Breaking News

આ દિવાળી ઘરમાં લક્ષ્મીજીની કૃપા ઈચ્છતાં હોય તો લાવીદો, આટલી વસ્તુ જાણીલો ફટાફટ…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, માં લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે દિવાળી પહેલા ઘરમાંથી જરૂર કાઢી નાખો આ વસ્તુઓ. હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી આ વર્ષે 2020માં 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે, જેની તૈયારીઓ હવે આખા દેશમાં શરુ થઇ ગઈ છે. માનવામાં આવે છે કે દિવાળીમાં માં લક્ષ્મી સ્વયં ઘરે આવે છે, એટલા માટે તેમના સ્વાગતમાં થોડી જરૂરી તૈયારીઓ કરવામાં આવે છે. દિવાળીની તૈયારીઓમાં સાફ-સફાઈ, ચૂનો કરવો અને ઘરને રંગ બેરંગી ઝાલરોથી શણગારવું મુખ્ય માનવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત પણ સાફ સફાઈ દરમિયાન અમુક વસ્તુ જરૂર કરવી જોઈએ.

તૂટેલો અરસો દુર કરી દો:- દિવાળીની સાફ સફાઈ દરમિયાન જો તમારા ઘરમાં ક્યાય તૂટેલો અરીસો મળે તો તેને તરત દુર કરી લો. માનવામાં આવે છે કે તૂટેલો અરીસાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે, જેથી ઘરના સભ્યોની માનસિક સ્થિતિ સારી નથી રહેતી.ઘર માંથી તૂટેલું ફર્નીચર દુર કરી દો:- જો તમારા ઘરમાં ક્યાય તૂટેલું ફર્નીચર છે, તો તેને તરત દુર કરી દો. તૂટેલું ફૂટેલું ફર્નીચર ઘર માટે અશુભ હોય છે. ઘરના ફર્નીચરની સ્થિતિ હંમેશા સારી રહેવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે તૂટેલું ફર્નીચર ઘરની સ્થિતિ ઉપર ખરાબ અસર કરે છે.

તૂટેલી મૂર્તિઓ દુર કરી દો:- જો તમારા ઘરમાં તૂટેલી મૂર્તિઓ છે તો દિવાળી પહેલા તેવી મૂર્તિઓનું વિસર્જન કરી દો અને નવી મૂર્તિ લાવીને સ્થાપિત કરો. તૂટેલી મૂર્તિઓની પૂજા ક્યારે પણ ન કરવી જોઈએ.રસોડા માંથી દુર કરો તૂટેલા વાસણ:- તૂટેલા વાસણમાં ક્યારે પણ ખાવાનું ખાવું ન જોઈએ. દિવાળીની સાફ સફાઈ દરમિયાન એવા વાસણ જે તૂટી ગયા છે કે જે વાસણનો તમે ઉપયોગ નથી કરી રહ્યા, તેને ઘર માંથી દુર કરી દો. કહેવામાં આવે છે કે તૂટેલા વાસણ ઘરમાં ઝગડાનું કારણ બને છે.

જુના બુટ ચપ્પલ ફેંકી દો:- જેમ કે તમે બધા જાણો છો કે દિવાળીમાં ઘરના ખૂણે ખૂણાની સફાઈ જરૂરી હોય છે. તેમ જ જો તમારા ઘરમાં જુના બુટ ચપ્પલ છે અને તેનો ઉપયોગ નથી કરતા, તો તેને ઘર માંથી તરત દુર કરવાનું ન ભૂલશો. તૂટેલા-જુના બુટ ચપ્પલથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

બંધ ઘડિયાળને ઘર માંથી દુર કરો:- વાસ્તુશાસ્ત્ર મુજબ ઘડિયાળ તમારી પ્રગતીનું પ્રતિક હોય છે, તેવામાં ઘરમાં ક્યારે પણ બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ તમારી પ્રગતીમાં અવરોધ ઉભો કરી શકે છે. આમ તો તમારા ઘરમાં બંધ ઘડિયાળો છે, તો તરત તેને બહાર કાઢી દો કે પછી નવા પાવર નાખીને તેને ફરીથી ચાલુ કરી દો.

ધાબાની સફાઈ જરૂર કરો:- આ દિવાળી ઉપર તમારા ઘરના ધાબાની સફાઈ જરૂર કરો. તમારા ઘરના ધાબામાં કચરો કે ભંગાર કે ઉપયોગમાં ન લેવાતી વસ્તુ રહેલી છે. તો તેને તરત દુર કાઢી નાખો. ધાબાનું ગંદુ રહેવું અશુભ માનવામાં આવે છે.તૂટેલા ફોટાને દુર કરો:- જો તમારા ઘરમાં કોઈ તૂટેલો કે ફાટેલો ફોટો છે તો તેને દિવાળી પહેલા કાઢી નાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલા-ફૂટેલા ફોટાથી ઘરનું વાતાવરણ દુષિત થાય છે, સાથે જ ઘરના સભ્યો વચ્ચે કડવાશ ઉભી થાય છે.

બગડેલો ઈલેક્ટ્રીક વસ્તુને કાઢી નાખો:- જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો કોઈ બગડેલી ઇલેક્ટ્રિકની વસ્તુ પડી છે જેવી કે, મોબાઈલ, હેડફોન, લેપટોપ વગેરે તો દિવાળી પહેલા ઘરની બહાર કાઢી દો. જો આ વસ્તુને રીપેર કરાવીને ફરી ઉપયોગ કરી શકો છો તો જરૂર કરો. માનવામાં આવે છે કે ખરાબ ઇલેક્ટ્રિક વસ્તુ આરોગ્ય અને સૌભાગ્ય માટે અશુભ હોય છે.

માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે:- દિવાળીનો તહેવારમાં લક્ષ્મીજીની પૂજા કરવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે દિવાળીના રાત્રે લક્ષ્મીજી અને ઘણી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામજી ૧૪ વર્ષના વનવાસ કરી અને રાવણનો વધ કરી ત્યારબાદ અયોધ્યામાં પાછા આવ્યા હતા ભગવાન શ્રી રામજીની પાછા આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવાનું વિધાન માનવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વિધિ-વિધાનપૂર્વક ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો આગમન થતું હોય છે. પરંતુ જો તે સિવાય પણ એવા અનેક ઉપાયો છે જે દિવાળીના દિવસે કરવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે આજે તમને એવા ઉપાયો જણાવીશું. તેની જાણકારી આપશો કે જે કરવાથી તમારા જીવનમાં દરેક વસ્તુ શુભ થશે અને માતાજી નો આશીર્વાદ તમારી ઉપર બની રહેશે.

જો તમારી ઈચ્છા હોય કે માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર બની રહે તો દિવાળીના દિવસે પીપળાના પાન તોડી અને તેમને ઘરમાં લાવો. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે પીપળાના પાન કોઈપણ જગ્યાએથી કાપેલા કે ફાટેલા ના હોવા જોઈએ. ત્યારબાદ તે બધા ઉપર ઓમ મહાલક્ષ્મી નમઃ લખીને તેને પૂજા સ્થળ પર રાખી દેવા.

માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવાળીની રાત્રે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા લવિંગ અને એલચીનું મિશ્રણ તૈયાર કરી અને તેનાથી દરેક દેવી-દેવતાઓ ને તિલક લગાવવું. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા બની રહેશે.

જો દિવાળીના દિવસે તમે કોઈ કિન્નર જોવા મળે તો તેને મિઠાઈ અને પૈસા જરૂરથી આપવા અને તેના બદલામાં કિન્નર જોડેથી એક રૂપિયાનો સિક્કો જરૂરથી લેવો. આ સિક્કાને તમારા ઘરની તિજોરીમાં કે જ્યાં ધન રાખતા હોય તે જગ્યા પર રાખી દેવો. આ ઉપાય કરવાથી નિર્ધનતા દૂર થાય છે અને આ ઉપાય ખૂબ જ કારગર પણ માનવામાં આવે છે.

આ વર્ષની દિવાળી ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિવારના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે. જો તમે આ દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો છો. તો તેનાથી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારી પર બની રહેશે. તે ઉપરાંત વડના પાન ઉપર હળદર થી સ્વસ્તિકનું નિશાન બનાવો અને તેને તિજોરીમાં રાખી દેવો તેનાથી ધનમાં વૃદ્ધિ થશે. જો તમે પણ ધનમાં વૃદ્ધિ કરવા માગતા હોય તો અને જો શુભ પરિણામ મેળવવા માગતા હોય તો દિવાળીની રાત્રે તમારા ઘરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવો અને રાતના સમયે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો.

About bhai bhai

Check Also

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *