Breaking News

આ છે એક એવું મંદિર જ્યાં મહાદેવની પેહલા કરવામાં આવે છે રાવણની પુજા શું છે રહસ્ય જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગવાન ભોળાનાથ નામ પ્રમાણે ગુણો ધરાવે છે તે પોતાના ભક્તોની આરાધનાથી તરતજ પ્રસન્ન થાય છે. ભગવાન શિવના અનેક ભક્તો છે તેમાં એક ખાસ નામ એટલે રાવણ. આમતો રાવણ અસુરી શક્તિ ધરાવતો હતો. બ્રાહ્મણ હોવા છતાં તે અસુર હતો. પણ તેની એક ખાસ વાત એ હતી કે તે ભગવાન ભોલેનાથનો પરમ ભક્ત હતો. આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે.

આ મંદિર રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ઝાડૌલ તહસીલમાં આવારગઢમાં સ્થિત છે. ભગવાનનું આ ધામ કમલનાથ મહાદેવના નામથી જાણીતું છે. મંદિર અંગે કહેવામાં આવ્યુ છે કે આની સ્થાપના રાવણે કરી હતી. માન્યતા છે કે રાવણે પોતાનું શીશ ભગવાનને અર્પણ કર્યુ હતુ એટલેકે કમળ પૂજા કરી હતી. રાવણે અગ્નિકુંડમાં પોતાનું મસ્તક નાખ્યુ હતુ.

રાવણના તપથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથે તેની નાભીમાં અમૃત કુંભ બનાવ્યો હતો. જેનાથી તેને શક્તિ મળી હતી. શિવજીના મંદિરોમાં અનેક પરંપરાઓ જેડાયેલી છે. આ પહેલુ એવુ મંદિર છે જ્યાં ભગવાનની પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે. આની પાછળ એ માન્યતા છે કે જો રાવણની પૂજા કર્યા વીના શિવજીની પૂજા કરવામાં આવે તો ભગવાન એ પૂજાનું ફળ આપતા નથી.

રાવણે શિવજીને પોતાના તપથી કર્યા હતા પ્રસન્ન.પૌરાણિક કથા અનુસાર એક વાર રાવણે કરેલી ભગવાન શિવજીની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાને રાવણને વરદાન માંગવાનું કહ્યુ, વરદાનમાં રાવણે સ્વયં મહાદેવને જ માંગી લીધા હતા. ત્યારે શિવજીએ રાવણને એક શિવલિંગ આપ્યુ અને લંકા જવાની આજ્ઞા આપી. સાથે સાથે એ શરત પણ રાખી કે લંકા પહોંચતા પહેલા તેને રસ્તામાં ક્યાંય નીચે ન મુકો.

રાવણ શિવલિંગને લઈને આવ્યો રસ્તામાં થાક લાગતા તેણે શિવજીના લીંગને નીચે રાખી દીધી. ત્યારથી એ લીંગ હંમેશા માટે ત્યાં સ્થાપિત થઈ ગયુ. રાવણ રોજ લંકાથી આવીને ભગવાન શિવજીની પૂજા કરતો. રાવણ શિવજીને 100 કમળ રોજ ચડાવતો. હવે તેની પૂજા સફળ થવા લાગી હતી. ત્યારે એક દિવસ બ્રહ્માજીએ કમળનું એક પુષ્પ અદૃશ્ય કરી દીધુ.

રાવણ જરાપણ વિચલીત ન થયો તેણે પોતાના મસ્તકને ચડાવી દીધુ. શિવજી આનાથી પ્રસન્ન થયા. તેમણે રાવણની નાભીમાં અમૃત કુંભ આપવાનું વરદાન આપ્યુ. આથી આ સ્થાન કમલનાથ મહાદેવના નામથી જાણીતુ છે. આથી અહીં પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે. પછી જ ભોલેનાથની પૂજા થાય છે.

આવુજ એક બીજા મંદિર દેશના આ મંદિરમાં દશેરા પર રાવણ દહન નહિ પણ માતમ મનાવવામાં આવે છે, કરે છે રાવણની પૂજા. તમને આમ તો દેશભરમાં ભગવાન રામના હજારો નાના મોટા મંદિર મળી જશે, પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ ઘણા એવા મંદિર પણ છે, જ્યાં ભગવાન રામની જ નહિ પરંતુ રાવણની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ ઘણા મંદિર તો એવા પણ તમને મળી જશે જ્યાં ભગવાન શિવના પ્રાચીન મંદિરોમાં લોકો રાવણના દર્શન કરવા પણ આવે છે.

ભારતમાં જ નહિ પરંતુ પાડોશી દેશોમાં પણ રાવણની પૂજા કરવાનો રીવાજ છે. આ યાદીમાં સૌથી વિખ્યાત નામ જે આવે છે તે છે શ્રીલંકાના કોનસવરમ મંદિર જે દુનિયાનું સૈથી પ્રસિદ્ધ રાવણ મંદિરો માંથી એક માનવામાં આવે છે. શ્રીલંકાને જ નહિ પરંતુ ભારતના એ મુખ્ય મંદિરોથી પણ માહિતગાર કરવીશું જ્યાં આજે પણ રાવણની પૂજા થાય છે અને દશેરા ઉપર રાવણ દહન નથી કરવામાં આવતો પરંતુ માતમ મનાવવામાં આવે છે. તો આવો જાણીએ ભારતના એ સ્થાનો વિષે જ્યાં રાવણની પૂજા અર્ચના કરવામાં આવે છે.

રાજસ્થાનના જોધપુરનું પ્રસિદ્ધ રાવણ મંદિર. રાજસ્થાન, જોધપુરના મુદગલ બ્રાહ્મણ પોતાને રાવણના વંશજ માને છે. પોતાના પૂર્વજ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્તિ કરીને તેમણે રાવણનું અહિયાં એક ભવ્ય મંદિર પણ બનાવરાવ્યું છે. મંદિરનો તમામ આધાર રાવણની સુંદર-સુંદર ઘણી મૂર્તિઓથી સુશોભિત છે. જેની ઉપર એક રાવણનું ભવ્ય મંદિર પણ બનેલું છે. આમ તો પૌરાણીક માન્યતાઓ મુજબ જોધપુર શહેર રાવણની પત્ની મંદોદરીનું મૂળ સ્થાન હતું.

તે સમયે જોધપુર રાજ્યનું પ્રાચીન પાટનગર હતું. એટલા માટે જોધપુરને રાવણનું મૂળ સાસરિયું પણ કહેવામાં આવે છે. અહિયાં તમને ‘છબરી’ નામની એક છત્રી પણ મળી આવશે, જે રામાયણ કાળની બતાવવામાં આવે છે. જોધપુરના ચંદ્રપોલ વિસ્તારમાં રાવણના તમામ આરાધ્ય દેવતાઓ, શિવ અને દેવી ખુરાનાની પ્રાચીન મૂર્તિઓ પણ સ્થાપિત છે.

નોએડાના બીસરખ ગામમાં આવેલું રાવણનું મંદિર. દિલ્હીની પાસે વસેલા નોએડા વિસ્તારના બીસરખ ગામને રાવણનું જન્મ સ્થાન માનવામાં આવે છે. જન્મભૂમિ હોવાને લીધે અહિયાં તમને રાવણના ઘણા એવા મંદિરના દર્શન કરવા મળશે.

જેમાં લગભગ 42 ફૂટ ઊંચા શિવલિંગ અને 5.5 ફીટ ઉંચી રાવણની ભવ્ય મૂર્તિ સ્થિત છે. માન્યતા મુજબ અહિયાં રાવણને ‘મહાબ્રહ્મ’નું સ્થાન પ્રાપ્ત છે. એટલું જ નહિ દશેરા ઉપર અહિયાં લોકો ઉત્સવ મનાવવાને બદલે શોક મનાવવાની પરંપરા નિભાવે છે. એટલા માટે અહિયાં તમને ન કોઈ રામલીલા ન તો રાવણ દહનની પ્રકિયા જોવા મળશે.

અહિયાંના લોકોના જણાવ્યા મુજબ વીસરખ ગામ જે ઉત્તર પ્રદેશના ગૌતમ-બુદ્ધ નગર જીલ્લામાં આવેલું છે, તેનું નામ વિશ્વવા તરીકે લેવામાં આવે છે. વિશ્વવા રાવણના પિતા હતા. જેમને જંગલમાં આ ભવ્ય શિવલિંગ પ્રાપ્ત થયો હતી, ત્યાર પછી જ તેમણે આ મંદિરમાં તેની સ્થાપના કરી અને પછી અહિયાં લોકોએ રાવણની મૂર્તિ આ મંદીરમાં સ્થાપિત કરી દીધી.

આંધ્ર પદેશના કાકીનાડાનું રાવણ મંદિર.આંધ્ર પ્રદેશના કાકીનાડા શહેર રાજ્યનું એકમાત્ર એવું સ્થાન છે, જ્યાં રાવણની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. કાકીનાડા મંદિરમાં એક વિશાળ શિવલિંગ ભગવાન શિવની મૂર્તિ સાથે સ્થાપિત છે. જેની આસ પાસ રાવણના ચિત્ર ઉપસી આવતા જોવા મળે છે. કાકીનાડા વિસ્તાર દરિયા કાંઠાની ઘણો નજીક આવેલો છે, જ્યાં શહેરોની વચ્ચે દેશનું એકમાત્ર રાવણનું ભવ્ય મંદિર આવેલું છે.

આ મંદિરના ગેટ ઉપર રાવણની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે. જેમાં રાવણ પોતાના દશાનન અવતારમાં છે. આ મંદિર દુનિયાભરના પ્રવાસીઓ માટે પણ મુખ્ય સ્થાન છે, જ્યાં દેશ વિદેશ માંથી દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી આવે છે.

મધ્યપ્રદેશના રાવણગ્રામનું રાવણ મંદિર.મધ્યપ્રદેશ આવેલા રાવણગ્રામ વિસ્તારમાં આજે પણ લોકો રાવણની પૂજા કરે છે. અહિયાં પ્રસિદ્ધ રાવણ મંદિરમાં લગભગ 10 ફૂટની એક પ્રાચીન મૂર્તિ આવેલી છે. જેને લઈને માન્યતા છે કે તેનું નિર્માણ નવમીથી ચૌદમિ શતાબ્દી વચ્ચે કરવામાં આવ્યું હતું. સૌથી નવાઈની વાત આ મૂર્તિની એ છે કે તે મૂર્તિ સુતી છે.અહિયાં લોકો માને છે કે જો તેને ઉભી કરવામાં આવે તો ઘણું મોટું અપશુકન થઇ શકે છે.

લોકોનું તો એવું પણ માનવું છે કે જયારે પણ કોઈએ એવું કરવાનો પ્રયત્ન કર્યો છે, તો ક્ષેત્ર વાસીઓને ઘણી અપ્રિય ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. દશેરા પર્વ ઉપર જયારે આખો દેશ ભગવાન રામની આરાધનામાં હોય છે, તે સમયે આ મંદિરમાં રાવણની પ્રાર્થના અને ‘રાવણ બાબા નમઃ’ ના જય જય કારોનો ગુંજન જ સંભળાય છે.

હિમાચલ પ્રદેશના બૈજનાથ મંદિર.હિમાચલ પ્રદેશના કાંગડા શહેરથી લગભગ 60 કી.મિ. દુર વૈજનાથ શહેર આવેલું છે જ્યાંના લોકો પોતાની પરંપરા અનુસાર દશેરાનું પર્વ મનાવીને ભગવાન શિવ પ્રત્યે રાવણની ભક્તિનું સન્માન કરે છે. વૈજનાથ શહેર દરિયા કાંઠાથી લગભગ 4,311 ફૂટની ઊંચાઈ ઉપર હિમાલયની સુંદર પર્વતમાળા વચ્ચે આવેલું છે. આ સ્થળ ભગવાન શિવના એક પ્રાચીન મંદિર માટે ઘણું પ્રસિદ્ધ છે.

માનવામાં આવે છે કે શિવજીના આ મંદિરનું નિર્માણ 13મિ સદીમાં કરવામાં આવ્યું હતું. પૌરાણીક માન્યતાઓ મુજબ રાવણ બ્રહ્માંડના નિર્માતા બ્રહ્માના પૌત્ર અને ઋષિ વિશ્વવાના પુત્ર અને ધનના દેવતા કુબેરના સાવકા ભાઈ હતા. તેની સાથે જ અહીયાના લોકો રાવણની શક્તિ, જ્ઞાન, તેની કળા અને ભગવાન શિવ પ્રત્યે તેમની ભક્તિનું સન્માન કરે છે. એટલા માટે તેમનું કહેવું છે કે એવા વિદ્વાન રાજા અને શિવ ભક્તને દહન કરવું ઉચિત નથી. પરંતુ એમ કરવાથી મહાદેવનું અપમાન પણ થાય છે.

કાનપુરના દશાનન રાવણ મંદિર.યુપીના કાનપુર આવેલા દશાનન મંદિરમાં દર વર્ષે હજારો લોકો રાવણની પૂજા કરવા દેશ-વિદેશથી આવે છે. રાવણનું આ વિખ્યાત મંદિર શહેરના શિવાલા ક્ષેત્રમાં આવેલા એક બીજા શિવ મંદિર પાસે છે, જેની આધારશીલા વર્ષ 1868માં રાખવામાં આવી હતી.

આ મંદિરની સૌથી અલગ વાત એ છે કે તે રાવણ મંદિર વર્ષમાં માત્ર એક વખત દશેરાના દિવસે જ ખુલે છે. તે દરમિયાન રાવણને ઉચ્ચ વિદ્વાન પંડિત માનવા વાળા લોકો તેમના જ્ઞાન અને શિવ ભક્તિથી પ્રભાવિત થઈને આ મંદિરમાં દર્શન અને પૂજા કરવા આવે છે. રામાયણ મુજબ સ્વયં ભગવાન શ્રીરામ રાવણને વિદ્વાન અને જ્ઞાની પંડિત માનતા હતા, ત્યારે તેમણે યજ્ઞમાં મહા બ્રાહ્મણ માટે રાવણને આમંત્રણ આપ્યું હતું.

મધ્ય પ્રદેશનું વિખ્યાત રાવણ રુંડી.એમપીના મંદસૌર જીલ્લામાં રાવણ રુંડી અને શાજા પુર જીલ્લાના ભદખેડીમાં પણ લોકો રાવણની પૂજા અર્ચના કરે છે. અહિયાંના માનદેવ વૈષ્ણવ સમાજ ખાસ કરીને દશેરાના દિવસે રાવણની પૂજા કરે છે. અહિયાં તમને રાવણની 35 ફૂટ ઉંચી 10 માથા વાળી મૂર્તિના દર્શન કરવા મળે છે, જેને હાલમાં જ 2005માં સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલા અહિયાં ચુના અને ઈંટ માંથી બનેલી રાવણની 25 ફૂટ ઉંચી મૂર્તિ હતી, જે સમય સાથે સાથે ખંડિત થઇ ગઈ.

આમ તો તે સ્થાન રાવણની પત્ની મંદોદરીનું જન્મ સ્થાન માનવામાં આવે છે, એટલા માટે રાવણને તે વિસ્તારના જમાઈ તરીકે પૂજે છે. દશેરાના દિવસે અહિયાં રાવણ દહનની પ્રક્રિયા નથી કરવામાં આવતી, પરંતુ દ્શેરા ઉપર દર વર્ષે આ મૂર્તિને અભિષેક અને પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે રાવણનું સાસરિયું હોવાના કારણે અહીયાની મહિલાઓ મંદિર માંથી નીકળતી વખતે રાવણની મૂર્તિ સામે લાજ કાઢે છે, કેમ કે આ ગામમાં આજે પણ જમાઈની લાજ કાઢવાની પરંપરા છે.

About bhai bhai

Check Also

કરજણ માં છે બાપા બજરંગ દાસનું સેવા આશ્રમ, તસવીરો માં જુઓ ત્યાંનો મન મોહક નજારો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતની એક એવી પવિત્ર ભુમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *