Breaking News

આ છે સલમાનની સૌથી ખાસ અભિનેત્રીઓ, આપી ચુક્યો છે આટલી મોંઘીડાટ ગિફ્ટઓ,જાણો કોને શું મળ્યું હતું……..

સલમાન ખાન બોલિવૂડના એવા કેટલાક સ્ટાર્સમાંના એક છે જેમના માત્ર લોકો જ નહીં પણ સ્ટાર્સ પણ દિવાના છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમના માટે ભાઈજાન એક પ્રેરણા છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે તમે ભલે કેટલા સારા બનો, કોઈકની નજરમાં તો તમે ખટકતા જ હોવ છો. સલમાન ખાન માટે પણ આવું જ છે. આજે તેના લાખો ફેન્સ છે.સલમાન ખાનની દરેક ફિલ્મ ૨૦૦ થી ૩૦૦ કરોડ ઉપર બિઝનેસ કરી લેતી હોય છે. તેઓ પોતાની એક ફિલ્મ માટે ૬૦ કરોડ રૂપિયા સુધી ચાર્જ લેતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ સારી છે. જોકે હાલના દિવસોમાં તે સામાન્ય જનતાના નિશાના ઉપર છે. હકીકતમાં સુશાંત સિંહ રાજપુતનાં આત્મહત્યા કેસ બાદ થી જ નેપોટીજ્મ નાં ટોપિક પર ચર્ચા છેડાઈ છે. તેવામાં લોકોએ સલમાન ખાનને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે. સલમાન ખાન એક એવા અભિનેતા છે, જેમણે ઘણા સ્ટાર કિડ્સની લોન્ચ કર્યા છે. આવી રીતે નેપોટીજ્મને પ્રોત્સાહન આપવા તેમનો પણ મોટો હાથ છે.

સોનાક્ષી સિંહા થી લઈને સુરજ પંચોલી સુધી સલમાન ખાનને કારણે આ કલાકારો બોલીવુડમાં ડેબ્યુ કરી શક્યા છે. એટલે સુધી કે સલમાને પોતાના જીજાજી આયુષ શર્માને પણ ફિલ્મમાં લોન્ચ કરવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા લગાવીને ફિલ્મ બનાવી હતી. તે સિવાય સલમાન ખાન ભૂતકાળમાં પણ ઘણા વિવાદોથી ઘેરાયેલ ચૂક્યા છે. પછી તે “હિટ એન્ડ રન” કેસ હોય કે “કાળા હરણનો શિકાર” નો મામલો હોય. વળી એશ્વર્યા ની સાથે તેમનું બ્રેક-અપ પણ વિવાદોથી ઘેરાયેલ હતું.

એ વાતમાં તો કોઈ શંકા નથી કે સલમાન ખાનની પાસે ખૂબ જ પૈસા છે. એટલા માટે તેમના ખર્ચ કરવાની સ્ટાઈલ પણ અલગ છે. ક્યારેક તેઓ આ પૈસા ચેરિટી માં લગાવે છે તો ક્યારેક પોતાના નજીકના લોકોને મોંઘી ગિફ્ટ આપે છે. આજે અમે તમને ૩ એવી યુવતીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને સલમાને અત્યાર સુધીમાં સૌથી મોંઘી ગિફ્ટ આપી હોય.

અર્પિતા ખાનઆ લિસ્ટમાં સૌથી પહેલું નામ સલમાનની દતક લીધેલ બહેન અર્પિતા ખાનનું આવે છે. અર્પિતા ભલે સલમાનની સગી બહેન ન હોય પરંતુ સલમાન તેને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. વળી અર્પિતા પણ સલમાનના દરેક સુખ-દુઃખમાં તેની સાથે ચાલે છે. તેવામાં જ્યારે અર્પિતાનાં આયુષ શર્મા સાથે ૨૦૧૪માં લગ્ન થયા, ત્યારે સલમાને પોતાની બહેનને Rolls Royce કાર ગીફ્ટમાં આપી હતી. આ કારની કિંમત અંદાજે ૩.૫ કરોડ રૂપિયા હતી.તો સલમાન ખાન રીયલ લાઈફમાં બન્યા છે મામુજાન. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા એ બેબી બોયને જન્મ આપ્યો છે. સલમાનની બહેન અર્પિતા ખાને બુધવારના રોજ પુત્રને જન્મ આપ્યો છે.

આ વાતથી ખાન ફેમિલી અને શર્મા ફેમિલી ખુબ ખુશ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ સ્થિત હિન્દુજા હેલ્થ કેર હોસ્પિટલમાં અર્પિતાએ પુત્રને જન્મ આપ્યો છે.સલમાન ખાનના ઘરમાં ભલે થોડા દિવસોથી મલાઈકા અને અરબાઝ ના છૂટાછેડા અંગે ટેન્શન ચાલતું હોય પણ આ ખુશીથી ઘરમાં પાર્ટીનો મૂડ બની ગયો છે.તમને જણાવી દઈએ કે અર્પિતા એ આયુષ શર્મા સાથે વર્ષ ૨૦૧૪માં હૈદરાબાદ ફલકનુમા સ્થિત એક પેલેસમાં ગ્રાન્ડ વેડીંગ કર્યા હતા. આ બંનેનું આ પહેલું ચાઈલ્ડ છે. અર્પિતાના પતિ આયુષ શર્માએ ઇન્સ્ટાગ્રામ માં એક ફોટો શેર કરતા સમયે પોતાના ફેંસને આ અનમોલ ખુશી વ્યક્ત કરી હતી.આયુશે સોશીયલ મેડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ માં ફોટો શેર કરતા સમયે લખ્યું હતું કે ‘રાહ જોવાનું હવે પૂરું થયું, અમારો નાનો રાજકુમાર ‘આહીલ’ આ દુનિયામાં આવી ચુક્યો છે. તેમણે તેમના પુત્રનું.નામ ‘આહીલ’ રાખ્યું છે.

સોનમ કપૂરસલમાન ખાન અને અનિલ કપૂર બંને સારા મિત્રો છે. “પ્રેમ રતન ધન પાયો” ફિલ્મમાં સલમાને પોતાના મિત્રની દીકરી એટલે કે સોનમ કપૂર સાથે રોમાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં નજર આવ્યા હતા. ફિલ્મમાં સલમાન અને સોનમ ની વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને સારા મિત્ર પણ બની ગયા હતા. અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ આનંદ અહુજા સાથે લગ્ન કર્યા છે. આનંદ આહુજા ફેશન ઉદ્યોગમાં જાણીતું નામ છે. તે દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ છે. છેલ્લા બે વર્ષથી એક ગુપ્ત તારીખ કર્યા પછી, તેમણે શાહી રીતે લગ્ન કર્યા સોનમ અને આનંદ ના લગ્ન અને અનુષ્કા-વિરાટ ના લગ્ન એ બૉલીવુડના સૌથી લોકપ્રિય લગ્ન છે. જોકે સોનમ કપૂર ને લગ્નમાં તમામ મોંઘી ભેટો બધાએ આપી હતી પરંતુ સલમાનની ભેટથી કોઈ મોટી ન હતી. સલમાને 90 લાખ ની. ઓડી કાર સોનમ ને ભેટ માં આપી છે.

જેકલીન ફર્નાન્ડીઝસલમાન અને જેકલીન એકસાથે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તમે એવું પણ કહી શકો કે જેકલીન સલમાનની ફેવરિટ એક્ટ્રેસ પણ છે. અત્યારે લોકડાઉનમાં જ્યારે સલમાન પોતાના ફાર્મહાઉસમાં હતા તો જેકલીન પણ તેમની સાથે જ હતી. થોડા વર્ષો પહેલા સલમાને જેકલીનને એક પેઇન્ટિંગ ગિફ્ટમાં આપી હતી, જેની કિંમત અંદાજે ૨.૫ કરોડ રૂપિયા છે. જોકે અત્યારે જેક્લીન ફર્નાન્ડિઝ લોકડાઉનમાં તેના સમયનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. તેની ફિલ્મોની યાદી તો લાંબી છે. પરંતુ લાગે છે કે હવે તે ફિલ્મ બનાવીને પોતાના પોર્ટફોલિયોને રિચ કરી રહી છે. સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મહાઉસ પર જેકલીને પોતાના ડેઈલી રૂટિન પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેકલીન સલમાન ખાનના પરિવાર સાથે તેના પનવેલ ફાર્મ હાઉસ પર છે. તેણે ત્યાંના ખુબસુરત લોકેશન અને પોતાના ડેઈલી રૂટિન પર એક સુંદર શોર્ટ ફિલ્મ બનાવી છે. સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ફિલ્મ શેર કરી છે. જેકલીન ફર્નાન્ડિઝ દ્વારા નિર્મિત એક ફિલ્મ… આ કેપ્શન પણ આપ્યું છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *