Breaking News

આ ડ્રીંક નું સેવન ખૂબ ઝડપી ઉતારી નાખશે તમારું વજન,કોઈ દવા ની પણ નહીં પડે જરૂર,જાણી લો બનાવવાની રીત…

કોફી-બ્રેક સામાન્ય રીતે આપણને  ઓફિસમાં  કામમાંથી થોડી વાર માટે હળવાશ અનુભવવાનું  અને મગજની બેટરી રીચાર્જ કરવાનું સૂચવે છે, પરંતુ પુરુષો માટે કદાચ કોફી સારા કરતાં ખરાબ અસર વધુ પેદા કરે છે. વિજ્ઞાનીઓ  કહે કે કોફીની અસર સ્ત્રીઓ અને પુરુષો પર જુદી જુદી પડે છે. પુરુષો માટે  ખરાબ સમાચાર છે કે કોફી પુરુષોને વધુ તાણયુક્ત બનાવે છે, તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને તાણ વચ્ચે કામ કરવાનું  તેમના માટે મુશ્કેલ બનાવે છે. બીજી તરફ સ્ત્રીઓ પર કોફીની કોઈ ખરાબ અસર નથી થતી  અને તેઓ કોફી પીધા પછી વધુ કાર્યક્ષમતા દેખાડે છે. બ્રિટનમાં  ગયા વર્ષે  ૬૩.૨ કરોડ પાઉન્ડ ખર્ચવામાં આવ્યા હતા અને પુરુષોએ રોજની  સરેરાશ ૧.૫ કપ  કોફી  પીધી હતી.સ્ત્રીઓ અને પુરુષોને કોફી કઈ રીતે અસર કરે છે એ વિશેનો પ્રથમ  અભ્યાસ કરનાર ડોક્ટર લિન્ડસે સેન્ટ ક્લેર કહે છે, ”આ  અભ્યાસના તારણો એવું સ્પષ્ટ સૂચવે છે કે કોઈ મહત્ત્વની બેઠક પહેલાં કોફી પીવાનું પુરુષો માટે હિતકારક નથી.”આ અભ્યાસમાં સો જેટલા સ્ત્રી-પુરુષો પર પ્રયોગ થયા હતા અને એ દરમિયાન તેમનાં વિડિયો શૂટિંગ પણ થયા હતાં. આ પ્રયોગમાં જાણવા મળ્યું હતું કે કોફી પીધા પછી પુરુષો શારીરિક રીતે વધુ તાણયુક્ત  જણાતા હતા અને એકથી વધુ લોકોની સામે બોલતી વખતે તેઓ  અસ્વસ્થતા અનુભવતા હતા, જ્યારે કોફી પીધા પછી સ્ત્રીઓ  વધુ  સ્વસ્થ જણાતી હતી.

કોફી ફક્ત એક જ સ્વાદિષ્ટ પીણું નથી, પરંતુ દિવસની ધમાકેદાર શરૂઆત કરવા માટેની એક શાનદાર રીત પણ છે. તે તમારા મૂડને ખૂબ જ શાનદાર બનાવે છે અને સાથે-સાથે તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે. કોફી તમને આખો દિવસ ઊર્જાવાન બનાવી રાખે છે. આ પ્રસિદ્ધ પીણાંનાં ઘણા ફાયદા છે, પરંતુ ઘણા સ્વાસ્થ્ય એક્સપર્ટ કોફીથી સ્વાસ્થ્ય પર થતા પ્રભાવ વિશે પણ વાત કરી ચૂક્યા છે. સામાન્ય રીતે કોફી વજન ઓછું કરવા માગતા લોકો માટે ખુબ જ સારી માનવામાં આવે છે. પરંતુ અહીંયા અમે બ્લેક કોફી વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં ન તો દૂધ હોય છે અને ન તો સુગર હોય છે.વજન ઘટાડવા માટે ઘણા ડાયટ પ્લાનમાં બ્લેક કોફી પીવાની સલાહ આપવામાં આવે છે. આ લેખમાં અમે વજન ઓછું કરવાના વધુ એક વેઇટ લોસ ડ્રિંક વિશે ચર્ચા કરીશું, જેને લોકો માટે વધુ યોગ્ય માનવામાં આવે છે, જે લોકો વજન ઘટાડવાની કોશિશ માં જોડાયેલા છે આ વેઇટ લોસ ડ્રિંક છે કોફી અને લીંબુનું, જેનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

લેમન કોફીથી ઘરે કરો સરળતાથી વજન ઓછું. લેમન ટી તો તમે ઘણી વખત પીધી હશે. પરંતુ શું તમે લેમન કોફી પીધી છે? તમે આજ સુધી કોફી પીવા અને લીંબુ પાણી પીવાના ઘણા બધા ફાયદા વિષે સાંભળ્યું હશે. પરંતુ ક્યારેય તમે કોફીમાં લીંબુ ભેળવીને પીધું છે. જો નથી પીધું તો તમારે પીવું જોઈએ. ઘણી શોધોમાં એ વાત સામે આવી છે કે કોફી અને લીંબુને એક સાથે ભેળવીને પીવા થી થોડા દિવસોમાં જ વજન ઘટી જાય છે. તે નાનો એવો નુસખો તમારું વજન ઓછું કરવા માટે અસરકારક ઉપાય છે. આવો જાણીએ કેવી રીતે તે તમારા વેટલોસમાં હેલ્પ કરે છે.

શું છે કોફી અને લીંબુનો સંબંધ

કોફી અને લીંબુ બંને વજન ઘટાડવા માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે પરંતુ અત્યાર સુધી તમે તેને અલગ અલગ રીતે ઉપયોગ કર્યો હશે. મોટાભાગના લોકો લીંબુ અને કોફીનું મિશ્રણ પીવે છે, કારણ કે તેઓ માને છે કે તે વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.કોફીનાં ફાયદાકોફીમાં કેફિન, થિયોબ્રોમાઈન, થિયોફિલાઇન અને ક્લોરોજેનિક એસિડ જેવા જૈવીક રૂપથી સક્રિય યૌગિક હોય છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જાણીતા છે. તે સિવાય તે ઉર્જાના રૂપમાં શરીર દ્વારા ઉપયોગમાં કરવામાં આવતી ચરબી કોશિકાઓને બ્રેક કરે છે, જેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયામાં ઝડપ આવે છે.ગ્રીન કોફી બીન્સ એંટીઓક્સીડેંટસથી ભરપુર હોય છે, ગ્રીન કોફી બીન્સમાં ક્રોનોલોજીકલ એસીડ હોય છે. આવા પ્રકારની કોફીનું સેવન કરવાથી તમારું મેટાબોલીજ્મ સારું રહે છે. મેટાબોલીજ્મ રેટ યોગ્ય પ્રમાણમાં હોવાથી તમારામાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેનાથી તમે જે પણ કામ કરો છો, તેમાં તમારું મન સારી રીતે લાગે છે.

લીંબુ ના ફાયદા

લીંબુનો રસ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. એ જ કારણ છે કે દરરોજ સવારે લીંબુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તે શરીરમાંથી બિનજરૂરી ઝેરી પદાર્થો અને ધાતુઓને બહાર કાઢવાનું કામ કરે છે. તે લીવરમાં પિત્ત રસ ઉત્પાદનમાં મદદ કરે છે, જે પાચન અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

વજન ઓછું કરવામાં ફાયદાકારક છે કોફી-લીંબુનું મિશ્રણ.

એવું માનવામાં આવે છે કે સવારે લીંબુ અને કોફીનું મિશ્રણ પીવાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે અને વજન ઓછું કરવાની પ્રક્રિયા ઝડપી બને છે. જોકે વિજ્ઞાન આ દાવાને સમર્થન કરતું નથી. કોફી અને લીંબુના મિશ્રણમાં વધારે માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે, જે આપણા શરીરને વધારે માત્રામાં મુક્ત કણોના હાનિકારક પ્રભાવથી બચાવે છે.

મિશ્રણ કેવી રીતે બનાવવું અને ક્યારે પીવું

એક કપ ગરમ પાણીમાં અડધો ચમચી કોફી નાખો. તેમાં અડધો ચમચી લીંબુ નાખો અને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. તેને એક્સાઇઝ કરવાના ઓછામાં ઓછા ૩૦ મિનિટ પહેલા આ મિશ્રણનું સેવન કરવું.સવાર-સવારમાં કોફી અને લીંબુના રસને મિક્સ કરી પીવાથી બેલી ફેટ ખતમ થઇ જાય છે. અને વજન ઝડપથી ઘટે છે. તમારે ફકર કોઈ લઈને ગરમપાણીમાં ઉમેરવાનું. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી પી જવાનું. જીમમાં આની સારી અસર જોવા મળશે. જિમ જતા પહેલા અડધો કલાક પેલા આ એનર્જી ડ્રિન્ક લેવું.

આ મિક્સર તમેને વજન ઘટાડવામાં મદદ કરશે. પરંતુ તેનું વધારે સેવન કરવાથી પરિણામ વિપરીત પણ આવી શકે છે. વધારે માત્રામાં કેફિનવ શરીર માટે નુકસાન કર્ક છે. કોફીનું વધારે સેવન સ્વસ્થ્ય માટે હાનીકારકે છે. ખાસ કરીને એનિમિયા પીડિત લોકો માટે. આ માટે તમે ગ્રીન કોફીનું સેવન કરી શકો છો. તે વધારે માત્રામાં પીવાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર નહિ પડે. કારણકે ગ્રીનકોફીમાં કૈફીનની માત્રા ના બરાબર હોય છે.આ સિવાય કોફી પાઉડરમાં એન્ટીઓક્સીડેન્ટ અને એક્સફોલિએટ ગુણ હોય છે. જે સ્કિનના ડેડ સેલ્સ દૂર કરવામાં મદદ કરે છે. કોફીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. હળવા હાથે મસાજ કરી ફેસ વોશ કરી લો.

A glass of iced shaken coffee mixed with orange juice topped with lemon sliced. Lifestyle concept with selective focus.

જેમને હેંગઓવર છે તે બ્લેક લેમન કોફીનું મહત્વ જાણતા જ હશે. એવું માનવામાં આવે છે કે બ્લેક લેમન કોફી માથાનો દુખાવો અને મેદસ્વીપણાની સારવાર કરે છે. હેંગઓવર અથવા માથાનો દુખાવાથી છુટકારો મેળવવા માટે આ શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. આની પાછળનું કારણ એ છે કે તે રક્ત વાહિનીઓને સંકુચિત કરવા માટે વૈસોકોન્સ્ટ્રિક્ટર અસર આપે છે, જે માથામાં લોહીનો પ્રવાહ બંધ કરે છે અને માથાના દુખાવામાં સહાય કરે છે. જો કે, તમારે તેને માથાના દુખાવા માટેની નિયમિત દવા તરીકે લેવી જોઈએ નહીં. કેફીન અને સાઇટ્રિક એસિડ બંનેનું વધુ માત્રામાં સેવન આરોગ્ય માટે હાનિકારક છે.

અતિસારમાં રાહત આપે છે.

અસ્વસ્થ પેટને કારણે આંતરડાની ચળવળને અસર થાય છે, જે ઝાડાની સ્થિતિનું કારણ બને છે. તેનાથી રાહત મેળવવા માટે, તમે એક કપ બ્લેક લેમન કોફીનું સેવન કરો. તમારે ફક્ત બ્લેક કોફીમાં થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે. એ તમારા પેટના સ્વાસ્થ્યને સુધારવામાં તમારી મદદ કરશે. એ ન ભૂલવું જોઈએ કે, ઝાડા દરમિયાન પ્રવાહી ન લેવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે અને આરોગ્યની સ્થિતિ ખરાબ થઈ શકે છે.

બ્લેક કોફી અને લીંબુથી તમારી ત્વચા ચમકદાર (ગ્લોઇંગ) બની શકે છે. કારણ કે લીંબુમાં રહેલા એન્ટીઓકિસડન્ટો ફ્રી રેડીકલ્સ સાથે લડે છે, જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. જ્યારે, કોફીમાં હાજર સીજીએની સામગ્રી કુદરતી ચમક (ગ્લો) લાવવા માટે હાઇડ્રેશન અને લોહીનો પ્રવાહ વધારે છે. જે એમ જણાવે છે કે બ્લેક લેમન કોફી પીવાથી તમે માત્ર ફિટ અને હેલ્ધી જ નહીં, પણ તમારી ત્વચા પણ યુવાન અને ચમકતી બની રહેશે. તેથી હવે નિયમિત 1 કપ બ્લેક લેમન કોફી પીવો, દૂધની કોફી નહીં.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *