Breaking News

આ દિવસે ભૂલથી પણ ના ચડાવવું જોઈએ માં તુલસીને જળ, નહીં તો આવે છે મોટીમુસીબત……

તુલસીનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તુલસી એક ઔષધિ છે. તુલસી હજારો વર્ષોથી વિભિન્ન રોગોની સારવાર માટે ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.આયુર્વેદમાં તુલસી રથા તેના વિભિન્ન ઔષધીય પ્રયોગોનું વિશેષ સ્થાન છે. આયુર્વેદમાં તુલસીને સંજીવની બૂટીના સમાન ગણવામાં આવે છે. એટલું જ નહી સાથે એક પ્રસિદ્ધ કહેવત પણ છે કે ”જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે પૂજનીય સ્થાન હોય છે અને ત્યાં કોઇ બિમારી અથવા મૃત્યુંના દેવતા આવી શકતા નથી.

હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દરરોજ તુલસીને જળ ચઢાાવવાથી માનસિક શાંતિ મળે છે. ઘણીવાર તમે તમારા ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે આ દિવસે તુલસીનો પાન ન તોડવો જોઈએ અને એ દિવસે પણ તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ. આ સાથે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં કેટલાક રીતરિવાજો અને માન્યતાઓ છે જે પ્રાચીન સમયથી અનુસરવામાં આવી છે અને તેમની પાછળ હંમેશા કેટલાક કારણો છે.

શુક્રવારે તુલસીના પાન તોડશો નહીંતુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય માનવામાં આવે છે, તેથી ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજામાં તુલસીના પાન ચઢાવવામાં આવે છે.સાથે સાથે ભગવાન વિષ્ણુના લગ્ન તુલસી સાથે લગ્ન કર્યા છે અને એટલે ગુરુવારના દિવસે ભગવાનને તુલસીનાં પાન ચઢાવે છે.શુક્રવારે તુલસીના પાન તોડવા ન જોઈએ, કારણ કે આ દિવસે હાથને સ્પર્શ કરવો પ્રતિબંધિત છે. આ ઉપરાંત જળ પણ ચઢાવવું ન જોઇએ. નહીંતર તેનાથી ઘણું નુકસાન પહોંચે છે.

તુલસીના પત્તા ચાવવા ન જોઇએતુલસીના પત્તાનું સેવન કરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે આ પત્તાને ચાવવા ન જોઇએ પરંતુ ગળી જવા જોઇએ. આ પ્રકારે તુલસીનું સેવન કરવાથી ઘણા રોગોમાં ફાયદો પહોંચે છે. તુલસીના પત્તામાં પારા ધાતુના તત્વ હોય છે જે પત્તાને ચાવવાથી દાંતો પર લાગી જાય છે. આ તત્વ દાંતો માટે ફાયદાકારક નથી.એ પણ ધ્યાનમાં રાખાવું જોઇએ કે ભગવાન શિવ અને ભગવાન ગણેશની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવો જોઇએ, તે અશુભ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર જાલંધર નામનો એક અસુર હતો જેણે પોતાની પત્નીની પવિત્રતા અને વિષ્ણુજીના કવચના લીધે અમર થવાનું વરદાન મળ્યું હતું. જેનો ફાયદો ઉઠાવીને તે દુનિયાભરમાં આતંક મચાવી રહ્યો હતો. જેના લીધે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે તેને મારવાની યોજના બનાવી. પહેલાં ભગવાન વિષ્ણુએ જાલંધર પાસે પોતાનું કૃષ્ણા કવચ માગ્યું, પછી ભગવાન વિષ્ણુએ તેની પત્નીની પવિત્રતા ભંગ કરી જેથી ભગવાન શિવને જાલંધરને મારવાની તક મળી. જ્યારે વૃંદાને પોતાના પતિ જાલંધરની મૃત્યુંની ખબર પડી તો તેને ખૂબ દુ:ખ થયું. જેથી તેને ગુસ્સામાં ભગવાનને શાપ આપ્યો કે તેમના પર તુલસીના પત્તા ક્યારેય ચઢાવવામાં આવશે નહી. આ કારણે જ શિવ જી ની કોઇપણ પૂજામાં તુલસીના પત્તા ચઢાવવામાં આવતા નથી.

આ દિવસોમાં તોડવા ન જોઇએ તુલસીના પાંદડાશાસ્ત્રો અનુસાર તુલસીના પાંદડા કેટલાક ખાસ દિવસોમાં તોડવા ન જોઇએ. આ દિવસ છે એકાદશી, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ કાળ. આ દિવસોમાં અને રાતના સમયે તુલસીના પાંદડા તોડવા ન જોઇએ. ઉપયોગ વિના તુલસીના પાંદડા ક્યારે તોડવા ન જોઇએ. આમ કરવાથી વ્યક્તિને દોષ લાગે છે. બિનજરૂરી રૂપથી તુલસીના પાંદડા તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન ગણવામાં આવે છે.

વિષ્ણુ પુરાણ મુજબ રવિવાર સિવાય તમારે એકાદશી, દ્વાદશી, સંક્રાંતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ તેમજ સાંજે તુલસીના પાન તોડવા ન જોઈએ.વિષ્ણુ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં અને તુલસીના છોડમાં પાણી ચઢાવવું જોઈએ નહીં.તુલસીનું અપમાન ન કરવું જોઇએજે ઘરમાં તુલસી લાગેલી હોય ત્યાં તેની રોજ પૂજા કરવી જોઇએ. કારણ કે એવું માનવામાં આવે છે કે તેને પૂજનાર વ્યક્તિ સ્વર્ગમાં જાય છે.

ગણેશ પૂજનમાં વર્જિત છે તુલસીના પાંદડા એક કથા અનુસાર એકવાર તુલસી જંગલમાં એકલી ફરી રહી હતી જ્યારે તેમણે ગણેશ જીને જોયા જો કે ધ્યાનમાં બેઠ્યા હતા. ત્યારે તુલસીએ ગણેશ જી સામે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો અને તેમણે એમ કહીને અસ્વિકાર કરી દીધો કે તે બ્રહ્મચારી છે જેથી રિસાઇને તુલસીએ તેમને બે વિવાહનો શ્રાપ આપી દીધો, પ્રતિક્રિયા સ્વરૂપ ગણેશજીએ તુલસીને એક રાક્ષસ સાથે વિવાહનો શ્રાપ આપ્યો. એટલા માટે ગણેશ પૂજનમાં પણ તુલસીનો પ્રયોગ વર્જિત છે.

તુલસી માંગી માફીશ્રાપ મળ્યા બાદ તુલસીને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે ગણેશ જી પાસે માફી માંગે છે. તેનાથી ખુશ થઇને ગણેશ જી પોતાનો આપેલો શ્રાપ ઓછો કરી દે છે. અને કહે છે કે ફક્ત ભગવાન જ તેને એક પવિત્ર છોડનો દરજ્જો આપી શકે છે ત્યારે તે આ શ્રાપથી મુક્ત થઇ જશે. પરંતુ ગણેશ જી પર તેના પાંદડા ચઢાવવામાં નહી આવે.તુલસીના છોડને ઘરની અંદર લગાવી ન શકાયએવું કહેવામાં આવે છે કે તુલસીના પતિના મૃત્યું બાદ ભગવાન વિષ્ણુએ તુલસીને પોતાની પ્રિય સખી રાધાની માફક ગણી હતી. એટલા માટે તુલસીએ તેમને કહ્યું કે તે તેમના ઘરે જવા માંગે છે. પરંતુ ભગવાન વિષ્ણુએ તેમને ના પાડી દીધી અને કહ્યું કે મારું ઘર લક્ષ્મી માટે છે પરંતુ મારું દિલ તમારા માટે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *