ ગયા છે, એવી સ્થિતિને પહોંચી વળવા માટે જમીન માલિકે મંગળવારના દિવસે બપોરે 12 વાગ્યે આ યંત્રને ત્યાં લઈ જઈને સંબંધિત જમીનમાં પૂર્વ કે ઇશાન દિશામાં સવા હાથ ખાડો ખોદીને દાટી દેવું, અને તેને ઉપરથી દૂધ કે ગંગાજળની ધારા ચડાવવી જોઈએ. વાસ્તુ અનુસાર જમીનનો વિવાદ મહિનાની અંદર ઉકેલાઈ જશે. મારુતિ યંત્ર વાહન સુરક્ષા માટે પણ લાભદાયક છે.

શુદ્ધ ચાંદીનું શ્રીયંત્ર.શ્રીયંત્રને માં લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એશ્વર્ય અને ધનલક્ષ્મીની વૃદ્ધી માટે વાસ્તુમાં આ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જો દુકાનમાં મન નથી લાગતું, વેપારમાં બરકત નથી થતી, રૂપિયા પૈસા આવે છે તો પણ બચત નથી થઈ શકતી, તો તેને ઘર કે દુકાનની ઉત્તર દિશામાં લગાવવો વધુ લાભદાયક છે.દીકદોષનાશક યંત્ર.આ વાસ્તુ નિવારણનું મહત્વનું યંત્ર છે, જેમાં દરેક દિશાઓ અને દિગપાલોને પૂજવામાં આવે છે. જો ઘરમાં ટોયલેટ, રસોડું કે બાથરૂમ કોઈ ખોટી દિશામાં બની ગયા હોય, તો આ યંત્ર સ્થાપિત કરવાથી તે દોષ ટળી જાય છે.

વરુણ યંત્ર.આ ખુબ જ પ્રભાવી વાસ્તુ યંત્ર છે જે જળ સંબંધી તમામ દોષોને દુર કરે છે. જો જળસ્થાન, નળકૂપ, પાણીની ટાંકી અગ્નિ ખૂણો કે ખોટી દિશામાં બની ગયા છે, તો વરુણ યંત્રને તેની ઉપર સ્થાપિત કરીને પૂજા કરવાથી જળ સંબંધી તમામ દોષ દુર થઇ જાય છે.સર્વમંગળ વાસ્તુ યંત્ર.સર્વમંગળ વાસ્તુ યંત્ર વાસ્તુ સંબંધી તમામ પ્રકારના દોષનું નિવારણ કરવાની સાથે સાથે તમામ પ્રકારની મંગળ કામના માટે અચૂક વરદાનરૂપ છે.

દ્વારદોષનાશક તોરણ.આ એક વિશિષ્ઠ પ્રકારનું તોરણ છે, જે દ્વાર સંબંધી દોષો દુર કરે છે અને ઘરને બહારની આપત્તિઓથી બચાવે છે.કૃત્યનાશક વસ્તુ યંત્ર.વાસ્તુ મુજબ જો કોઈ દુશ્મનોએ તમારા ઘર કે દુકાનને બાંધી રાખી છે, કે તમારી ઉપર કોઈ અભિચાર કર્મ કર્યું છે, તો આ યંત્ર તે અભિચાર કર્મનો નાશ કરીને તેને પાછા અપાવી દે છે.

યંત્ર શાસ્ત્ર એ આપણા ઋષિમુનિઓએ ખૂબ અધ્યયન, ગહન ચિંતન અને દિવ્ય આધ્યાત્મિક જ્ઞાાનની સહાયતાથી, અનંત એવા શાસ્ત્રોના સાગરમાં ડૂબકી લગાવીને આપણા માટે નિકાળેલા બહુમૂલ્ય રત્ન સમાન જ છે. આના પ્રયોગથી મનુષ્ય પોતાની ખોવાયેલી શારીરિક ક્ષમતા સાથે માનસિક સંતુલન અને સ્વાસ્થ્ય પામી શકે છે. મનુષ્યનું ભૌતિક અસ્તિત્વ જ સીમિત છે.

પરંતુ એમાં જે અમર અને શાશ્વત આત્મા બિરાજમાન છે, તે પરમાત્માથી સાક્ષાત્કાર કરવા તત્પર છે અને યંત્ર એ પરમાત્માનું નિવાસસ્થાન છે. માટે પ્રત્યેક સાધકે કે મનુષ્યે યંત્રની સહાયતાથી યોગ્ય ફાયદો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.સારા શબ્દોમાં, દેવી-દેવતાઓના જ્ઞાન-વિજ્ઞાનનો વ્યાપક પરિચય અને વ્યાવહારિક સ્વરૂપ જે જલદી આર્કિષત કરે છે તેને યંત્ર કહેવામાં આવે છે. યંત્ર એ બીજા સ્વરૂપમાં ગણિતની ઉત્પત્તિનો સ્તોત્ર છે. જેને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે.

યંત્રને દેવરૂપ માનવામાં આવ્યું છે. પોતાના ઈષ્ટદેવની પૂજા મૂર્તિમાં કરવી જોઈએ અથવા યંત્રમાં કરવી જોઈએ. મનુષ્યને પ્રતિમા કે મૂર્તિ બધે જ સુલભ મળી રહે તેવું શક્ય ના પણ બને તેવી સ્થિતિમાં એવું વિધાન છે કે યંત્ર બનાવીને દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. સાક્ષાત દેવતાઓનું નિવાસસ્થાન એટલે યંત્ર. દેવતાઓને પ્રસન્ન કરવાનો સરળ માર્ગ એટલે યંત્ર. સર્વ સિદ્ધિઓનો ભંડાર એટલે યંત્ર. માટે યંત્રને રચનાત્મક અને ક્રિયાત્મક શરીર માનવામાં આવ્યું છે. આને અંધશ્રદ્ધાના રૂપમાં જોવાના બદલે પૂરી રીતે વિજ્ઞાાન સમજવાની જરૂર છે. અહીં એક વાત સમજવા જેવી છે કે, મંત્રનો વિસ્તાર બિંદુથી થાય છે.

‘બિંદુસ્કોટનમાત્રેણ વર્ણના સમુદ્રભવમ્ઃ’ એવી જ રીતે યંત્ર પણ બિંદુનો વિસ્તાર છે. એને આડી-ઊભી રેખાઓ સમજતા નહીં. આ યંત્રોમાં સંપૂર્ણ બ્રહ્માંડની સંરચના સમાવિષ્ટ છે. તંત્રશાસ્ત્રના વિદ્વાનો યંત્રને સંકલ્પ બાદ ઈચ્છાશક્તિનું પ્રતીક માને છે. વિદ્વાનો અનુસાર બિંદુ સંકલ્પશક્તિ છે. યંત્ર એ ઈચ્છાશક્તિ, મંત્ર એ જ્ઞાનશક્તિ અને તંત્ર એ ક્રિયાશક્તિ છે. ત્યારે જ તો આ ત્રણેય-ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી ઈષ્ટની પ્રસન્નતારૂપી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.યંત્ર મંત્રમય પ્રોક્તં મન્ત્રાત્મા દૈવતૈતહિ, દેહાત્મનોર્યથા ભેદો યંત્ર દેવતયોસ્તથા.

અર્થાત્ યંત્ર મંત્રરૂપ છે, દેવતા શબ્દરૂપી મંત્રોમાં નિવાસ કરે છે. જેમ દેહ અને આત્મામાં કોઈ ભેદ નથી તેમ યંત્ર અને પરમાત્મામાં પણ કોઈ ભેદ નથી. યંત્ર શબ્દની ઉત્પત્તિ ‘યમ્’ ધાતુથી થાય છે. બિંદુ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, અષ્ટકોણ, વૃત્ત વગેરે આકૃતિઓમાં લખેલા દેવતાબોધક ચિહન અને બીજમંત્રને ‘યંત્ર’ કહે છે.સામાન્ય રીતે ભારતીય વિદ્વાનોએ આધિભૌતિક યંત્રોને ઉપયોગમાં લઈ મનુષ્યને સારી ભેટ આપી છે. સામાન્ય રીતે યંત્રમાં અધોમુખ ત્રિકોણ અને ઉર્ધ્વમુખ ત્રિકોણ જોઈએ છીએ. આને શિવશક્તિ કહેવામાં આવે છે.

About bhai bhai

Check Also

ઘણી મેહનત કર્યા પછી પણ નથી બચતા પૈસા તો આ પ્રમાણે કરો આ ઉપાય થશે ધન લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *